iPhone યૂઝર ગાઇડ
- સ્વાગત છે
-
-
- iOS 26 સાથે સુસંગત iPhoneનાં મૉડલ
- iPhone 11
- iPhone 11 Pro
- iPhone 11 Pro Max
- iPhone SE (બીજી જનરેશન)
- iPhone 12 mini
- iPhone 12
- iPhone 12 Pro
- iPhone 12 Pro Max
- iPhone 13 mini
- iPhone 13
- iPhone 13 Pro
- iPhone 13 Pro Max
- iPhone SE (ત્રીજી જનરેશન)
- iPhone 14
- iPhone 14 Plus
- iPhone 14 Pro
- iPhone 14 Pro Max
- iPhone 15
- iPhone 15 Plus
- iPhone 15 Pro
- iPhone 15 Pro Max
- iPhone 16
- iPhone 16 Plus
- iPhone 16 Pro
- iPhone 16 Pro Max
- iPhone 16e
- iPhone 17
- iPhone 17 Pro
- iPhone 17 Pro Max
- iPhone Air
- સેટઅપની પાયાની બાબતો
- તમારી રીતે તમારો iPhone તૈયાર કરો
- સરસ ફોટો અને વીડિયો લો
- મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો
- તમારા પરિવાર સાથે ફીચર શેર કરવા માટે
- તમારી દૈનિક દિનચર્યા માટે iPhoneનો ઉપયોગ કરો
- Apple સપોર્ટના એક્સપર્ટની સલાહ
-
- iOS 26માં નવું શું છે
-
- સાઉંડ અને વાઇબ્રેશન બદલો
- ઍક્શન બટનનો ઉપયોગ કરો અને કસ્ટમાઇઝ કરો
- કસ્ટમ લૉક સ્ક્રીન બનાવો
- વૉલપેપર બદલો
- કંટ્રોલ સેંટરનો ઉપયોગ અને કસ્ટમાઇઝ કરો
- ઑડિઓ અને વીડિયો રેકોર્ડ કરો
- સ્ક્રીનની બ્રાઇટનેસ અને રંગ બૅલેંસ ઍડજસ્ટ કરો
- iPhone ડિસ્પ્લે લાંબા સમય સુધી ચાલુ રાખો
- સ્ટૅન્ડબાયનો ઉપયોગ કરવા માટે
- ટેક્સ્ટ સાઇઝ અને ઝૂમ સેટિંગને કસ્ટમાઇઝ કરો
- તમારા iPhoneનું નામ બદલો
- તારીખ અને સમય બદલો
- ભાષા અને ક્ષેત્ર બદલો
- ડિફૉલ્ટ ઍપ્સ બદલો
- તમારું ડિફૉલ્ટ સર્ચ એંજિન બદલો
- તમારા iPhoneની સ્ક્રીનને ફેરવો
- શેરિંગ વિકલ્પ કસ્ટમાઇઝ કરો
-
- કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરો
- બીજી ઍપ ખોલવા માટે કૅમેરા કંટ્રોલનો ઉપયોગ કરો
- શટરનો વૉલ્યૂમ ઍડજસ્ટ કરો
- HDR કૅમેરા સેટિંગ્સ ઍડજસ્ટ કરવા
- વીડિયો રેકોર્ડ કરો
- Apple Vision Pro માટે સ્પેશિયલ ફોટો લો અને સ્પેશિયલ વીડિયો રેકોર્ડ કરો
- સાઉંડ રેકોર્ડિંગ વિકલ્પ બદલો
- ProRes વીડિયો રેકોર્ડ કરો
- સિનેમૅટિક મોડમાં વીડિયો રેકોર્ડ કરો
- વીડિયો રેકોર્ડિંગ સેટિંગ્સ બદલો
- કૅમેરા સેટિંગ્સ સેવ કરો
- મુખ્ય કૅમેરા લેંસ કસ્ટમાઇઝ કરો
- ઍડવાંસ કૅમેરા સેટિંગ્સ બદલો
- ફોટો જુઓ, શેર કરો અને પ્રિંટ કરો
- લાઇવ ટેક્સ્ટનો ઉપયોગ કરો
- QR કોડ સ્કૅન કરો
-
-
- કૅલેંડરમાં ઇવેંટ બનાવો અને સંપાદિત કરો
- આમંત્રણ મોકલો
- આમંત્રણનો જવાબ આપો
- તમને ઇવેંટ દેખાવાની રીત બદલો
- ઇવેંટ સર્ચ કરો
- કૅલેંડર સેટિંગ્સને બદલવા માટે
- અલગ ટાઇમઝોનમાં ઇવેંટ શેડ્યૂલ અથવા ડિસ્પ્લે કરો
- ઇવેંટનો ટ્રૅક રાખો
- ઘણાં કૅલેંડરનો ઉપયોગ કરો
- રિમાઇંડરનો ઉપયોગ કરો
- હોલિડે કૅલેંડરનો ઉપયોગ કરો
- iCloud કૅલેંડર શેર કરો
- હોકાયંત્ર
-
- સંપર્કની માહિતી ઉમેરો અને તેનો ઉપયોગ કરો
- સંપર્ક સંપાદિત કરો
- તમારા સંપર્કની માહિતી ઉમેરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- તમારી સંપર્કની માહિતી શેર કરવા માટે iPhone પર NameDropનો ઉપયોગ કરો
- ફોન ઍપમાંથી સંપર્કનો ઉપયોગ કરો
- ડ્યૂપ્લિકેટ સંપર્કને મર્જ કરો અથવા છુપાવો
- તમામ ડિવાઇસમાં સંપર્ક સિંક કરો
- સંપર્ક ઇંપોર્ટ કરો
- સંપર્ક એક્સપોર્ટ કરો
-
- FaceTime સાથે શરૂ કરો
- FaceTime લિંક બનાવો
- FaceTime ઑડિઓ કૉલ ટૂલનો ઉપયોગ કરો
- Live Photo લો
- લાઇવ કૅપ્શનનો ઉપયોગ કરો
- કૉલ દરમિયાન અન્ય ઍપ્સનો ઉપયોગ કરો
- ગ્રૂપ FaceTime કૉલ કરો
- સાથે મળીને જોવા, સાંભળવા અને પ્લે કરવા માટે SharePlayનો ઉપયોગ કરો
- FaceTime કૉલમાં તમારી સ્ક્રીન શેર કરો
- FaceTime કૉલમાં રિમોટ કંટ્રોલની વિનંતી કરો અથવા આપો
- FaceTimeમાં ડૉક્યુમૅન્ટ પર કોલૅબરેટ કરો
- વીડિયો કૉન્ફરંસિંગ ફીચરનો ઉપયોગ કરો
- FaceTime કૉલને અન્ય Apple ડિવાઇસમાં ટ્રાંસફર કરો
- FaceTime વીડિયો સેટિંગ્સ બદલો
- FaceTime ઑડિઓ સેટિંગ્સ બદલો
- કૉલ મૂકી દો અથવા મેસેજ પર સ્વિચ કરો
- FaceTime કૉલ બ્લૉક કરો અને તેને સ્પૅમ તરીકે રિપોર્ટ કરો
- કૉલને સ્ક્રીન અને ફિલ્ટર કરો
-
- Freeform સાથે શરૂ કરો
- Freeform બોર્ડ બનાવો
- દોરો અથવા હસ્તલેખન કરો
- ગણિતના હસ્તલિખિત પ્રશ્નોને ઉકેલો
- સ્ટિકી નોટ, આકાર અને ટેક્સ્ટ બૉક્સમાં ટેક્સ્ટ ઉમેરો
- આકાર, લાઇન અને તીર ઉમેરો
- આકૃતિ ઉમેરો
- ઇમેજ, સ્કૅન, લિંક અને અન્ય ફાઇલ ઉમેરો
- સુસંગત શૈલી લાગુ કરો
- બોર્ડ પર આઇટમની પોઝિશન ગોઠવો
- સીનને નૅવિગેટ અને રજૂ કરો
- કૉપિ અથવા PDF મોકલો
- બોર્ડ પ્રિંટ કરો
- બોર્ડ શેર કરો અને કોલૅબરેટ કરો
- Freeform બોર્ડ સર્ચ કરો
- બોર્ડ ડિલીટ કરો અને રિકવર કરો
- Freeformનાં સેટિંગ્સ બદલો
-
