iPhoneમાં તમારાં કૅલેંડર સેટિંગ્સ બદલો
કૅલેંડર ઍપમાં તમે iCloud, Google, Microsoft Exchange અને Yahoo જેવા ઘણાં અકાઉંટ ઉમેરી શકો છો. નવી ઇવેંટ બનાવવામાં અને તમારા કૅલેંડરને તમારા માટે શ્રેષ્ઠ હોય તે રીતે ડિસ્પ્લે કરવામાં સરળતા માટે તમે ડિફૉલ્ટ સેટિંગ્સ બદલી શકો છો. ઉદાહરણ તરીકે તમે નવી ઇવેંટ માટે ડિફૉલ્ટ કૅલેંડર પસંદ કરવું, નવી ઇવેંટની અવધિ બદલવી વગેરે કરી શકો છો.
iCloud, Google, Exchange અથવા Yahoo કૅલેંડર અકાઉંટ સેટ અપ કરવા માટે
સેટિંગ્સ
> ઍપ્સ > કૅલેંડર પર જાઓ.
કૅલેંડર અકાઉંટ > અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
“મેલ સેવા” (ઉદાહરણ તરીકે iCloud, Microsoft Exchange અથવા Google) પર ટૅપ કરો અને પછી સાઇન ઇન કરો.
“અન્ય” પર ટૅપ કરીને “CalDAV અકાઉંટ ઉમેરો” અથવા “સબ્સ્ક્રાઇબ કરેલું કૅલેંડર ઉમેરો” પર ટૅપ કરો અને પછી તમારા સર્વર અને અકાઉંટની માહિતી એંટર કરો.
CalDAV અકાઉંટ ઉમેરવા માટે
સેટિંગ્સ
> ઍપ્સ > કૅલેંડર પર જાઓ.
કૅલેંડર અકાઉંટ > અકાઉંટ ઉમેરો પર ટૅપ કરો.
“અન્ય” પર ટૅપ કરો અને પછી “CalDAV અકાઉંટ ઉમેરો” પર ટૅપ કરો.
તમારા સર્વર અને અકાઉંટની માહિતી એંટર કરો.
ડિફૉલ્ટ કૅલેંડર પસંદ કરો
જો તમારી પાસે ઘણાં કૅલેંડર હોય તો તમે ડિફૉલ્ટ કૅલેંડર પસંદ કરી શકો છો અને તમે બનાવેલી કોઈ પણ નવી ઇવેંટ ઑટોમૅટિક રીતે તે કૅલેંડરમાં ઉમેરાઈ જાય છે.
સેટિંગ્સ
> ઍપ્સ > કૅલેંડર પર જાઓ.
“ડિફૉલ્ટ કૅલેંડર” પર ટૅપ કરો અને પછી તમે જે કૅલેંડરનો તમારા ડિફૉલ્ટ કૅલેંડર તરીકે ઉપયોગ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.
નોટ : તમે હંમેશાં ઇવેંટ બનાવ્યા પછી તેને અલગ કૅલેંડરમાં મુવ કરી શકો છો. ઘણાં કૅલેંડરના ઉપયોગ વિષે વધુ જાણવા માટે ઘણાં કૅલેંડર સેટ અપ કરો જુઓ.
ડિફૉલ્ટ ઇવેંટ સેટિંગ્સ સેટ કરો
તમે કૅલેંડર ઇવેંટ માટે ડિફૉલ્ટ સેટિંગ્સ બદલી શકો છો, જેમ કે નવી ઇવેંટની અવધિ, આગામી ઇવેંટ માટે નીકળવાનો સમય થાય ત્યારે અલર્ટ મેળવવું આવે કે નહિ વગેરે.
સેટિંગ્સ
> ઍપ્સ > કૅલેંડર પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
વિવિધ પ્રકારની ઇવેંટ માટે ક્યારે અલર્ટ મેળવવું તે પસંદ કરવા માટે : “ડિફૉલ્ટ અલર્ટ સમય” પર ટૅપ કરીને જન્મદિવસ, ઇવેંટ અથવા આખા દિવસની ઇવેંટ પર ટૅપ કરો અને પછી વિકલ્પ પસંદ કરો.
આગામી ઇવેંટ માટે નીકળવાનો સમય થાય ત્યારે અલર્ટ મેળવવું કે નહિ તે પસંદ કરવા માટે : “ડિફૉલ્ટ અલર્ટ સમય” પર ટૅપ કરો અને “નીકળવાનો સમય” ચાલુ અથવા બંધ કરો.
નવી ઇવેંટની ડિફૉલ્ટ અવધિ બદલવા માટે : “નવી ઇવેંટની અવધિ” પર ટૅપ કરો પછી સમય પસંદ કરો.
જ્યારે તમે નવી ઇવેંટ બનાવો છો ત્યારે કૅલેંડર લોકેશન સૂચવે કે નહિ તે પસંદ કરવા માટે : “લોકેશન સૂચનો” ચાલુ અથવા બંધ કરો.
તમારું કૅલેંડર ડિસ્પ્લે થવાની રીત બદલવા માટે
તમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ હોય તેવી માહિતીને હાઇલાઇટ કરવામાં મદદ મળે તે માટે તમે તમારું કૅલેંડર ડિસ્પ્લે થવાની રીતને કસ્ટમાઇઝ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે કયા દિવસથી અઠવાડિયું શરૂ કરવા ઇચ્છો છો તે પસંદ કરવાનું, ચાઇનીઝ, હિબ્રુ અથવા ઇસ્લામિક કૅલેંડર (ગ્રિગૉરિઅન કૅલેંડરની સાથે) ડિસ્પ્લે કરવાનું વગેરે કરી શકો છો.
સેટિંગ્સ
> ઍપ્સ > કૅલેંડર પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ચાઇનીઝ, હિબ્રુ અથવા ઇસ્લામિક કૅલેંડર ડિસ્પ્લે કરવા માટે : “વૈકલ્પિક કૅલેંડર” પર ટૅપ કરો અને પછી કૅલેંડર પસંદ કરો.
વર્ષના દરેક અઠવાડિયાંની બાજુમાં અઠવાડિયાંનો ક્રમ ડિસ્પ્લે કરવા માટે : અઠવાડિયાંનો ક્રમ ચાલુ કરો.
અઠવાડિયાંના વ્યૂમાં વર્તમાન દિવસને પ્રથમ દિવસ તરીકે બતાવો : “અઠવાડિયાંનો વ્યૂ આજથી શરૂ થાય છે” પર ટૅપ કરો.
અઠવાડિયાની શરૂઆત કરવા માટે અલગ દિવસ પસંદ કરવા માટે : “અઠવાડિયું શરૂ કરો” પર ટૅપ કરો અને પછી દિવસ પર ટૅપ કરો.
કૅલેંડરનો ઉપયોગ કરવાની તમારી રીતના આધારે તમે Siriને તમામ ઍપમાં સૂચનો આપવાની અનુમતિ આપી શકો છો. સેટિંગ્સ > ઍપ્સ > કૅલેંડર પર જઈને “Siri” પર ટૅપ કરો અને “આ ઍપમાંથી જાણો” ચાલુ કરો. તમે કૅલેંડરનાં સૂચનો અને કૉન્ટેંટને સર્ચ, વિજેટ અને સૂચના તરીકે બતાવવાની અનુમતિ પણ આપી શકો છો.