iPhoneમાં FaceTime કૉલમાં રિમોટ કંટ્રોલની વિનંતી કરો અથવા આપો
આમને-સામને FaceTime વીડિયો અથવા ઑડિઓ કૉલ દરમિયાન તમે બીજાની સ્ક્રીનને રિમોટલી કંટ્રોલ કરી શકો છો અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારી સ્ક્રીન રિમોટલી કંટ્રોલ કરવાની અનુમતિ આપી શકો છો. સ્ક્રીનને કંટ્રોલ કરતી વ્યક્તિ સમસ્યામાં મદદ કરી શકે છે અથવા ઍપનો ઉપયોગ કેવી રીતે કરવો તે દર્શાવી શકે છે.
નોટ : કોઈ તમારી સ્ક્રીનને રિમોટલી કંટ્રોલ કરી શકે તે પહેલાં તેમને તમારા સંપર્કમાં સેવ કરવા આવશ્યક છે. તમારો ડેટા અને પ્રાઇવસિને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે રિમોટ કંટ્રોલની વિનંતી પર વધારાના પ્રતિબંધ લાગુ થઈ શકે છે.
રિમોટ કંટ્રોલની વિનંતી કરો
તમે તમારી સાથે શેર કરવામાં આવી રહેલી iPhone સ્ક્રીનના કંટ્રોલ માટે વિનંતી કરી શકો છો.
નોટ : તમારા અને અન્ય સહભાગી બંને પાસે iOS 18 અથવા તે પછીનું વર્ઝન હોવું જરૂરી છે.
તમારા iPhoneમાં
FaceTime ઍપમાં શેર કરેલી સ્ક્રીન બતાવતી વિંડો પર ટૅપ કરો.
પર ટૅપ કરો.
જો અન્ય સહભાગી તમારી વિનંતી સ્વીકારે છે તો તમે શેર કરેલી સ્ક્રીન પર ટૅપ અથવા સ્વાઇપ કરી શકો છો. તમે ઍપ્સમાં પણ ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરી શકો છો.
રિમોટ કંટ્રોલ કરવાની વિનંતી સ્વીકારો
જો સહભાગી iOS 18, iPadOS 18, અથવા તેના પછીના વર્ઝનવાળા iPhone અથવા iPadનો ઉપયોગ કરી રહ્યાં હોય તો તે તમારી સ્ક્રીનને રિમોટલી કંટ્રોલ કરવાની વિનંતી કરી શકે છે.
જ્યારે તમને તમારા iPhoneમાં FaceTime ઍપમાં સૂચનામાં રિમોટ કંટ્રોલ આપવાની વિનંતી મળે ત્યારે “અનુમતિ આપો” પર ટૅપ કરો.
ચેતવણી : સ્ક્રીનને રિમોટલી કંટ્રોલ કરી રહેલી વ્યક્તિ તમારા iPhoneમાં ઍપ્સ ખોલવી અને બંધ કરવી, સેટિંગ્સ બદલવાં, આઇટમ ડિલીટ કરવી અથવા મેસેજ મોકલવા જેવાં કાર્યો કરી શકે છે. માત્ર તમારા વિશ્વાસપાત્ર લોકોની જ રિમોટ કંટ્રોલ વિનંતી મંજૂર કરો.
તમારી સ્ક્રીન રિમોટલી કંટ્રોલ કરી રહેલી વ્યક્તિને તમારા Apple અકાઉંટ અથવા Face ID સેટિંગ્સ બદલવાં, ચુકવણી કરવી અથવા તમારા ડિવાઇસને મિટાવી દેવા જેવાં કાર્યોથી કરવાથી પ્રતિબંધિત કરવામાં આવી શકાય છે. રિમોટ કંટ્રોલ સેશન દરમિયાન તમારું Face ID અને Touch ID અક્ષમ કરવામાં આવશે.
જ્યારે તમારી સ્ક્રીનને રિમોટલી કંટ્રોલ કરવામાં આવી રહી હોય ત્યારે પણ તમે ટૅપ કરી શકો છો, સ્વાઇપ કરી શકો છો અથવા ટાઇપ કરી શકો છો—તમારી ઍક્શનને રિમોટથી કરવામાં આવતી ઍક્શન કરતાં વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે.
રિમોટ કંટ્રોલની વિનંતી નકારો
જ્યારે તમને તમારા iPhoneમાં FaceTime ઍપમાં સૂચનામાં રિમોટ કંટ્રોલ આપવાની વિનંતી મળે તો “અનુમતિ આપશો નહિ” પર ટૅપ કરો. સ્ક્રીન શેરિંગ ચાલુ રહે છે અને અન્ય સહભાગીઓ હજુ પણ મહત્ત્વપૂર્ણ ભાગને હાઇલાઇટ કરવા માટે તમારી સ્ક્રીન પર ટૅપ કરી શકે છે, તેના પર દોરી શકે છે અથવા લખી શકે છે.
રિમોટ કંટ્રોલ રોકો
તમે ગમે ત્યારે રિમોટ કંટ્રોલને સમાપ્ત કરી શકો છો. નીચેનામાંથી કોઈ પણ એક કરો :
જો તમે કોઈને તમારી સ્ક્રીનને કંટ્રોલ કરવાની અનુમતિ આપી છે તો : સ્ક્રીન શેરિંગ વિંડોમાં નીચે “રોકો” પર ટૅપ કરો.
જો તમે કોઈની સ્ક્રીનને કંટ્રોલ કરી રહ્યા છો તો : સ્ક્રીન શેરિંગ વિંડોમાં નીચે
પર ટૅપ કરો.
FaceTime કૉલને સમાપ્ત કરવાથી રિમોટ કંટ્રોલ અને સ્ક્રીન શેરિંગ પણ સમાપ્ત થાય છે.
રિમોટ કંટ્રોલ તમામ દેશો અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચરની ઉપલબ્ધતા જુઓ