- Apple Games ઍપ સાથે શરૂ કરો
- તમારી Game Center પ્રોફાઇલ સેટ અપ કરો
- ગેમ શોધો અને ડાઉનલોડ કરો
- Apple Arcadeને સબ્સ્ક્રાઇબ કરો
- મિત્રો સાથે Apple Games ઍપમાં કનેક્ટ થાઓ
- મિત્રો સાથે Apple Games ઍપમાં ગેમ રમો
- તમારી ગેમ લાઇબ્રેરી મૅનેજ કરો
- ગેમ કંટ્રોલર કનેક્ટ કરો
- ગેમ સંબંધિત સેટિંગ્સ બદલવા માટે
- ગેમની સમસ્યાની જાણ કરો
-
- હોમ ઍપનો પરિચય
- Apple Homeના નવા વર્ઝનમાં અપગ્રેડ કરો
- ઍક્સેસરિ સેટ અપ કરો
- કંટ્રોલ ઍક્સેસરિ
- તમારા ઊર્જા વપરાશ માટે પ્લાન બનાવવા માટે ગ્રિડ ફૉર્કાસ્ટનો ઉપયોગ કરો
- વીજળીનો વપરાશ અને દર જુઓ
- અડૅપ્ટિવ તાપમાન અને સ્વચ્છ ઊર્જા ગાઇડંસ
- HomePod સેટ અપ કરો
- તમારા ઘરને રિમોટલી કંટ્રોલ કરો
- દૃશ્ય બનાવો અને તેનો ઉપયોગ કરો
- ઑટોમૅશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કૅમેરા સેટ અપ કરો
- ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરવા માટે
- iPhone અથવા Apple Watch પર હોમ કી દ્વારા તમારો દરવાજો અનલૉક કરો
- રાઉટર કંફિગર કરો
- ઍક્સેસરિને કંટ્રોલ કરવા માટે અન્ય લોકોને આમંત્રિત કરો
- વધુ ઘર ઉમેરો
-
- નકશો સાથે શરૂ કરો
- તમારું લોકેશન અને નકશાનું વ્યૂ સેટ કરો
-
- તમારું ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું સરનામું સેટ કરવા માટે
- નકશાનો ઉપયોગ કરો
- ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- ઇલેક્ટ્રિક વાહન રૂટિંગ સેટ અપ કરો
- રૂટ ઓવરવ્યૂ અથવા વળાંકોની યાદી જુઓ
- તમારા રૂટમાં સ્ટૉપ બદલો અથવા ઉમેરો
- તમારી પાર્ક કરેલી કાર માટે દિશા નિર્દેશનો મેળવો
- વૉકિંગનાં દિશા નિર્દેશન મેળવો
- વૉક અથવા હાઇક સેવ કરો
- ટ્રાંઝિટના દિશા નિર્દેશનો મેળવો
- સાયક્લિંગનાં દિશા નિર્દેશનો મેળવો
- રાઇડ બુક કરો
- ઑફલાઇન નકશા ડાઉનલોડ કરો
-
- સ્થળ સર્ચ કરો
- નજીકનાં આકર્ષણો, રેસ્ટૉરંટ અને સેવાઓ શોધો
- એરપોર્ટ અથવા મૉલ એક્સપ્લોર કરો
- સ્થળો વિષે માહિતી મેળવો
- વિઝિટ કરેલ સ્થળ જુઓ અને મૅનેજ કરો
- તમારા “સ્થળ”માં સ્થળ અને નોટ ઉમેરો
- સ્થળ શેર કરો
- લોકેશનને પિનથી અંકિત કરો
- સ્થળોને રેટ કરો અને ફોટો ઉમેરો
- ગાઇડ સાથે સ્થળો એક્સપ્લોર કરો
- કસ્ટમ ગાઇડથી સ્થળોને ઑર્ગનાઇઝ કરો
- લોકેશન હિસ્ટરી ક્લિઅર કરો
- તાજેતરનાં દિશા નિર્દેશનો ડિલીટ કરો
- નકશો ઍપમાં આવતી સમસ્યા રિપોર્ટ કરો
-
- મેસેજ સાથે શરૂ કરો
- મેસેજ સેટ અપ કરો
- iMessage વિષે
- મેસેજ મોકલો અને જવાબ આપો
- સૅટલાઇટ દ્વારા ટેક્સ્ટ મોકલો
- ટેક્સ્ટ મેસેજ પછીથી મોકલવા માટે શેડ્યૂલ કરો
- મેસેજ અનસેંડ કરો અને સંપાદિત કરો
- મેસેજનો ટ્રૅક રાખો
- સર્ચ કરો
- મેસેજ ફૉરવર્ડ અને શેર કરો
- ગ્રૂપ વાર્તાલાપ
- સ્ક્રીન શેર કરો
- પ્રોજેક્ટ પર કોલૅબરેટ કરો
- બૅકગ્રાઉંડ ઉમેરો
- iMessage ઍપ્સનો ઉપયોગ કરો
- વાર્તાલાપમાં લોકોને પોલ મોકલવા માટે
- ફોટો અથવા વીડિયો લો અને સંપાદિત કરો
- ફોટો, લિંક વગેરે શેર કરો
- સ્ટિકર મોકલો
- Memoji બનાવો અને મોકલો
- Tapback દ્વારા પ્રતિક્રિયા આપો
- ટેક્સ્ટ ફૉર્મેટ કરો અને મેસેજ ઍનિમેટ કરો
- મેસેજ દોરો અને હાથથી લખો
- GIF મોકલો અને સેવ કરો
- ઑડિઓ મેસેજ મોકલો અને પ્રાપ્ત કરો
- તમારું લોકેશન શેર કરો
- વાંચન રસીદ ચાલુ અથવા બંધ કરો
- સૂચનાઓ બંધ કરો, મ્યૂટ કરો અને બદલો
- ટેક્સ્ટને સ્ક્રીન, ફિલ્ટર, રિપોર્ટ અને બ્લૉક કરો
- મેસેજ અને અટૅચમેંટ ડિલીટ કરો
- ડિલીટ કરેલા મેસેજ રિકવર કરો
-
- સંગીત સાથે શરૂ કરો
- સંગીત મેળવો
-
-
- સંગીત પ્લે કરો
- સંગીત પ્લેયર કંટ્રોલનો ઉપયોગ કરો
- Lossless ઑડિઓ પ્લે કરો
- સ્પેશિયલ ઑડિઓ પ્લે કરો
- રેડિઓ સાંભળો
- SharePlayનો ઉપયોગ કરીને એકસાથે સંગીત પ્લે કરો
- કારમાં એકસાથે સંગીત પ્લે કરો
- તમારું સંગીત કતારમાં કરવા
- ટ્રાંઝિશન ગીત
- ગીત શફલ અથવા રિપીટ કરો
- Apple Music સાથે ગાઓ
- ગીતની ક્રેડિટ અને ગીતના બોલ બતાવો
- તમને શું ગમે છે તે Apple Musicને જણાવો
- સાઉંડ ક્વૉલિટી ઍડજસ્ટ કરવા માટે
-
- News સાથે શરૂ કરો
- Newsની સૂચનાઓ અને ન્યૂઝલેટર મેળવો
- News વિજેટનો ઉપયોગ કરો
- ફક્ત તમારા માટે પસંદ કરેલા સમાચાર જુઓ
- સ્ટોરી વાંચો અને શેર કરો
- “મારી રમતો” દ્વારા તમારી મનપસંદ ટીમને ફૉલો કરો
- Apple News Today સાંભળો
- ચૅનલ, વિષય, સ્ટોરી અથવા રૅસિપી શોધવા માટે
- સ્ટોરી સેવ કરવા માટે
- તમારી વાંચન હિસ્ટરી ક્લિઅર કરવા માટે
- વ્યક્તિગત સમાચારની ચૅનલ સબ્સ્ક્રાઇબ કરો
-
- નોટ્સ સાથે પ્રારંભ કરો
- નોટ બનાવો અને ફૉર્મેટ કરો
- ક્વિક નોટ્સનો ઉપયોગ કરો
- ડ્રૉઇંગ અને હસ્તલેખન ઉમેરો
- સૂત્ર અને સમીકરણ એંટર કરો
- ફોટો, વીડિયો વગેરે ઉમેરો
- ઑડિઓ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- ટેક્સ્ટ અને ડૉક્યુમૅન્ટ સ્કૅન કરો
