iOS 18
તમે iPhoneમાં ઑટોમૅટિક રીતે પાસવર્ડ ભરવાથી બાકાત રાખેલી વેબસાઇટ જુઓ
તમે વેબસાઇટ માટે પાસવર્ડ એંટર કરો છો ત્યારે તમને પૂછવામાં આવે છે કે શું તમે પાસવર્ડ સેવ કરીને ભવિષ્યમાં તેને ઑટોમૅટિક રીતે એંટર કરવા માંગો છો. iOS 18.2 અથવા તેના પછીના વર્ઝનમાં તમે એ તમામ વેબસાઇટ જોઈ શકો છો જેના માટે તમે ક્યારેય પાસવર્ડ સેવ ન કરવાનું પસંદ કર્યું હોય.
સેટિંગ્સ
>ઍપ્સ>પાસવર્ડ પર જાઓ.
“પાસવર્ડ સેવ કરો”ની નીચે “બાકાત કરેલી વેબસાઇટ બતાવો” પર ટૅપ કરો.
સૂચીમાં તમે તમારો પાસવર્ડ સેવ ન કરવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તે તમામ વેબસાઇટ સામેલ છે.
ટિપ : તમે સૂચીમાંથી વેબસાઇટને કાઢી શકો છો. વેબસાઇટ પર ડાબી બાજુ સ્વાઇપ કરો અથવા તમામ કાઢી નાખો પર ટૅપ કરો. આગલી વખતે તમે વેબસાઇટ માટે તમારો પાસવર્ડ એંટર કરો છો ત્યારે તમને પૂછવામાં આવશે કે શું તમે પાસવર્ડ સેવ કરીને ભવિષ્યમાં ઑટોમૅટિક રીતે એંટર કરવા માંગો છો.