CarPlay સાથે અન્ય ઍપ્સનો ઉપયોગ કરવો
યાદગીરી, ઘડિયાળ, હવામાન વગેરે સહિત iPhone પરની ઘણી ઍપ્સને ઍક્સેસ કરવા માટે તમે CarPlay સાથે Siriનો ઉપયોગ કરી શકો છો.
Siri : આવું કંઈક કહો :
“Remind me to pack an umbrella when I get home”
“Add milk to my grocery list”
“Set my alarm for 6:00 a.m. tomorrow”
“What’s the weather for today?”
Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો
CarPlay સિલેક્ટ કરેલી તૃતીય પક્ષ ઍપ્સ સાથે કામ કરે છે જે તમે તમારા iPhone પર ડાઉનલોડ કરો છો. ઑડિઓ સહિત—સુસંગત ઍપ્સ, નૅવિગેશન, મેસેજિંગ અને વૉઇસ કૉલિંગ ઍપ્સ અને તમારા વાહન નિર્માતા દ્વારા બનાવવામાં આવેલી ઍપ્સ સહિત—CarPlay હોમ પર ઑટોમૅટિક રીતે દેખાય છે અને તેને Siriથી કંટ્રોલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમે તમારી મનપસંદ નૅવિગેશન ઍપ દ્વારા દિશા નિર્દેશ આપવા માટે Siriનો ઉપયોગ કરી શકો છો. CarPlay EV ચાર્જિંગ, પાર્કિંગ અને ઝડપી ફૂડ ઓર્ડર કરવા માટે વધારાની તૃતીય પક્ષ ઍપ્સ સાથે પણ કામ કરે છે.
નોટ : સુસંગત થર્ડ પાર્ટી નૅવિગેશન ઍપ્સ ઉપયોગમાં હોય ત્યારે CarPlay ડૅશબોર્ડ પર દેખાય છે. જ્યારે તમે સક્રિય રીતે નૅવિગેટ કરતા નથી અથવા જો તમે એકથી વધુ ઍપનો ઉપયોગ કરીને નૅવિગેટ કરી રહ્યાં હોવ તો CarPlay ડૅશબોર્ડ ઉપયોગમાં લેવાતી છેલ્લી સુસંગત નૅવિગેશન ઍપ પ્રદર્શિત કરે છે.