- PDFમાં કામ કરો
- લિંક ઉમેરો
- નોટ સર્ચ કરો
- ફોલ્ડરમાં ઑર્ગનાઇઝ કરો
- ટૅગથી ઑર્ગનાઇઝ કરો
- સ્માર્ટ ફોલ્ડરનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- નોટ એક્સપોર્ટ કરો અથવા પ્રિંટ કરો
- નોટ લૉક કરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- નોટ્સ વ્યૂ બદલો
- નોટ્સનાં સેટિંગ્સ બદલો
-
- પાસવર્ડનો ઉપયોગ કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે તમારો પાસવર્ડ શોધો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બદલો
- પાસવર્ડ કાઢી નાખો
- ડિલીટ કરેલો પાસવર્ડ રિકવર કરો
- વેબસાઇટ અથવા ઍપ માટે પાસવર્ડ બનાવો
- પાસવર્ડ મોટી ટેક્સ્ટમાં બતાવો
- વેબસાઇટ અને ઍપ્સમાં સાઇન ઇન કરવા માટે પાસકીનો ઉપયોગ કરો
- Apple દ્વારા સાઇન ઇન કરો
- પાસવર્ડ શેર કરો
- ઑટોમૅટિક રીતે મજબૂત પાસવર્ડ ભરો
- ઑટોફિલમાંથી બાકાત રાખવામાં આવેલી વેબસાઇટ જુઓ
- નબળા અથવા લીક થયેલા પાસવર્ડ બદલો
- તમારા પાસવર્ડ અને સંબંધિત માહિતી જુઓ
- પાસવર્ડ હિસ્ટરી જુઓ
- તમારો Wi-Fi પાસવર્ડ શોધો અને શેર કરો
- AirDrop દ્વારા સુરક્ષિત રીતે પાસવર્ડ શેર કરો
- તમારાં તમામ ડિવાઇસ પર તમારા પાસવર્ડ ઉપલબ્ધ કરાવો
- વેરિફિકેશન કોડ ઑટોમૅટિક રીતે ભરો
- SMS પાસકોડ ઑટોમૅટિક રીતે ભરો
- ઓછા CAPTCHA ચૅલેંજ સાથે સાઇન ઇન કરવું
- બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરો
- સિક્યુરિટી કીનો ઉપયોગ કરો
- તમારા Mac માટે FileVault રિકવરી કી જુઓ
-
- કૉલ કરો
- કૉલ રેકોર્ડ અને ટ્રાંસક્રાઇબ કરો
- તમારા ફોનનાં સેટિંગ્સ બદલો
- કૉલ હિસ્ટરી જુઓ અને ડિલીટ કરો
- ઇનકમિંગ કૉલનો જવાબ આપો અથવા નકારો
- કૉલ પર હોવ ત્યારે
- ફોન કૉલ દરમિયાન સ્ક્રીન શેર કરો
- ફોન કૉલમાં રિમોટ કંટ્રોલની વિનંતી કરો અથવા આપો
- કૉન્ફરંસ અથવા થ્રી-વે કૉલ શરૂ કરો
- વૉઇસમેલ સેટ અપ કરવા માટે
- વૉઇસમેલ તપાસો
- વૉઇસમેલ શુભેચ્છા અને સેટિંગ્સ બદલો
- રિંગટોન અને વાઇબ્રેશન સિલેક્ટ કરો
- Wi-Fiનો ઉપયોગ કરીને કૉલ કરો
- કૉલ ફૉરવર્ડિંગ સેટ અપ કરો
- કૉલ વેટિંગ સેટ અપ કરો
- કૉલ સ્ક્રીન કરો અને બ્લૉક કરો
-
- ફોટોસ ઍપ સાથે શરૂ કરો
- તમારી ફોટો લાઇબ્રેરી બ્રાઉઝ કરો
- તમારાં ફોટો કલેક્શન બ્રાઉઝ કરવા માટે
- ફોટો અને વીડિયો જુઓ
- ફોટો અને વીડિયોની માહિતી જુઓ
-
- તારીખ મુજબ ફોટો અને વીડિયો શોધો
- લોકો અને પાળતું પ્રાણીઓને શોધો અને નામ આપો
- ગ્રૂપ ફોટો અને વીડિયો શોધો
- લોકેશન મુજબ ફોટો અને વીડિયો બ્રાઉઝ કરો
- તાજેતરમાં સેવ કરેલા ફોટો અને વીડિયો શોધો
- તમારા પ્રવાસના ફોટો અને વીડિયો શોધો
- તાજેતરની રસીદો, QR કોડ, તાજેતરમાં સંપાદિત કરેલા ફોટો વગેરે શોધો
- મીડિયાના પ્રકાર મુજબ ફોટો અને વીડિયો લોકેટ કરો
- ફોટો લાઇબ્રેરીને સૉર્ટ અને ફિલ્ટર કરો
- તમારા ફોટો અને વીડિયોનો iCloud વડે બૅક અપ લો અને તેની સાથે સિંક કરો
- ફોટો અને વીડિયો ડિલીટ કરો અથવા છુપાવો
- ફોટો અને વીડિયો સર્ચ કરો
- વૉલપેપર સૂચનો મેળવો
-
- ફોટો અને વીડિયો શેર કરો
- લાંબા વીડિયો શેર કરો
- શેર કરેલા ઍલ્બમ બનાવો
- શેર કરેલા ઍલ્બમમાં લોકોને ઉમેરવા અને દૂર કરવા
- શેર કરેલા ઍલ્બમમાં ફોટો અને વીડિયો ઉમેરવા અને ડિલીટ કરવા
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીને સેટ અપ કરો અથવા તેમાં જોડાઓ
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીનો ઉપયોગ કરો
- iCloud શેર કરેલી ફોટો લાઇબ્રેરીમાં કૉન્ટેંટ ઉમેરવા
- લોકો, યાદગીરી અને રજાઓ છુપાવો
- તમારા ફોટોમાંથી સ્ટિકર બનાવવા
- ફોટો અને વીડિયોને ડ્યૂપ્લિકેટ કરો અને કૉપિ કરવા
- ડ્યૂપ્લિકેટ ફોટો અને વીડિયો મર્જર કરવા
- ફોટો અને વીડિયો ઇંપોર્ટ અને એક્સપોર્ટ કરો
- ફોટો પ્રિંટ કરો
-
- iPhoneમાં પૉડકાસ્ટ સાથે શરૂ કરો
- પૉડકાસ્ટ શોધો
- પૉડકાસ્ટને સાંભળો
- પૉડકાસ્ટ ટ્રાંસક્રિપ્ટ જુઓ
- તમારા મનપસંદ પૉડકાસ્ટને ફૉલો કરો
- પૉડકાસ્ટને રેટિંગ આપો અથવા રિવ્યૂ કરો
- પૉડકાસ્ટ વિજેટનો ઉપયોગ કરો
- તમારી મનપસંદ પૉડકાસ્ટ શ્રેણી અને ચૅનલ સિલેક્ટ કરો
- તમારી પૉડકાસ્ટ લાઇબ્રેરી ઑર્ગનાઇઝ કરો
- પૉડકાસ્ટ ડાઉનલોડ કરો, સેવ કરો, કાઢી નાખો અને શેર કરો
- પૉડકાસ્ટને સબ્સ્ક્રાઇબ કરો
- સબ્સ્ક્રાઇબર માટેનું જ કૉન્ટેંટ સાંભળો
- ડાઉનલોડ સેટિંગ્સ બદલો
-
- રિમાઇંડર સાથે શરૂ કરો
- રિમાઇંડર બનાવો
- કરિયાણાની સૂચી બનાવો
- વિગતો ઉમેરો
- આઇટમ પૂરી કરો અને કાઢી નાખો
- સૂચી સંપાદિત કરો અને ગોઠવો
- તમારી સૂચીમાં સર્ચ કરો
- મલ્ટિપલ લિસ્ટને ગોઠવો
- આઇટમને ટૅગ કરો
- સ્માર્ટ લિસ્ટનો ઉપયોગ કરો
- શેર કરો અને કોલૅબરેટ કરો
- લિસ્ટ પ્રિંટ કરો
- ટેંપ્લેટમાં કામ કરો
- અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો
- રિમાઇંડર સેટિંગ્સ બદલો
-
- Safari સાથે શરૂ કરો
- વેબ બ્રાઉઝ કરો
- વેબસાઇટ સર્ચ કરો
- હાઇલાઇટ જુઓ
- તમારા Safari સેટિંગ્સને કસ્ટમાઇઝ કરો
- લેઆઉટ બદલો
- મલ્ટિપલ Safari પ્રોફાઇલ બનાવો
- વેબપેજ સાંભળો
- વેબસાઇટને બુકમાર્ક કરો
- વેબ ઍપ તરીકે ખોલો
- વાંચન યાદીમાં પેજ સેવ કરો
- તમારી સાથે શેર કરેલી લિંક શોધો
- PDF ડાઉનલોડ કરો
- વેબપેજને ઍનોટેટ કરો અને PDF તરીકે સેવ કરો
- ફૉર્મ ભરો
- એક્સટેંશન મેળવો
- તમારી કૅશ અને કુકિ સાફ કરો
- કુકિઝ સક્ષમ કરો
- શૉર્ટકટ
- ટિપ્સ
-
- Apple વૉલેટ ઍપ વિષે
- Apple Pay સેટ અપ કરો
- સંપર્કરહિત ચુકવણી માટે Apple Payનો ઉપયોગ કરો
- ઍપ્સમાં અને વેબ પર Apple Payનો ઉપયોગ કરો
- Apple Cashનો ઉપયોગ કરો
- Apple Cardનો ઉપયોગ કરો
- તમારું ID ઉમેરો
- ટ્રાંઝિટ માટે ચૂકવણી કરો
- ડિજિટલ કીનો ઉપયોગ કરો
- પાસ, લૉયલ્ટી કાર્ડ, ટિકિટ વગેરેનો ઉપયોગ કરો
- તમારું Apple અકાઉંટ બૅલેંસ તપાસો
- વૉલેટ ઑર્ગનાઇઝ અને સર્ચ કરો
- કાર્ડ અને પાસ કાઢી નાખો
- ચુકવણીની માહિતી ભરો
- વૉલેટ & Apple Pay સેટિંગ્સ બદલો
-
- Apple Intelligenceનો પરિચય
- મેસેજ, કૉલ અને વાર્તાલાપનો અનુવાદ કરો
- વિઝ્યુઅલ ઇંટેલિજંસનો ઉપયોગ કરો
- Image Playground દ્વારા મૂળ ઇમેજ બનાવો
- Genmoji દ્વારા તમારું પોતાનું ઇમોજી બનાવો
- Apple Intelligence દ્વારા ઇમેજ વૉન્ડનો ઉપયોગ કરો
- Siri દ્વારા Apple Intelligenceનો ઉપયોગ કરો
- લેખનશિલ્પી દ્વારા યોગ્ય શબ્દો શોધો
- Apple Intelligence દ્વારા ChatGPTનો ઉપયોગ કરો
- સૂચનાઓનો સારાંશ મેળવો અને વિક્ષેપો ઘટાડો
-
- Mailમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- મેસેજમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- નોટ્સમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- ફોનમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- ફોટોસમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- રિમાઇંડરમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- Safariમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- શૉર્ટકટમાં Apple Intelligenceનો ઉપયોગ કરો
- Apple Intelligence અને પ્રાઇવસિ
- Apple Intelligence ફીચરનો ઍક્સેસ બ્લૉક કરો
-
- ફેમિલી શેરિંગ સેટ અપ કરો
- ફેમિલી શેરિંગના સભ્યોને ઉમેરો
- ફેમિલી શેરિંગના સભ્યોને કાઢી નાખો
- સબ્સ્ક્રિપ્શન શેર કરો
- ખરીદી શેર કરો
- પરિવાર સાથે લોકેશન શેર કરો અને ગુમ થયેલાં ડિવાઇસ લોકેટ કરો
- Apple Cash પરિવાર અને Apple Card પરિવાર સેટ અપ કરો
- વાલી નિયંત્રણ સેટ અપ કરો
- બાળકનું ડિવાઇસ સેટ અપ કરો
- ઍપ સાથે બાળકની ઉંમરની રેંજ શેર કરો
-
- સ્ક્રીન ટાઇમ સાથે શરૂ કરો
- સ્ક્રીન અંતરથી તમારા દૃષ્ટિ સંબંધિત આરોગ્યને સુરક્ષિત રાખો
- સ્ક્રીન ટાઇમ પાસકોડ બનાવો, મૅનેજ કરો અને ટ્રૅક રાખો
- સ્ક્રીન ટાઇમ દ્વારા શેડ્યૂલ સેટ કરવા
- ઍપ્સ, ઍપ ડાઉનલોડ, વેબસાઇટ અને ખરીદી બ્લૉક કરો
- સ્ક્રીન ટાઇમ દ્વારા કૉલ અને મેસેજ બ્લૉક કરો
- સંવેદનશીલ ઇમેજ અને વીડિયો તપાસો
- પરિવારના સભ્ય માટે સ્ક્રીન ટાઇમ સેટ અપ કરો
- સ્ક્રીન ટાઇમની વિનંતીનો જવાબ આપવા માટે
-
- કંટિન્યૂટિનો પરિચય
- નજીકનાં ડિવાઇસ પર આઇટમ મોકલવા માટે AirDropનો ઉપયોગ કરો
- ડિવાઇસ વચ્ચે ટાસ્કને Handoff કરો
- તમારા Macમાંથી તમારા iPhoneને કંટ્રોલ કરો
- ડિવાઇસ વચ્ચે કૉપિ અને પેસ્ટ કરો
- તમારા iPhone પરથી વીડિયો અને ઑડિઓ સ્ટ્રીમ કરો
- તમારા iPad અને Mac પર ફોન કૉલ અને ટેક્સ્ટ મેસેજની અનુમતિ આપો
- તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરો
- iPhoneનો ઉપયોગ વેબકૅમ તરીકે કરો
- Mac પર સ્કેચ, ફોટો અને સ્કૅન ઇંસર્ટ કરો
- SharePlay તરત શરૂ કરવા માટે
- iPhone અને તમારા કંપ્યૂટરને કેબલ સાથે કનેક્ટ કરો
- ડિવાઇસ વચ્ચે ફાઇલ ટ્રાંસફર કરો
-
- CarPlayનો પરિચય
- CarPlay સાથે કનેક્ટ કરો
- તમારા વાહનના બિલ્ટ-ઇન કંટ્રોલનો ઉપયોગ કરો
- વળાંક-દર-વળાંક દિશા નિર્દેશન મેળવો
- ટ્રૅફિક ઘટનાઓ રિપોર્ટ કરવી
- નકશાનું વ્યૂ બદલો
- લાઇવ ઍક્ટિવિટી જુઓ
- વિજેટ કસ્ટમાઇઝ કરવા માટે
- ફોન કૉલ કરો
- સંગીત પ્લે કરો
- તમારું કૅલેંડર જોવું
- ટેક્સ્ટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા
- ઇનકમિંગ ટેક્સ્ટ મેસેજ બોલીને જણાવો
- પૉડકાસ્ટ પ્લે કરો
- ઑડિઓબુક પ્લે કરો
- સમાચાર સ્ટોરી સાંભળવા
- તમારું ઘર કંટ્રોલ કરો
- CarPlay સાથે અન્ય ઍપ્સનો ઉપયોગ કરવો
- CarPlay હોમ પર આઇકનને ફરીથી ગોઠવો
- CarPlayમાં સેટિંગ્સ બદલવા
-
- ઍક્સેસિબિલિટી ફીચર સાથે શરૂ કરો
