iPhone લૉક સ્ક્રીનમાંથી ફીચર ઍક્સેસ કરો
જ્યારે તમે iPhone ચાલુ અથવા સક્રિય કરો છો ત્યારે લૉક સ્ક્રીન દેખાય છે. લૉક સ્ક્રીન પરથી તમે સૂચના જોવી, કૅમેરા અને કંટ્રોલ સેંટર ખોલવું, તમારી મનપસંદ ઍપ્સની માહિતી એક નજરમાં મેળવવી, મીડિયા પ્લેબૅક કંટ્રોલ કરવું વગેરે કરી શકો છો.
તમે વૉલપેપર પસંદ કરીને, મનપસંદ ફોટો બતાવીને, સમયના ફૉન્ટ બદલીને, વિજેટ ઉમેરીને વગેરે દ્વારા તમારી લૉક સ્ક્રીનને પર્સનલાઇઝ કરી શકો છો. જુઓ : કસ્ટમ iPhone લૉક સ્ક્રીન બનાવો.

લૉક સ્ક્રીનમાંથી ફીચર અને માહિતી ઍક્સેસ કરો
જ્યારે iPhone લૉક હોય ત્યારે પણ તમે લૉક સ્ક્રીનમાંથી ઉપયોગી ફીચર અને માહિતીને ઝડપથી ઍક્સેસ કરી શકો છો.
લૉક સ્ક્રીન પર જાઓ અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :
કૅમેરા ખોલો : ડાબે સ્વાઇપ કરો. સપોર્ટેડ મૉડલ પર તમે
ટચ કરીને હોલ્ડ કરી શકો છો અને પછી તમારી આંગળી ઉપાડી શકો છો. (જુઓ : iPhoneના કૅમેરા ઍપની પાયાની બાબતો.)
કંટ્રોલ સેંટર ખોલો : ઉપરના જમણા ખૂણેથી નીચે સ્વાઇપ કરો (Face ID સાથેના iPhone પર) અથવા સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો (iPhoneનાં અન્ય મૉડલ પર). (જુઓ : iPhone પર કંટ્રોલ સેંટરનો ઉપયોગ અને કસ્ટમાઇઝ કરો.)
અગાઉની સૂચનાઓ જુઓ : સેંટરથી ઉપર તરફ સ્વાઇપ કરો. (જુઓ : iPhone પર સૂચનાઓ જુઓ અને તેનો જવાબ આપો.)
વધુ વિજેટ જુઓ : જમણે સ્વાઇપ કરો. (જુઓ : iPhone પર વિજેટ ઉમેરો, સંપાદિત કરો અને કાઢી નાખો.) તમે ટાસ્ક કરવા માટે લૉક સ્ક્રીન અને હોમ સ્ક્રીન પર વિજેટ સાથે ઇંટરૅક્ટ કરી શકો છો—ઉદાહરણ તરીકે રિમાઇંડર વિજેટમાં આઇટમને ચેક ઑફ કરવા માટે તેના પર ટૅપ કરો અથવા ઍપિસોડ પ્લે કરવા માટે પૉડકાસ્ટ વિજેટમાં પ્લે બટન પર ટૅપ કરો.
મીડિયા પ્લેબૅક કંટ્રોલ કરો : તમારા iPhone પર પ્લે થઈ રહેલા મીડિયા પ્લે કરવા, પૉઝ કરવા, રિવાઇંડ કરવા અથવા ફાસ્ટ ફૉરવર્ડ કરવા માટે લૉક સ્ક્રીન પર પ્લેબૅક કંટ્રોલ (હમણાં પ્લે થઈ રહેલ)નો ઉપયોગ કરો. (જુઓ : લૉક સ્ક્રીન પર લાઇવ ઍક્ટિવિટી જુઓ અને કંટ્રોલ કરો.)
લૉક સ્ક્રીનમાંથી તમે જે ઍક્સેસ કરી શકો છો તે પસંદ કરવા માટે iPhone પર લૉક સ્ક્રીન ફીચર ચાલુ કરો જુઓ.
લૉક સ્ક્રીન પર સૂચના પ્રિવ્યૂ બતાવો
સેટિંગ્સ
> સૂચનાઓ પર જાઓ.
“પ્રિવ્યૂ બતાવો” પર ટૅપ કરો અને પછી “હંમેશાં” ટૅપ કરો.
લૉક સ્ક્રીન પર તમે સૂચનાઓ કેવી રીતે પ્રદર્શિત કરવા માંગો છો તે પસંદ કરો :
ફક્ત સૂચનાઓની સંખ્યા જુઓ : સંખ્યા પર ટૅપ કરો.
ઍપ દ્વારા સ્ટૅકમાં ગ્રૂપ કરેલી સૂચનાઓ જુઓ : સ્ટૅક પર ટૅપ કરો.
લિસ્ટમાં સૂચનાઓ જુઓ : લિસ્ટ પર ટૅપ કરો.
લેઆઉટ બદલવા માટે તમે લૉક સ્ક્રીન પર સૂચનાઓને પિંચ કરી શકો છો.
સૂચના પ્રિવ્યૂમાં મેસેજની ટેક્સ્ટ, Mail મેસેજની લાઇન અને કૅલેંડર આમંત્રણની વિગતો સામેલ હોઈ શકે છે. જુઓ : iPhone પર સૂચનાઓ જુઓ અને તેનો જવાબ આપો.
લૉક સ્ક્રીન પર લાઇવ ઍક્ટિવિટી જુઓ અને કંટ્રોલ કરો
તમે તમારી લૉક સ્ક્રીન પર લાઇવ ઍક્ટિવિટી જોઈ શકો છો—જેમાં લાઇવ સ્પોર્ટ અપડેટ, ઑર્ડર અપડેટ અને મીડિયા પ્લેનો સમાવેશ થાય છે—જેથી તમે ભલે તમે આખી ઇવેંટ ન જોઈ શકો તો પણ તમારી લૉક સ્ક્રીન પર ફૉલો કરી શકો છો.
જ્યારે તમે તમારા iPhone પર સંગીત, મૂવિ અથવા અન્ય મીડિયા પ્લે કરો છો ત્યારે તમે તમારી લૉક સ્ક્રીન પર પ્લેબૅક કંટ્રોલ (અત્યારે પ્લે થઈ રહેલા)નો ઉપયોગ કરીને પ્લે, પૉઝ, રિવાઇંડ અને ફાસ્ટ-ફૉરવર્ડ કરી શકો છો.
તમે તમારા iPhoneની લૉક સ્ક્રીનમાંથી રિમોટ ડિવાઇસ (જેમ કે તમારું Apple TV અથવા HomePod ) પર મીડિયા પ્લેબૅકને પણ કંટ્રોલ કરી શકો છો.
