iPhone પર ફોટોસ ઍપમાં શેર કરેલા ઍલ્બમમાં લોકોને ઉમેરવા અને દૂર કરવા
જો તમે શેર કરેલા ઍલ્બમના નિર્માતા છો તો તમે ઍલ્બમમાં જોડાવા માટે વધુ સબ્સ્ક્રાઇબરને આમંત્રિત કરી શકો છો. તમે ઍલ્બમમાંથી સબ્સ્ક્રાઇબરને કાઢી શકો છો, ઍલ્બમની સૂચનાઓ મૅનેજ કરી શકો છો અને સબ્સ્ક્રાઇબર માટે પોસ્ટિંગ બંધ અને ચાલુ પણ કરી શકો છો. જો તમારા મિત્રો અને પરિવાર iCloudનો ઉપયોગ કરતા ન હોય તો તમે તેમને iCloud URL મોકલીને તેમની સાથે ઍલ્બમ શેર કરી શકો છો.
લોકોને આમંત્રિત કરો અથવા કાઢી નાખો
શેર કરેલો ઍલ્બમ બનાવનાર વ્યક્તિ નવા સબ્સ્ક્રાઇબરને શેર કરેલા ઍલ્બમમાં જોડાવા માટે આમંત્રિત કરી શકે છે.
તમારા iPhone પર
ફોટોસ ઍપ પર જાઓ.
શેર કરેલા ઍલ્બમ પર ટૅપ કરો પછી ઍલ્બમ પર ટૅપ કરો.
પર ટૅપ કરો પછી શેર કરેલા ઍલ્બમની વિગતો પર ટૅપ કરો.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
કોઈ વ્યક્તિને આમંત્રિત કરો : આમંત્રણ આપો પર ટૅપ કરો પછી તમે જે સંપર્કને ઉમેરવા માંગો છો તેનું નામ એંટર કરો અથવા ઇમેલ અડ્રેસ કે ફોન નંબર ટાઇપ કરો.
કોઈને કાઢી નાખવા : નામ પર ટૅપ કરો અને પછી સબ્સ્ક્રાઇબર કાઢી નાખો પર ટૅપ કરો.
iCloudનો ઉપયોગ કરતા ન હોય એવા લોકો સાથે ઍલ્બમ શેર કરો.
શેર કરેલો ઍલ્બમ બનાવનાર વ્યક્તિ જે લોકો iCloudનો ઉપયોગ કરતા નથી તેમની સાથે ઍલ્બમ શેર કરવા માટે એક અનન્ય iCloud URL બનાવી શકે છે.
તમારા iPhone પર
ફોટોસ ઍપ પર જાઓ.
શેર કરેલા ઍલ્બમ પર ટૅપ કરો પછી ઍલ્બમ પર ટૅપ કરો.
પર ટૅપ કરો પછી શેર કરેલા ઍલ્બમની વિગતો પર ટૅપ કરો.
સાર્વજનિક વેબસાઇટ ચાલુ કરો.
લિંક શેર કરો ટૅપ કરો પછી તમે કેવી રીતે શેર કરવા માંગો છો તે પસંદ કરો—ઉદાહરણ તરીકે Mail અથવા મેસેજ.
જે લોકો સાથે તમે લિંક શેર કરવા માંગો છો તેમનાં નામ, ફોન નંબર અથવા ઇમેલ અડ્રેસ એંટર કરો અને પછી લિંક મોકલો.
જ્યારે સાર્વજનિક વેબસાઇટ ચાલુ હોય ત્યારે URL ધરાવતી કોઈ પણ વ્યક્તિ ઍલ્બમ ઍક્સેસ કરી શકે છે.
પોસ્ટ અને સૂચનાઓ મૅનેજ કરો
શેર કરેલો ઍલ્બમ બનાવનાર વ્યક્તિ સબ્સ્ક્રાઇબર પોસ્ટિંગ અને ઍલ્બમ ઍક્ટિવિટિ સૂચનાઓ બંધ અને ચાલુ કરી શકે છે.
તમારા iPhone પર
ફોટોસ ઍપ પર જાઓ.
શેર કરેલા ઍલ્બમ પર ટૅપ કરો પછી ઍલ્બમ પર ટૅપ કરો.
પર ટૅપ કરો અને શેર કરેલા ઍલ્બમની વિગતો પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ફક્ત તમને પોતાને જ ફોટો અને વીડિયો પોસ્ટ કરવાની અનુમતિ આપો : “સહભાગીઓ ફોટો ઉમેરી શકે” બંધ કરો; સહભાગી દ્વારા પોસ્ટ કરવાનું ચાલુ રાખવા માટે ફરી ટૅપ કરો.
સૂચનાઓ બંધ કરો : જ્યારે સબ્સ્ક્રાઇબર ઍલ્બમને લાઇક કરે, ટિપ્પણી કરે અથવા ફોટો અને વીડિયો ઉમેરે ત્યારે આવતી સૂચનાઓ રોકવા માટે સૂચનાઓ બંધ કરો; ઍલ્બમની સૂચનાઓ પાછી ચાલુ કરવા માટે ફરી ટૅપ કરો.
“પૂર્ણ” પર ટૅપ કરો.
જ્યારે સહભાગીઓ તમારા દ્વારા શેર કરેલા ઍલ્બમમાં પોસ્ટ અથવા ટિપ્પણી કરે છે ત્યારે ઍક્ટિવિટી વિષેની સૂચનાઓ ફોટો ગ્રિડની બરાબર નીચે દેખાય છે. ઍક્ટિવિટી અપડેટ મેળવવાનું બંધ કરવા માટે ઉપરના જમણા ખૂણામાં તમારા અકાઉંટ પર ટૅપ કરો પછી શેર કરેલા ઍલ્બમની ઍક્ટિવિટી બંધ કરો.