- સેટઅપ દરમિયાન ઍક્સેસિબિલિટી ફીચરનો ઉપયોગ કરો
- Siri ઍક્સેસિબિલિટી સેટિંગ્સ બદલો
- ઍક્સેસિબિલિટી ફીચર ઝડપથી ચાલુ અથવા બંધ કરો
- અન્ય ડિવાઇસ સાથે તમારા ઍક્સેસિબિલિટી સેટિંગ્સ શેર કરો
-
- વિઝન માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- ઍક્સેસિબિલિટી રીડર સાથેની ઍપ્સમાં ટેક્સ્ટ વાંચો અથવા સાંભળો
- ઝૂમ ઇન કરો
- તમે જે ટેક્સ્ટ વાંચી રહ્યાં છો અથવા ટાઇપ કરી રહ્યાં છો તેનું મોટું વર્ઝન જુઓ
- ડિસ્પ્લે રંગ બદલો
- વાંચવા માટે ટેક્સ્ટને સરળ કરો
- ઑનસ્ક્રીન મોશન કસ્ટમાઇઝ કરો
- વાહનમાં સવારી કરતી વખતે iPhoneનો વધુ આરામથી ઉપયોગ કરો
- ઍપ દીઠ વિઝ્યુઅલ સેટિંગ્સ કસ્ટમાઇઝ કરો
- સ્ક્રીન પર જે હોય તે અથવા જે ટાઇપ કરવામાં આવે તે સાંભળો
- ઑડિઓ વર્ણન સાંભળો
- CarPlay સેટિંગ્સ ઍડજસ્ટ કરો
-
- ચાલુ કરો અને VoiceOverની પ્રૅક્ટિસ કરો
- તમારાં VoiceOver સેટિંગ્સ બદલો
- VoiceOver જેસ્ચરનો ઉપયોગ કરો
- VoiceOver ચાલુ હોય ત્યારે iPhone ઑપરેટ કરો
- રોટરનો ઉપયોગ કરીને VoiceOver કંટ્રોલ કરો
- ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો
- તમારી આંગળીથી લખો
- સ્ક્રીન બંધ રાખો
- એક્સટર્નલ કીબોર્ડથી VoiceOverનો ઉપયોગ કરો
- બ્રેલ ડિસ્પ્લેનો ઉપયોગ કરો
- સ્ક્રીન પર બ્રેલ ટાઇપ કરો
- બ્રેલ ડિસ્પ્લે સાથે બ્રેલ ઍક્સેસનો ઉપયોગ કરો
- જેસ્ચર અને કીબોર્ડ શૉર્ટકટ કસ્ટમાઇઝ કરો
- પૉઇંટર ડિવાઇસથી VoiceOverનો ઉપયોગ કરો
- તમારી આસપાસનાં લાઇવ વર્ણન મેળવો
- ઍપ્સમાં VoiceOverનો ઉપયોગ કરો
-
- ગતિશીલતા માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- AssistiveTouchનો ઉપયોગ કરો
- તમે ટચ કરો ત્યારે iPhoneની પ્રતિક્રિયા આપવાની રીત ઍડજસ્ટ કરો
- બૅક ટૅપ
- રીચેબિલિટીનો ઉપયોગ કરો
- કૉલનો ઑટોમૅટિક રીતે-જવાબ આપો
- વાઇબ્રેશન બંધ કરો
- Face ID અને અટેંશન સેટિંગ્સ બદલો
- વૉઇસ કંટ્રોલનો ઉપયોગ કરો
- CarPlay દ્વારા વૉઇસ કંટ્રોલ કમાંડનો ઉપયોગ કરો
- સાઇડ અથવા હોમ બટન ઍડજસ્ટ કરો
- કૅમેરા કંટ્રોલ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- Apple TV Remote બટનનો ઉપયોગ કરો
- પૉઇંટર સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- કીબોર્ડ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- એક્સટર્નલ કીબોર્ડથી iPhone કંટ્રોલ કરો
- AirPods સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- Apple Watch મિરરિંગ ચાલુ કરો
- નજીકના Apple ડિવાઇસને કંટ્રોલ કરો
- તમારી આંખની મુવમેંટથી iPhone કંટ્રોલ કરો
- તમારી માથાની મુવમેંટથી iPhone કંટ્રોલ કરો
-
- હિયરિંગ માટે ઍક્સેસિબિલિટી ફીચરનું ઓવરવ્યૂ
- હિયરિંગ ડિવાઇસનો ઉપયોગ કરો
- લાઇવ સાંભળોનો ઉપયોગ કરો
- ધ્વનિની ઓળખનો ઉપયોગ કરો
- નામની ઓળખનો ઉપયોગ કરવા માટે
- RTT અને TTY સેટ અપ કરો અને તેનો ઉપયોગ કરો
- સૂચનાઓ માટે ઇંડિકેટર લાઇટ ફ્લૅશ કરો
- ઑડિઓ સેટિંગ્સ ઍડજસ્ટ કરો
- બૅકગ્રાઉંડ સાઉંડ પ્લે કરો
- સબટાઇટલ અને કૅપ્શન ડિસપ્લે કરો
- ઇંટરકૉમ મેસેજ માટે ટ્રાંસક્રિપ્શન બતાવો
- બોલાયેલા ઑડિઓનાં લાઇવ કૅપ્શન મેળવો
- સંગીતને ટૅપ, ટેક્સચર તરીકે વગેરે તરીકે પ્લે કરો
- CarPlayમાં સાઉંડ વિષે સૂચના મેળવો
-
- તમે જે શેર કરો છો તેને કંટ્રોલ કરો
- લૉક સ્ક્રીન ફીચર ચાલુ કરો
- સંપર્ક બ્લૉક કરવા માટે
- તમારું Apple અકાઉંટ સુરક્ષિત રાખો
- “મારાં ઇમેલ અડ્રેસ છુપાવો” બનાવો અને મૅનેજ કરો
- તમારા વેબ બ્રાઉઝિંગને iCloud પ્રાઇવેટ રિલે વડે સુરક્ષિત રાખો
- પ્રાઇવેટ નેટવર્ક અડ્રેસનો ઉપયોગ કરો
- ઍડવાંસ ડેટા પ્રોટેક્શનનો ઉપયોગ કરો
- લૉકડાઉન મોડનો ઉપયોગ કરવા માટે
- “ચોરાયેલા ડિવાઇસની સુરક્ષા”નો ઉપયોગ કરવા માટે
- સંવેદનશીલ કૉન્ટેંટ વિષે ચેતવણીઓ પ્રાપ્ત કરો
- સંપર્ક કી વેરિફિકેશનનો ઉપયોગ કરો
-
- iPhone ચાલુ અથવા બંધ કરો
- iPhoneને ફોર્સ રીસ્ટાર્ટ કરો
- iOS અપડેટ કરો
- iPhoneનો બૅક અપ લો
- iPhone સેટિંગ્સ રીસેટ કરો
- iPhoneનો ડેટા મિટાવી દો
- બૅકઅપમાંથી તમામ કૉન્ટેંટ રિસ્ટોર કરો
- ખરીદેલી અને ડિલીટ કરેલી આઇટમ રિસ્ટોર કરો
- તમારા iPhoneને વેચો, આપી દો અથવા તેમાં એક્સચેંજ કરો
- કંફિગરેશન પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરો અથવા કાઢી નાખો
- કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક
iPhone માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી
ચેતવણી : આ સુરક્ષા સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જવાથી આગ લાગી શકે છે, વીજ કરંટ લાગી શકે છે, ઈજા થઈ શકે છે અથવા iPhone કે અન્ય પ્રૉપર્ટીને નુકસાન થઈ શકે છે. iPhoneનો ઉપયોગ કરતા પહેલાં નીચે આપેલી તમામ સુરક્ષા માહિતી વાંચો.
