iPhone સેટિંગ્સને તેમનાં ડિફૉલ્ટ પર રીસેટ કરો
તમે તમારું કૉન્ટેંટ મિટાવ્યા વગર તમારા iPhoneનાં સેટિંગ્સને તેમનાં ડિફૉલ્ટ પર પાછા આવી શકો છો.
જો તમે તમારાં સેટિંગ્સ સેવ કરવા માંગો છો તો રિસેટ કરતા પહેલાં iPhoneનો બૅકઅપ લો ઉદાહરણ તરીકે, જો તમે સમસ્યાને હાલ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છો પરંતુ iPhoneને રીસેટ કરવાથી મદદ મળતી નથી તો તમારે બૅકઅપમાંથી તમારાં પાછલાં સેટિંગ્સને રિસ્ટોર કરવાની જરૂર પડી શકે છે.
સેટિંગ્સ
> સામાન્ય > iPhone ટ્રાંસફર અથવા રીસેટ કરો > રીસેટ કરો પર જાઓ.
ચેતવણી : જો તમે “તમામ કૉન્ટેંટ અને સેટિંગ્સ મિટાવો” વિકલ્પ પસંદ કરો છો તો તમારી તમામ કૉન્ટેંટ કાઢી નાખવામાં આવે છે. જુઓ : iPhoneનો ડેટા મિટાવી દો.
વિકલ્પ પસંદ કરો :
તમામ સેટિંગ્સ રીસેટ કરો : નેટવર્ક સેટિંગ્સ, કીબોર્ડ શબ્દકોશ, લોકેશન સેટિંગ્સ, પ્રાઇવસિ સેટિંગ્સ અને Apple Pay કાર્ડ સહિતના તમામ સેટિંગ્સ કાઢી નાખવામાં આવે છે અથવા તેમના ડિફૉલ્ટ પર રીસેટ કરવામાં આવે છે. કોઈ ડેટા કે મીડિયા ડિલીટ કરવામાં આવ્યા નથી.
નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરો : તમામ નેટવર્ક સેટિંગ્સ કાઢી નાખવામાં આવ્યાં છે. વધુમાં, સેટિંગ્સ > સામાન્ય > પરિચયમાં અસાઇન કરેલું ડિવાઇસનું નામ રીસેટ કરીને “iPhone” કરવામાં આવે છે અને મૅન્યુઅલ રીતે વિશ્વાસ મૂકેલાં સર્ટિફિકેટ (જેમ કે વેબસાઇટ માટે)ને બદલીને બિનવિશ્વાસપાત્ર તરીકે સેટ કરવામાં આવે છે.
મોબાઇલ ડેટા રોમિંગ પણ બંધ થઈ શકે છે. (જુઓ : iPhone પર મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો)
જ્યારે તમે નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરો છો ત્યારે અગાઉ ઉપયોગમાં લીધેલાં નેટવર્ક અને VPN સેટિંગ્સ કે જે કંફિગરેશન પ્રોફાઇલ અથવા મોબાઇલ ડિવાઇસ મૅનેજમેંટ (MDM) દ્વારા ઇંસ્ટૉલ કરેલાં ન હતાં તેને કાઢી નાખવામાં આવે છે. Wi-Fi બંધ કરવામાં આવે છે અને પછી ફરી ચાલુ થાય છે જેનાથી તમે જે કોઈ પણ નેટવર્ક પર છો તે નેટવર્ક પરથી ડિસ્કનેક્ટ થઈ જાવ છો. Wi-Fi અને “નેટવર્કમાં જોડાવા માટે પૂછો” સેટિંગ્સ ચાલુ રહે છે.
કંફિગરેશન પ્રોફાઇલ દ્વારા ઇંસ્ટૉલ કરવામાં આવેલાં VPN સેટિંગ્સ કાઢી નાખવા માટે સેટિંગ્સ > સામાન્ય > VPN & ડિવાઇસ મૅનેજમેંટ પર જાઓ, કંફિગરેશન પ્રોફાઇલ સિલેક્ટ કરો પછી “પ્રોફાઇલ કાઢી નાખો” પર ટૅપ કરો. આ પ્રોફાઇલ દ્વારા પ્રદાન કરવામાં આવતાં અન્ય સેટિંગ્સ અને અકાઉંટ પણ કાઢી નાખે છે. જુઓ : iPhone પર કંફિગરેશન પ્રોફાઇલ ઇંસ્ટૉલ કરો અથવા કાઢી નાખો.
MDM દ્વારા ઇંસ્ટૉલ કરવામાં આવેલાં નેટવર્ક સેટિંગ્સ કાઢી નાખવા માટે સેટિંગ્સ > સામાન્ય > VPN & ડિવાઇસ મૅનેજમેંટ પર જાઓ, મૅનેજમેંટ સિલેક્ટ કરો પછી “મૅનેજમેંટ કાઢી નાખો” પર ટૅપ કરો. આ MDM દ્વારા પ્રદાન કરવામાં આવતાં અન્ય સેટિંગ્સ અને સર્ટિફિકેટને પણ કાઢી નાખે છે. iPhone અને iPad માટે ડિપ્લૉઇમેંટ સદર્ભમાં “મોબાઇલ ડિવાઇસ મૅનેજમેંટ (MDM)” જુઓ.
કીબોર્ડ શબ્દકોશ રીસેટ કરો : તમે ટાઇપ કરો ત્યારે iPhone દ્વારા સૂચવેલા શબ્દોને નકારીને તમે કીબોર્ડ શબ્દકોશમાં શબ્દો ઉમેરો છો. કીબોર્ડ શબ્દકોશ રીસેટ કરવાથી તમે ઉમેરેલા શબ્દો જ મિટાવવામાં આવે છે.
હોમ સ્ક્રીન લેઆઉટ રીસેટ કરો : હોમ સ્ક્રીન પર બિલ્ટ ઇન ઍપ તેમના અસલ લેઆઉટ પર પરત લાવે છે.
લોકેશન & પ્રાઇવસિ રીસેટ કરો : લોકેશન સેવાઓ અને પ્રાઇવસિ સેટિંગ્સને તેમના ડિફૉલ્ટ પર રીસેટ કરે છે.
જો તમે તમારા iPhoneનો ડેટાને સંપૂર્ણપણે મિટાવી દેવા માંગો છો તો સેટિંગ્સનો ઉપયોગ કરીને iPhone પરનો ડેટા મિટાવો જુઓ.