iPhoneમાં News ઍપમાં અલગ-અલગ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવાની રીત
Apple News+ને સબ્સ્ક્રાઇબ કરવા ઉપરાંત તમે સિલેક્ટ કરેલા પ્રકાશકોનાં વ્યક્તિગત પ્રકાશનોને સબ્સ્ક્રાઇબ કરી શકો છો. News ઍપમાં આ સબ્સ્ક્રિપ્શનને ઍક્સેસ કરવાની ત્રણ રીત છે :
News ઍપમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે : તમે News ઍપમાં સબ્સ્ક્રિપ્શનને સીધું જ ખરીદી શકો છો. સબ્સ્ક્રિપ્શન ઑફર કરતી ચૅનલમાં “સબ્સ્ક્રિપ્શન” બટન પર ટૅપ કરો.
પ્રકાશકની ઍપમાંથી ખરીદેલા ઉપલબ્ધ સબ્સ્ક્રિપ્શનનો ઍક્સેસ : જો તમે App Store પરથી કોઈ પ્રકાશકની ઍપ ડાઉનલોડ કરી હોય અને તમે ઍપમાં ખરીદીઓ તરીકે ખરીદેલા સબ્સ્ક્રિપ્શન પણ News ઍપમાં ઉપલબ્ધ હોય તો તમને News ઍપમાં ઑટોમૅટિક રીતે ઍક્સેસ આપવામાં આવશે. જુઓ : Apple સપોર્ટ લેખ ઍપમાં ખરીદી અને સબ્સ્ક્રિપ્શન સાથે વધારાનાં ઍપ ફીચર ખરીદો.
પ્રકાશક પાસેથી ખરીદેલા ઉપલબ્ધ સબ્સ્ક્રિપ્શનને ઍક્સેસ કરવા માટે : જો તમે પ્રકાશકની વેબસાઇટ પરથી અથવા પ્રકાશકની ઍપમાંથી Apple ડિવાઇસ સિવાયના ડિવાઇસ પર સીધું સબ્સ્ક્રિપ્શન ખરીદ્યું હોય તો પ્રકાશક તમને ત્યાં તમારા સબ્સ્ક્રિપ્શનને ઍક્સેસ કરવા માટે News ઍપમાં તમારા અકાઉંટમાં સાઇન ઇન કરવાની અનુમતિ આપી શકે છે.
સાઇન ઇન કરવા માટે એવી સ્ટોરી પર ટૅપ કરો જેને વાંચવા માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર હોય પછી “પહેલેથી જ સબ્સ્ક્રાઇબ કરેલ” લિંક પર ટૅપ કરો. તમારા ઉપલબ્ધ સબ્સ્ક્રિપ્શન માટે યૂઝર નેમ અને પાસવર્ડ એંટર કરો.
જ્યારે તમે કોઈ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે તમે તેને ઑટોમૅટિક રીતે ફૉલો કરો છો અને ચૅનલની સ્ટોરી “આજે”ના ફીડમાં દેખાય છે.
સબ્સ્ક્રિપ્શન રદ કરવા માટે “ફૉલો કરો છો” ટૅબ પર ટૅપ કરો, ઉપર સ્વાઇપ કરો, “હેડિંગ મૅનેજ કરો”ની નીચે “સબ્સ્ક્રિપ્શન” પર ટૅપ કરો, સબ્સ્ક્રિપ્શન સિલેક્ટ કરો પછી “સબ્સ્ક્રિપ્શન રદ કરો” પર ટૅપ કરો.