હૅન્ડલિંગ. iPhoneને કાળજીપૂર્વક હૅન્ડલ કરો. તે ધાતુ, કાચ અને પ્લાસ્ટિકનો બનેલો છે અને તેની અંદર સંવેદનશીલ ઇલેક્ટ્રૉનિક ઘટકો છે. iPhone અથવા તેની બૅટરી પડી જાય, બળી જાય, પંક્ચર થાય અથવા કચડવામાં આવે અથવા પ્રવાહીના સંપર્કમાં આવે તો તે ખરાબ થઈ શકે છે. જો તમને iPhone અથવા બૅટરીને નુકસાન થયાની શંકા હોય તો iPhoneનો ઉપયોગ બંધ કરો કારણ કે તેનાથી ઓવરહિટીંગ અથવા ઈજા થઈ શકે છે. તૂટેલા કાચવાળા iPhoneનો ઉપયોગ કરશો નહિ કારણ કે તેનાથી ઈજા થઈ શકે છે. જો તમને iPhone પર સ્ક્રૅચ આવવાની ચિંતા હોય તો કેસ અથવા કવરનો ઉપયોગ કરો.
રિપેરિંગ. iPhoneની સર્વિસ માત્ર પ્રશિક્ષિત ટેકનિશિયન પાસે કરાવવી જોઈએ. iPhone ડિસઅસેંબ્લિંગ કરવાથી તેને નુકસાન થઈ શકે છે, તેના પરિણામ સ્વરૂપે સ્પ્લેશ અને વૉટર રેસિસ્ટંસ (સપોર્ટેડ મૉડલ)ને ક્ષતિ થઈ શકે છે અથવા તમને ઈજા પહોંચાડી શકે છે. જો iPhone ખરાબ થયો હોય અથવા તેમા ખામી થઈ હોય તો સર્વિસ માટે તમારે Apple અથવા Appleના અધિકૃત સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરવો જોઈએ. અપ્રશિક્ષિત વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા રિપેર અથવા નકલી Apple પાર્ટના ઉપયોગથી ડિવાઇસની સુરક્ષા અને કાર્યક્ષમતા પર અસર થઈ શકે છે. તમે રિપેર અને સર્વિસ વિષે વધુ માહિતી iPhone રિપેર વેબસાઇટ પર મેળવી શકો છો.
બૅટરી. બૅટરીને થતા નુકસાનથી ઓવરહિટીંગ, આગ અથવા ઈજા થઈ શકતા હોવાથી તેનાથી બચવા માટે iPhoneની બૅટરીનું રિપેર કામ માત્ર પ્રશિક્ષિત ટેકનિશિયન પાસે કરાવવું જોઈએ. બૅટરીને ઘરગથ્થુ કચરાથી અલગ અને સ્થાનિક પર્યાવરણીય કાયદાઓ અને દિશાનિર્દેશો અનુસાર રીસાઇકલ કરવી જોઈએ અથવા તેનો નિકાલ કરવો જોઈએ. બૅટરીની સર્વિસ અને રીસાયક્લિંગ વિષે માહિતી માટે બૅટરી સર્વિસ અને રીસાયક્લિંગ વેબસાઇટ જુઓ.
લેસર. iPhone 7 અને તેના પછીના વર્ઝનમાં પ્રૉક્સિમિટી સેંસર, TrueDepth કૅમેરા સિસ્ટમ અને LiDAR સ્કૅનરમાં એક અથવા વધુ લેસર હોય છે. જો ડિવાઇસને નુકસાન થયું હોય અથવા ખામી હોય તો સુરક્ષાના કારણોસર આ લેસર સિસ્ટમ અક્ષમ થઈ શકે છે. જો તમને તમારા iPhoneમાં લેસર સિસ્ટમ અક્ષમ થઈ હોવાની સૂચના મળે તો તમારે સર્વિસ માટે Apple અથવા Apple અધિકૃત સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરવો જોઈએ. લેસર સિસ્ટમમાં અયોગ્ય રિપેર, ફેરફાર અથવા નકલી Apple ઘટકોનો ઉપયોગ સુરક્ષા મેકનિઝમને યોગ્ય રીતે કામ કરતા અટકાવી શકે છે અને જોખમી ઍક્સપોઝર અને આંખો અથવા ત્વચાને ઇજા પહોંચાડી શકે છે.
ધ્યાનભંગ. અમુક સંજોગોમાં iPhoneનો ઉપયોગ કરવાથી તમારું ધ્યાનભંગ થઈ શકે છે અને તેનાથી ખતરનાક પરિસ્થિતિ સર્જાઈ શકે છે (ઉદાહરણ તરીકે સાઇકલ ચલાવતી વખતે હેડફોનમાં સંગીત સાંભળવાનું ટાળો અને ડ્રાઇવિંગ કરતી વખતે ટેક્સ્ટ મેસેજ ટાઇપ કરવાનું ટાળો). મોબાઇલ ડિવાઇસ અથવા હેડફોનના ઉપયોગ પર પ્રતિબંધ અથવા નિષેધ મૂકતા નિયમોનું ધ્યાન રાખો. ડ્રાઇવિંગ કરતી વખતે સુરક્ષા વિષે વધુ જાણવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે iPhone દ્વારા ધ્યાન કેન્દ્રિત રાખો જુઓ.
નૅવિગેશન. નકશો ઍપ ડેટા સેવાઓ પર આધાર રાખે છે. આ ડેટા સેવાઓમાં ફેરફાર થઈ શકે છે અને તે તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ ન પણ હોઈ શકે જેના પરિણામે નકશો અને લોકેશન આધારિત માહિતી અનુપલબ્ધ, અચોક્કસ અથવા અપૂર્ણ હોઈ શકે છે. નકશો ઍપમાં આપેલી માહિતીની તમારી આસપાસના વાતાવરણ સાથે સરખામણી કરો. નૅવિગેટ કરતી વખતે સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરો. કોઈ પણ વિસંગતતા દૂર કરવા માટે રસ્તાની વર્તમાન સ્થિતિ અને પોસ્ટ કરેલા ચિહ્નોનું હંમેશાં અવલોકન કરો. નકશો ઍપનાં કેટલાક ફીચર માટે લોકેશન સેવા જરૂરી છે.
ચાર્જ કરવો. iPhone ચાર્જ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ચાર્જિંગ કેબલ (સમાવિષ્ટ) અને Apple USB પાવર અડૅપ્ટર (અલગથી વેચવામાં આવેલ)નો ઉપયોગ કરીને iPhoneની બૅટરી ચાર્જ કરો.
MagSafe ચાર્જર અથવા MagSafe ડ્યૂઓ ચાર્જર (Apple 20W USB-C પાવર અડૅપ્ટર અથવા અન્ય સુસંગત પાવર અડૅપ્ટર સાથે કનેક્ટેડ) અથવા Qi પ્રમાણિત ચાર્જર પર ઉપરની તરફ ડિસ્પ્લે રહે તે રીતે iPhoneને રાખો. (MagSafe ચાર્જર, MagSafe ડ્યૂઓ ચાર્જર, પાવર અડૅપ્ટર અને Qi પ્રમાણિત ચાર્જર અલગથી વેચવામાં આવે છે.)
તમે USB 2.0 અથવા તેના પછીના વર્ઝન સાથે સુસંગત હોય અને દેશના લાગુ નિયમનો અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સુરક્ષા સ્ટૅન્ડર્ડનું પાલન કરતા “iPhone માટે બનાવેલા” અથવા અન્ય તૃતીય પક્ષ કેબલ અને પાવર અડૅપ્ટરથી પણ ચાર્જ કરી શકો છો. અન્ય ઍડપ્ટર લાગુ પડતા સુરક્ષા સ્ટૅન્ડર્ડને પૂર્ણ કરતા નથી અને આવા ઍડપ્ટરથી ચાર્જ કરવાથી મૃત્યુ અથવા ઈજાનું જોખમ ઊભું થઈ શકે છે.
