iPhone પર VoiceOverથી તમારી આસપાસનાં લાઇવ વર્ણન મેળવો
જો તમે દૃષ્ટિહીન છો અથવા તમને ઓછું દેખાતું હોય તો તમે તમારી આસપાસના વિસ્તારને સ્કૅન કરવા અને કૅમેરા વ્યૂમાં ડિટેક્ટ થયેલા સીનનું લાઇવ વર્ણન મેળવવા માટે iPhoneમાં VoiceOver ઓળખનો ઉપયોગ કરી શકો છો. ઍક્સેસિબિલિટીની માહિતી પ્રદાન ન કરતી ઍપ્સમાં અને વેબપેજ પર પણ તમે ઑનસ્ક્રીન ઇમેજ અને યૂઝર ઇંટરફેસ એલિમેંટનાં વર્ણન મેળવી શકો છો.
મહત્ત્વપૂર્ણ : તમને નુકસાન કે ઈજા પહોંચી શકે, ભારે જોખમભરી સ્થિતિ હોય, નૅવિગેશન કરવાનું હોય અથવા નિદાન કરવાનું હોય અથવા કોઈ પણ તબીબી સમસ્યાની સારવાર કરાવવાની હોય તેવા સંજોગોમાં તમારે VoiceOverની ઓળખ પર ભરોસો કરવો જોઈએ નહિ.
તમારી આસપાસનાં લાઇવ વર્ણન મેળવો
“લાઇવ ઓળખ” શરૂ કરવા માટે VoiceOver ચાલુ હોય ત્યારે ચાર આંગળીથી સ્ક્રીન પર ટ્રિપલ-ટૅપ કરો.
તમે VoiceOver દ્વારા જે દૃશ્યો, લોકો, દરવાજા, ફર્નિચર અથવા ટેક્સ્ટ જેવા પ્રકારની વિઝ્યુઅલ માહિતીનું વર્ણન ઇચ્છતા હોવ તેને પસંદ કરો. સ્ક્રીનમાં નીચે શ્રેણી પસંદ કરો પછી તેને ચાલુ અથવા બંધ કરવા માટે ડબલ-ટૅપ કરો. જો તમે પૉઇંટ કરો અને સાંભળો ચાલુ કરો તો ટેક્સ્ટ પર તમારી આંગળી પૉઇંટ કરી શકો છો અને VoiceOverને મોટેથી વાંચવાની અનુમતિ આપી શકો છો.
નોટ : લોકો, દરવાજા અને ફર્નિચરની ઓળખ માત્ર iPhoneનાં સપોર્ટેડ મૉડલ પર ઉપલબ્ધ છે.
iPhoneનો રીઅર કૅમેરા તમારી આસપાસ જે કંઈ હોય તેને ડિટેક્ટ કરી શકે એવી રીતે તેને રાખો. VoiceOver જે કંઈ ડિટેક્ટ કરે તેનું વર્ણન કરે છે.
VoiceOver સ્પીચ અટકાવવા અને આગળની ડિટેક્ટ કરેલી આઇટમ પર મુવ કરવા માટે સ્ક્રીન પર બે આંગળીથી ટૅપ કરો.
લાઇવ ઓળખ બંધ કરવા માટે સ્ક્રીન પર ચાર આંગળીથી ટ્રિપલ-ટૅપ કરો. અથવા જો VoiceOver કર્સર લાઇવ ઓળખ માટે ઇંટરફેસ એલિમેંટ પર ફોકસ કરેલું હોય તો બે-આંગળીથી સ્ક્રબ કરો (“z” આકારમાં બે આંગળી ઝડપથી ત્રણ વાર આગળ-પાછળ મુવ કરો).
ટિપ : તમે લાઇવ ઓળખ ઝડપથી શરૂ કરવા અને રોકવા માટે પણ શૉર્ટકટ સેટ અપ કરી શકો છો. જુઓ : લાઇવ ઓળખ માટે શૉર્ટકટ સેટ અપ કરો.
તમે સીન, લોકો વગેરેને ડિટેક્ટ અને વર્ણન કરવા માટે પણ મૅગ્નિફાયર ઍપમાં ડિટેક્શન મોડનો ઉપયોગ કરી શકો છો. જુઓ : મૅગ્નિફાયરથી તમારી આસપાસની વિઝ્યુઅલ માહિતીનાં લાઇવ વર્ણન મેળવો.
લાઇવ ઓળખ સેટિંગ્સ બદલવા માટે મૅગ્નિફાયર ઍપ પર જાઓ,
પર ટૅપ કરો પછી ડિટેક્ટ પર ટૅપ કરો. સીન, લોકો, દરવાજા, ફર્નિચર, ટેક્સ્ટ અથવા પૉઇંટ કરો અને સાંભળો પર ટૅપ કરો.
ઍપ્સમાં રહેલી અને વેબ પરની ઇમેજનું વર્ણન મેળવો
VoiceOver ઓળખથી તમે ઍપમાં અને વેબપેજ પર ઇમેજમાં લોકો, ઑબજેક્ટ અને ટેક્સ્ટ દ્વારા ઍક્સેસિબિલિટીની માહિતી આપવામાં ન આવી હોય તો પણ તેનાં વર્ણન મળવી શકો છો. અન્ય ઑબજેક્ટના સંદર્ભમાં કોઈ વ્યક્તિની સ્થિતિ શોધવા માટે તમે તમારી આંગળીને ફોટો પર મુવ કરી શકો છો અથવા સૂચિબદ્ધ ઑર્ડર આઇટમમાં ન્યૂટ્રિશન લેબલ અને રસીદો નૅવિગેટ કરી શકો છો.
સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > VoiceOver > VoiceOver ઓળખ પર જાઓ અને પછી “ઇમેજનું વર્ણન” ચાલુ કરો.
ઇમેજમાં મળેલી ટેક્સ્ટનું વર્ણન મેળવવા માટે ટેક્સ્ટ ઓળખ ચાલુ કરો.
ફોટોસ અથવા
Safari જેવી ઍપ પર જાઓ પછી ઇમેજ સિલેક્ટ કરો.
વધુ વિકલ્પો સાંભળવા માટે ઉપર સ્વાઇપ કરો પછી જ્યારે તમને “ઇમેજ એક્સપ્લોર કરો” સંભળાય ત્યારે ડબલ-ટૅપ કરો
દરેક ઑબજેક્ટની સ્થિતિ શોધવા માટે તમારી આંગળીને ઇમેજની આસપાસ મુવ કરો.
તમે માર્કઅપથી તમારી ઇમેજમાં કસ્ટમ વર્ણન ઉમેરી શકો છો.
નોટ : ઇમેજનું વર્ણન તમામ ભાષાઓમાં ઉપલબ્ધ નથી. જુઓ : iOS અને iPadOS 18 ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ.
યૂઝર ઇંટરફેસ એલિમેંટનાં વર્ણન મેળવવા માટે
VoiceOver ઓળખથી તમે ઍપ્સમાં અને વેબપેજમાં યૂઝર ઇંટરફેસ એલિમેંટ દ્વારા ઍક્સેસિબિલિટીની માહિતી ન આપવામાં આવી હોય તો પણ તેનાં વર્ણન મેળવી શકો છો.
સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > VoiceOver > VoiceOver ઓળખ પર જાઓ.
સ્ક્રીન ઓળખ ચાલુ કરો.