iPhone પર પૉડકાસ્ટ ટ્રાંસક્રિપ્ટ જુઓ
પૉડકાસ્ટ ઍપમાં તમે ઍપિસોડ ટ્રાંસક્રિપ્ટ જોઈ અને સર્ચ કરી શકો છો.

ઍપિસોડ ટ્રાંસક્રિપ્ટ ઉપલબ્ધ હોય ત્યારે તમે તેને વાંચી શકો છો.
તમારા iPhone પર
પૉડકાસ્ટ ઍપ પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ઍપિસોડ પ્લે કરતી વખતે :
પર ટૅપ કરો. (“હમણાં પ્લે થાય છે” ખોલવા માટે તમારે સ્ક્રીનમાં નીચે બાજુમાં રહેલા પ્લેયર પર ટૅપ કરવાની જરૂર પડી શકે છે.)
ઍપિસોડની માહિતી જોતી વખતે : ટ્રાંસક્રિપ્ટ સેક્શનમાં નીચે સ્ક્રોલ કરો. તમે
પર પણ ટૅપ કરી શકો છો અને પછી “ટ્રાંસક્રિપ્ટ જુઓ” પર ટૅપ કરો.
“હવે પછીના” સેક્શનમાંથી :
પર ટૅપ કરો અને પછી “ટ્રાંસક્રિપ્ટ જુઓ” પર ટૅપ કરો.
તમે ઍપિસોડને પ્લે કરતી વખતે તેની સાથે વાંચી શકો છો. ઍપિસોડમાં તે સમય પર જંપ કરવા માટે શબ્દ પર ટૅપ કરો. ચોક્કસ શબ્દ અથવા શબ્દસમૂહ શોધવા માટે પર ટૅપ કરો.
નોટ : ભાષા અને દેશ અથવા પ્રદેશ મુજબ ટ્રાંસક્રિપ્ટ ઉપલબ્ધતા બદલાઈ શકે છે. જુઓ : Apple સપોર્ટ લેખ iPhone અને iPad પર Apple પૉડકાસ્ટમાં શો ફૉલો અને પ્લે કરો.