ખરાબ કેબલ અથવા ચાર્જરનો ઉપયોગ કરવાથી અથવા ભેજ હોય ત્યારે ચાર્જ કરવાથી આગ લાગી શકે છે, વીજ કરંટ લાગી શકે છે, ઈજા થઈ શકે છે અથવા iPhone કે અન્ય પ્રૉપર્ટીને નુકસાન થઈ શકે છે. તમે iPhoneને ચાર્જ કરવા માટે ચાર્જિંગ કેબલ (સમાવિષ્ટ) અથવા વાયરલેસ ચાર્જર (અલગથી વેચવામાં આવે છે)નો ઉપયોગ કરો છો ત્યારે અડૅપ્ટરને પાવર આઉટલેટમાં પ્લગ કરો તે પહેલાં ખાતરી કરો કે તેનું USB કનેક્ટર સુસંગત પાવર અડૅપ્ટરમાં સંપૂર્ણ રીતે ઇંસર્ટ કરેલું છે. તમારા iPhone, પાવર અડૅપ્ટર અને કોઈ પણ વાયરલેસ ચાર્જરને ઉપયોગમાં લેતી વખતે અથવા ચાર્જ કરતી વખતે સારી રીતે હવાની અવરજવર થતી જગ્યામાં રાખો તે મહત્ત્વપૂર્ણ છે. વાયરલેસ ચાર્જરનો ઉપયોગ કરતી વખતે મેટૅલિક કેસ કાઢી નાખો અને ચાર્જર પર મેટૅલિક બાહ્ય ઑબજેક્ટ (ઉદાહરણ તરીકે ચાવીઓ, સિક્કાઓ, બૅટરી અથવા ઘરેણાં)ને મૂકવાનું ટાળો કારણ કે તે ગરમ થઈ શકે છે અથવા ચાર્જિંગમાં ખલેલ પહોંચાડી શકે છે.
ચાર્જિંગ કેબલ અને કનેક્ટર. ચાર્જિંગ કેબલ પાવર સોર્સ સાથે કનેક્ટ કરેલો હોય ત્યારે ચાર્જિંગ કેબલ અને કનેક્ટર સાથે લાંબા સમય સુધી ત્વચાનો સંપર્ક ટાળો કારણ કે તેનાથી અસ્વસ્થતા અથવા ઈજા થઈ શકે છે. ચાર્જિંગ કેબલ અથવા કનેક્ટર પર ઊંઘવાનું અથવા બેસવાનું ટાળવું જોઈએ.
લાંબા સમય સુધી ગરમીનું ઍક્સપોઝર. iPhone અને Apple USB પાવર અડૅપ્ટર (અલગથી વેચવામાં આવે છે) લાગુ દેશના નિયમનો અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સુરક્ષા સ્ટૅન્ડર્ડ દ્વારા નિર્ધારિત જરૂરી સપાટીના તાપમાનની મર્યાદાનું પાલન કરે છે. જો કે આ મર્યાદાઓમાં રહીને પણ લાંબા સમય સુધી ગરમ સપાટીઓ સાથે સતત સંપર્ક રાખવાથી અસ્વસ્થતા અથવા ઈજા થઈ શકે છે. ડિવાઇસ, તેનું પાવર અડૅપ્ટર અથવા વાયરલેસ ચાર્જર જ્યારે લાંબા સમય સુધી પાવર સોર્સ સાથે કનેક્ટ કરેલા હોય અથવા ઉપયોગમાં હોય ત્યારે તમારી ત્વચા તેમના સંપર્કમાં આવે તેવી પરિસ્થિતિથી બચવા માટે સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે ડિવાઇસ, પાવર અડૅપ્ટર અથવા વાયરલેસ ચાર્જર પર ઊંઘશો નહિ અથવા જ્યારે તેમને પાવર સોર્સ સાથે કનેક્ટ કરેલા હોય ત્યારે તમારી ચાદર, ઓશીકું અથવા શરીરની નીચે મૂકશો નહિ. તમારા iPhone, પાવર અડૅપ્ટર અને કોઈ પણ વાયરલેસ ચાર્જરને ઉપયોગમાં લેતી વખતે અથવા ચાર્જ કરતી વખતે સારી રીતે હવાની અવરજવર થતી જગ્યામાં રાખો. જો તમે શરીરની બહાર ગરમીની ઓળખ કરવાની તમારી ક્ષમતાને અસર કરે એવી શારીરિક સ્થિતિમાં છો તો વિશેષ કાળજી લો.
USB પાવર અડૅપ્ટર. (અલગથી વેચવામાં આવે છે) Apple USB પાવર અડૅપ્ટરને સુરક્ષિત રીતે ચલાવવા અને ગરમીથી સંબંધિત ઈજા અથવા નુકસાનની શક્યતા ઓછી કરવા માટે પાવર અડૅપ્ટરને સીધું પાવર આઉટલેટમાં પ્લગ કરો. પાવર અડૅપ્ટરનો સિંક, બાથટબ અથવા શૉવર સ્ટોલની નજીક જેવા ભીના લોકેશન પર ઉપયોગ કરશો નહિ અને ભીના હાથથી પાવર અડૅપ્ટરને કનેક્ટ અથવા ડિસ્કનેક્ટ કરશો નહિ. જો નીચેનામાંથી કોઇ પણ પરિસ્થિતિ હોય તો પાવર અડૅપ્ટર અને કોઈ પણ કેબલનો ઉપયોગ કરવાનું બંધ કરી દો :
પાવર અડૅપ્ટર પ્લગ અથવા પ્રોંગ ખરાબ થઈ ગયા છે.
ચાર્જ કેબલ ઘસાઈ જાય અથવા કોઈ બીજી રીતે ખરાબ થઈ જાય છે.
પાવર અડૅપ્ટરમાં અતિશય ભેજ છે અથવા પાવર અડૅપ્ટરમાં પ્રવાહી જતું રહ્યું છે.
પાવર અડૅપ્ટર પડી ગયું હતું અને તેનું ઍનક્લોઝર ખરાબ થઈ ગયું છે.
Apple 20W USB-C પાવર અડૅપ્ટરનાં સ્પેસિફિકેશન :
ફ્રીકવંસિ : 50 થી 60 Hz, સિંગલ ફેઝ
લાઇન વોલ્ટેજ : 100 થી 240 V
આઉટપુટ પાવર : 5V/3A અથવા 9V2.2A
આઉટપુટ પોર્ટ : USB-C
Apple 18W USB-C પાવર અડૅપ્ટરનાં સ્પેસિફિકેશન :
ફ્રીકવંસિ : 50 થી 60 Hz, સિંગલ ફેઝ
લાઇન વોલ્ટેજ : 100 થી 240 V
આઉટપુટ પાવર : 5V/3A અથવા 9V/2A
આઉટપુટ પોર્ટ : USB-C
Apple 5W USB પાવર અડૅપ્ટરનાં સ્પેસિફિકેશન :
ફ્રીકવંસિ : 50 થી 60 Hz, સિંગલ ફેઝ
લાઇન વોલ્ટેજ : 100 થી 240 V
આઉટપુટ પાવર : 5V/1A
આઉટપુટ પોર્ટ : USB
શ્રવણશક્તિ ઓછી થવી. ઉચ્ચ વૉલ્યૂમમાં સાઉંડ સાંભળવાથી તમારી શ્રવણશક્તિને નુકસાન થઈ શકે છે. બૅકગ્રાઉંડ નૉઇઝ અને ઉચ્ચ વૉલ્યૂમ લેવલના સતત ઍક્સપોઝરમાં રહેવાથી સાઉંડ વાસ્તવિક સાઉંડ કરતા વધુ ધીમો લાગી શકે છે. તમારા કાનમાં કંઈ પણ નાખતા પહેલાં ઑડિઓ પ્લેબૅક ચાલુ કરો અને વૉલ્યૂમ તપાસો. મહત્તમ વૉલ્યૂમ લિમિટ કેવી રીતે સેટ કરવી તેની માહિતી માટે જુઓ : iPhoneમાં આરોગ્ય ઍપમાં શ્રવણશક્તિનાં આરોગ્ય ફીચરનો ઉપયોગ કરો. શ્રવણશક્તિ ઓછી થવા વિષે વધુ માહિતી માટે સાઉંડ અને શ્રવણશક્તિ વેબસાઇટ જુઓ.
ચેતવણી : શ્રવણશક્તિના સંભવિત નુકસાનને રોકવા માટે લાંબા સમય સુધી ઉચ્ચ વૉલ્યૂમ લેવલ પર સાંભળશો નહિ.
