iPhoneમાં નકશો ઍપમાં તમારા રૂટમાં સ્ટૉપ બદલો અથવા ઉમેરો
ડ્રાઇવિંગ અથવા સાયક્લિંગનાં દિશા નિર્દેશનોનું પાલન કરતી વખતે તમે તમારા રૂટમાં સ્ટૉપ માટે સ્થળો ઉમેરી શકો છો.
નોટ : ઘણાં સ્ટૉપ માટેનાં દિશા નિર્દેશનો સિલેક્ટ કરેલા દેશ અને વિસ્તારમાં ઉપલબ્ધ છે.
આરંભ પૉઇંટ અથવા ડેસ્ટિનેશન બદલવા માટે

તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
આરંભ પૉઇંટ અને ડેસ્ટિનેશનને સ્વિચ કરો : આરંભ લોકેશન માટે
ને ટચ અને હોલ્ડ કરીને પછી તેને ડ્રૅગ કરીને ડેસ્ટિનેશનની નીચે લઈ જાઓ.
અલગ આરંભ પૉઇંટ અથવા ડેસ્ટિનેશન પસંદ કરો : આરંભ અથવા ડેસ્ટિનેશન પર ટૅપ કરીને પછી અલગ લોકેશન શોધવા અને સિલેક્ટ કરવા સર્ચ ફીલ્ડનો ઉપયોગ કરો અથવા તાજેતરના સર્ચ પરિણામનો ઉપયોગ કરો.
ઘણાં સ્ટૉપવાળો ડ્રાઇવિંગ રૂટ બનાવવા માટે
તમે તમારા રૂટમાં વધુમાં વધુ 14 સ્ટૉપ ઉમેરી શકો છો.
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :
“સ્ટૉપ ઉમેરો” પર ટૅપ કરીને પછી તમે જે સ્થળ પર સ્ટૉપ થવા માંગો છો તે સર્ચ કરો.
નકશા પર ઝૂમ ઇન અને મુવ કરીને કોઈ સ્થળ પર ટૅપ કરો (ઉદાહરણ તરીકે કોઈ લેંડમાર્ક અથવા વ્યવસાય) પછી સ્થળ કાર્ડમાં “સ્ટૉપ ઉમેરો” પર ટૅપ કરો.
સ્ટૉપને ફરી ગોઠવવા માટે સ્ટૉપ માટે
ને ટચ અને હોલ્ડ કરીને પછી તેને ડ્રૅગ કરીને યાદીમાં નવી પોઝિશન પર લઈ જાઓ.
જો તમે હજુ સુધી “શરૂ કરો” પર ટૅપ કર્યું નથી તો સિલેક્ટ કરેલું સ્ટૉપ તમારા દિશા નિર્દેશનોમાં છેલ્લા ડેસ્ટિનેશન તરીકે દેખાશે.
ડ્રાઇવિંગ અથવા સાયક્લિંગનાં દિશા નિર્દેશનોનું પાલન કરતી વખતે સ્ટૉપ ઉમેરવા માટે
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
ડ્રાઇવિંગ અથવા સાયક્લિંગનાં દિશા નિર્દેશનો મેળવો પછી સ્ક્રીનમાં નીચે રૂટ કાર્ડ પર ટૅપ કરો.
“સ્ટૉપ ઉમેરો” પર ટૅપ કરીને પછી “શ્રેણી” પર ટૅપ કરો (અથવા જો ડ્રાઇવિંગ કરી રહ્યાં હોવ તો તમે જે સ્થળ પર સ્ટૉપ થવા માંગો છો તે સર્ચ કરો).
સ્ટૉપ માટે સ્થળ સિલેક્ટ કરીને પછી “ઉમેરો” અથવા “સ્ટૉપ ઉમેરો” પર ટૅપ કરો.
તમારો રૂટ અપડેટ કરવામાં આવ્યો છે અને પસંદ કરેલું ડેસ્ટિનેશન આગામી સ્ટૉપ છે.
જો તમે સાયક્લિંગ કરી રહ્યાં છો અને તમે લાંબો રસ્તો ન લેવાનું નક્કી કર્યું હોય તો સ્ક્રીનમાં ઉપર “રૂટ ફરી શરૂ કરો” પર ટૅપ કરો.
જો તમે હજુ સુધી “શરૂ કરો” પર ટૅપ કર્યું નથી તો સિલેક્ટ કરેલું સ્ટૉપ તમારા દિશા નિર્દેશનોમાં છેલ્લા ડેસ્ટિનેશન તરીકે દેખાશે. સ્ટૉપ માટે ને ટચ અને હોલ્ડ કરીને પછી તેને ડ્રૅગ કરીને તમારા છેલ્લા ડેસ્ટિનેશનની આગળ લઈ જાઓ.
તમારા ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનોમાંથી સ્ટૉપ ડિલીટ કરવા માટે
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
તમે “શરૂ કરો” પર ટૅપ કરો તે પહેલાં : તમે જે સ્ટૉપને ડિલીટ કરવા માંગો છો તેના પર ડાબી બાજુ સ્વાઇપ કરો પછી “ડિલીટ કરો” પર ટૅપ કરો.
તમે “શરૂ કરો” પર ટૅપ કરો તે પછી : સ્ક્રીનમાં નીચે રૂટ કાર્ડ પર ટૅપ કરીને પછી સ્ટૉપની બાજુમાં
પર ટૅપ કરો.
તમે પહોંચો તે પહેલાં દિશા નિર્દેશનોને સમાપ્ત કરવા માટે
Siri : આવું કંઈક કહો : “Stop navigating.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
અથવા Siriનો ઉપયોગ કર્યા વગર :
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
સ્ક્રીનમાં નીચે કાર્ડ પર ટૅપ કરો અને પછી “રૂટ સમાપ્ત કરો” પર ટૅપ કરો.
નોટ : ઘણાં સ્ટૉપ માટેનાં દિશા નિર્દેશનો સિલેક્ટ કરેલા દેશ અને વિસ્તારમાં ઉપલબ્ધ છે.