iPhoneની સ્ક્રીન પર ઝૂમ ઇન કરો
ઘણી ઍપ્સમાં તમે ચોક્કસ આઇટમને ઝૂમ ઇન અથવા ઝૂમ આઉટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે ફોટોસમાં નજીકથી જોવા માટે અથવા Safariમાં વેબપેજ કૉલમ એક્સપૅન્ડ કરવા માટે ડબલ-ટૅપ અથવા પિંચ કરી શકો છો. તમે ગમે તે કરી રહ્યાં હોવ તો પણ સ્ક્રીનને મૅગ્નિફાઈ કરવા માટે પણ ઝૂમ ફીચરનો ઉપયોગ કરી શકો છો. તમે આખી સ્ક્રીન (ફુલ સ્ક્રીન ઝૂમ)ને મૅગ્નિફાઈ કરી શકો છો અથવા રીસાઇઝ કરી શકાય તેવા લેંસ (વિંડો ઝૂમ)થી સ્ક્રીનના માત્ર એક ભાગને મૅગ્નિફાઈ કરી શકો છો. અને તમે VoiceOver સાથે “ઝૂમ”નો ઉપયોગ કરી શકો છો.

ઝૂમ સેટ અપ કરવા માટે
સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી >ઝૂમ પર જાઓ અને પછી ઝૂમ ચાલુ કરો.
નીચેનામાંથી કોઈ પણ એક ઍડજસ્ટ કરો :
ફોકસને અનુસરવા માટે : તમારાં સિલેક્શન, ટેક્સ્ટ ઇંસર્શન પૉઇંટ અને તમારું ટાઇપિંગ ટ્રૅક કરો.
સ્માર્ટ ટાઇપિંગ : કીબોર્ડ દેખાય ત્યારે વિંડો ઝૂમ પર સ્વિચ કરો.
કીબોર્ડ શૉર્ટકટ : એક્સટર્નલ કીબોર્ડ પર શૉર્ટકટનો ઉપયોગ કરીને ઝૂમ કંટ્રોલ કરો.
ઝૂમ કંટ્રોલર : કંટ્રોલર ચાલુ કરો, કંટ્રોલર ઍક્શન સેટ કરો અને રંગ અને અપારદર્શકતા ઍડજસ્ટ કરો.
વિસ્તાર ઝૂમ કરવા માટે : ફુલ સ્ક્રીન ઝૂમ અથવા વિંડો ઝૂમ પસંદ કરો.
ઝૂમ ફિલ્ટર : “એકે નહિ”, “ઇંવર્ટેs”, “ગ્રેસ્કેલ”, “ગ્રેસ્કેલ ઇંવર્ટેડ” અથવા “લો લાઇટ” પસંદ કરો.
મહત્તમ ઝૂમ લેવલ : લેવલ ઍડજસ્ટ કરવા માટે સ્લાઇડરને ડ્રૅગ કરો.
જો તમે પૉઇંટર ડિવાઇસ સાથે iPhoneનો ઉપયોગ કરો છો તો તમે નીચે આપેલા પૉઇંટર કંટ્રોલને પણ સેટ કરી શકો છો :
ઝૂમ પૅન : પૉઇંટર સાથે સ્ક્રીન ઇમેજ મુવ થવાની રીત સેટ કરવા માટે સતત, મધ્યવર્તી અથવા ધાર પર પસંદ કરો.
ઝૂમથી સાઇઝ ઍડજસ્ટ કરવા માટે : પૉઇંટરને ઝૂમ સાથે સ્કેલ કરવાની અનુમતિ આપો.
ઍક્સેસિબિલિટી શૉર્ટકટમાં ઝૂમ ઉમેરવા માટે સેટિંગ્સ > ઍક્સેસિબિલિટી > ઍક્સેસિબિલિટી શૉર્ટકટ પર જાઓ અને પછી ઝૂમ પર ટૅપ કરો.
ઝૂમનો ઉપયોગ કરવા માટે
ઝૂમ ચાલુ કરવા માટે ત્રણ આંગળીથી સ્ક્રીન પર ડબલ-ટૅપ કરો અથવા ઍક્સેસિબિલિટી શૉર્ટકટનો ઉપયોગ કરો.
સ્ક્રીનનો વધુ ભાગ જોવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :
મૅગ્નિફિકેશન ઍડજસ્ટ કરવા માટે : ત્રણ આંગળીથી સ્ક્રીન પર ડબલ-ટૅપ કરો (બીજી વાર ટૅપ કર્યા બાદ તમારી આંગળીને ઉંચક્યા વગર) પછી ઉપર અથવા નીચે ડ્રૅગ કરો. અથવા ત્રણ આંગળીથી ટ્રિપલ ટૅપ કરો અને પછી ઝૂમ લેવલ સ્લાઇડરને ડ્રૅગ કરો.
ઝૂમ લેંસ મુવ કરવા માટે : (વિંડો ઝૂમ) ઝૂમ લેંસના નીચેના ભાગે હૅન્ડલને ડ્રૅગ કરો.
બીજા વિસ્તારમાં પૅન કરવા માટે : (ફુલ સ્ક્રીન ઝૂમ) ત્રણ આંગળીથી સ્ક્રીનને ડ્રૅગ કરો.
ઝૂમ મેન્યૂથી સેટિંગ્સ ઍડજસ્ટ કરવા માટે ત્રણ આંગળીથી ટ્રિપલ-ટૅપ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક ઍડજસ્ટ કરો :
વિસ્તાર પસંદ કરવા માટે : ફુલ સ્ક્રીન ઝૂમ અથવા વિંડો ઝૂમ પસંદ કરો.
લેંસનો આકાર બદલો : (વિંડો ઝૂમ) “લેંસનો આકાર બદલો” પર ટૅપ કરો પછી દેખાતા કોઈ પણ ગોળાકાર હૅન્ડલને ડ્રૅગ કરો.
ફિલ્ટર પસંદ કરવા માટે : “ઇંવર્ટેડ”, “ગ્રેસ્કેલ”, “ગ્રેસ્કેલ ઇંવર્ટેડ” અથવા “લો લાઇટ” પસંદ કરો.
કંટ્રોલર બતાવવા માટે : ઝૂમ કંટ્રોલર બતાવો.
ઝૂમ કંટ્રોલરનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ઝૂમ મેન્યૂ બતાવવા માટે : કંટ્રોલર પર ટૅપ કરો.
ઝૂમ ઇન અથવા આઉટ કરવા માટે : કંટ્રોલર પર ડબલ-ટૅપ કરો.
પૅન : જ્યારે ઝૂમ ઇન કરો ત્યારે કંટ્રોલરને ડ્રૅગ કરો.
Magic Keyboardથી ઝૂમનો ઉપયોગ કરતી વખતે સ્ક્રીનમાં ઇંસર્શન પૉઇંટને મધ્યમાં રાખીને ઝૂમ ક્ષેત્ર તેને ફૉલો કરે છે. જુઓ : iPhone સાથે Magic Keyboard પેર કરો.
ઝૂમ બંધ કરવા માટે સ્ક્રીન પર ત્રણ આંગળીથી ડબલ ટૅપ કરો અથવા ઍક્સેસિબિલિટી શૉર્ટકટનો ઉપયોગ કરો.