રેડિઓ ફ્રીક્વંસિ ઍક્સપોઝર. iPhone વાયરલેસ નેટવર્કથી કનેક્ટ થવા માટે રેડિઓ સિગ્નલનો ઉપયોગ કરે છે. રેડિઓ સિગ્નલથી પેદા થતી રેડિઓ ફ્રીક્વંસિ (RF) ઊર્જા વિષે માહિતી માટે અને ઍક્સપોઝરને ઓછું કરવા માટે તમે જે પગલાં લઈ શકો છો તેના માટે સેટિંગ્સ > સામાન્ય > કાનૂની & નિયમનકારી > RF ઍક્સપોઝર પર જાઓ અથવા RF ઍક્સપોઝર વેબસાઇટ જુઓ.
રેડિઓ ફ્રીક્વંસિ દખલગીરી. ઇલેક્ટ્રૉનિક ડિવાઇસના ઉપયોગ પર પ્રતિબંધ અથવા નિષેધ મૂકતા સંકેતો અને સૂચનાઓનું ધ્યાન રાખો. iPhoneની ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદનમાં રેડિઓ ફ્રીક્વંસિ ઉત્સર્જનને નિયંત્રિત કરતા નિયમોનું પાલન કરવામાં આવે છે તેમ છતાં iPhoneમાંથી થતા આવા ઉત્સર્જન અન્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણના સંચાલન પર નકારાત્મક અસર કરી શકે છે જેના કારણે તેમાં ખામી સર્જાઈ શકે છે. ઉપયોગ પ્રતિબંધિત હોય ત્યારે જેમ કે એરક્રાફ્ટમાં પ્રવાસ કરતી વખતે અથવા સત્તાધિકારીઓ દ્વારા આવું કરવા માટે કહેવામાં આવે ત્યારે iPhone બંધ કરો અથવા વિમાન મોડનો ઉપયોગ કરો અથવા iPhone વાયરલેસ ટ્રાંસમીટર બંધ કરવા માટે સેટિંગ્સ > Wi-Fi અને સેટિંગ્સ > Bluetooth પર જાઓ.
મેડિકલ ડિવાઇસ દખલગીરી. iPhone અને MagSafe ઍક્સેસરિમાં ચુંબકની સાથે-સાથે વિદ્યુતચુંબકીય ક્ષેત્ર ઉત્સર્જિત કરતા ઘટક અને/અથવા રેડિઓ પણ હોય છે. આ ચુંબક અને વિદ્યુતચુંબકીય ક્ષેત્ર મેડિકલ ડિવાઇસમાં દખલ કરી શકે છે.
તમારા મેડિકલ ડિવાઇસની વિશિષ્ટ માહિતી માટે અને તમારે તમારા મેડિકલ ડિવાઇસ અને iPhone અને MagSafe ઍક્સેસરિ વચ્ચે સુરક્ષિત અંતર જાળવવાની જરૂર છે કે નહિ તે જાણવા માટે તમારા ડૉક્ટર અને મેડિકલ ડિવાઇસ નિર્માતાનો સંપર્ક કરો. સંભવિત દખલગીરીને રોકવા માટે નિર્માતા ઘણીવાર વાયરલેસ અથવા ચુંબકીય પ્રૉડક્ટની આસપાસ તેમનાં ડિવાઇસના સુરક્ષિત ઉપયોગ વિષે ભલામણો આપે છે. જો તમને શંકા હોય કે iPhone અને MagSafe ઍક્સેસરિ તમારા મેડિકલ ડિવાઇસમાં દખલ કરી રહી છે તો આ પ્રૉડક્ટનો ઉપયોગ કરવાનું બંધ કરો.
ઇમ્પ્લાંટ કરેલા પેસમેકર અને ડિફિબ્રિલેટર જેવા મેડિકલ ડિવાઇસમાં એવા સેંસર હોઈ શકે છે જે ચુંબક અને રેડિઓ નજીકના સંપર્કમાં હોય ત્યારે તેને પ્રતિસાદ આપે છે. આ ડિવાઇસ સાથેના કોઈ પણ સંભવિત ઇંટરૅક્શનને ટાળવા માટે તમારા MagSafe સુસંગત iPhone મૉડલ અને MagSafe ઍક્સેસરિને તમારા ડિવાઇસથી સુરક્ષિત અંતર પર રાખો (6 ઇંચ/15 સેમીથી વધુ અથવા વાયરલેસ રીતે ચાર્જ કરતી વખતે 12 ઇંચ/30 સેમીથી વધુ પરંતુ ચોક્કસ નિર્દેશો માટે તમારા ડૉક્ટર અને તમારા ડિવાઇસ નિર્માતાનો સંપર્ક કરો).
મેડિકલ ડિવાઇસ નથી. iPhone મેડિકલ ડિવાઇસ નથી અને તેનો ઉપયોગ વ્યવસાયિક મેડિકલ નિર્ણયના વિકલ્પ તરીકે થવો જોઈએ નહિ. રોગ અથવા અન્ય પરિસ્થિતિઓના નિદાનમાં અથવા કોઈ પરિસ્થિતિ અથવા રોગના ઉપચાર, શમન, સારવાર અથવા નિવારણમાં ઉપયોગ કરવા માટે તે ડિઝાઇન કરવામાં આવ્યો નથી અથવા તે હેતુ માટે નથી. આરોગ્ય સંબંધિત કોઈ નિર્ણય લેવા માટે તમારા હેલ્થકેર પ્રોવાઇડરની સલાહ લો.
તબીબી પરિસ્થિતિ. જો તમારી કોઈ તબીબી પરિસ્થિતિ હોય અથવા iPhone કે ફ્લૅશિંગ લાઇટથી તેમને અસર થઈ શકે એવા લક્ષણો તમને અનુભવાય (ઉદાહરણ તરીકે આંચકો, બ્લેકઆઉટ, આંખનું તાણ અથવા માથાનો દુખાવો) તો iPhoneનો ઉપયોગ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.
વિસ્ફોટક અને અન્ય પર્યાવરણીય પરિસ્થિતિ. હવામાં જ્વલનશીલ રસાયણો, વરાળ અથવા રજકણ (જેમ કે અનાજ, ધૂળ અથવા ધાતુના પાઉડર)નું ઉચ્ચ પ્રમાણ હોય તેવા સંભવિત વિસ્ફોટક પર્યાવરણવાળા કોઈ પણ વિસ્તારમાં iPhoneને ચાર્જ કરવો અથવા તેનો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે. હીલિયમ જેવા બાષ્પીભવન થતા પ્રવાહીકૃત વાયુઓ સહિત ઔદ્યોગિક રસાયણોની ઊંચી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં iPhoneનો ઉપયોગ કરવાથી iPhoneની કાર્યક્ષમતાને નુકસાન પહોંચી શકે છે અથવા ખામી આવી શકે છે. તમામ સંકેત અને સૂચનાઓનું પાલન કરો.
પુનરાવર્તિત ગતિ. તમે iPhoneમાં ટાઇપ કરવા, સ્વાઇપ કરવા અથવા ગેમ રમવા જેવી પુનરાવર્તિત ઍક્ટિવિટી કરો છો ત્યારે તમને તમારી આંગળી, હાથ, કાંડા, ખભા, ગરદન અથવા શરીરના અન્ય ભાગોમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. જો તમે અસ્વસ્થતા અનુભવો છો તો iPhoneનો ઉપયોગ કરવાનું બંધ કરો અને ડૉક્ટરની સલાહ લો.
ગંભીર પરિણામવાળી ઍક્ટિવિટી. આ ડિવાઇસનો ઉપયોગ એવા હેતુ માટે નથી કે જ્યાં ડિવાઇસની નિષ્ફળતાને કારણે મૃત્યુ થઈ શકે, વ્યક્તિગત ઈજા થઈ શકે અથવા પર્યાવરણને ગંભીર નુકસાન થઈ શકે.
શ્વાસ રૂંધાવાનું જોખમ. અમુક iPhone ઍક્સેસરિ નાના બાળકો માટે શ્વાસ રૂંધાવાનું જોખમ રજૂ કરી શકે છે. આ ઍક્સેસરિને નાના બાળકોથી દૂર રાખો.
ઑસ્ટ્રેલિયાના ગ્રાહકો માટે ઑનલાઇન સુરક્ષા રિસોર્સ વેબસાઇટ જુઓ.