iPhone પર iMessage વિષે
iMessage એક સુરક્ષિત મેસેજિંગ સેવા છે જેનો ઉપયોગ તમે તમારા iPhone, iPad, mac, Apple Watch અને Apple Vition Pro પર મેસેજ ઍપમાં ટેક્સ્ટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કરી શકો છો.
જો કોઈ વ્યક્તિ iMessageનો ઉપયોગ કરીને તમારા ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર પર મેસેજ મોકલે તો જે ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર પર મેસેજ પ્રાપ્ત કરવા માટે સેટ કરવામાં આવ્યો હોય તેવાં તમારાં તમામ Apple ડિવાઇસ પર તમને મેસેજ પ્રાપ્ત થશે. જ્યારે તમને iMessage વાર્તાલાપ દેખાય ત્યારે તમને કોઈ પણ ડિવાઇસથી મોકલેલા તમામ મેસેજ જોવા મળે છે જેથી તમે જ્યાં પણ હોવ ત્યાં અન્ય લોકો સાથે સંપર્કમાં રહી શકો.
અમુક iMessage ફીચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે Apple અકાઉંટ હોવું જરૂરી છે. જો તમે iTunes Store અથવા App Storeમાંથી ખરીદી કરી હોય અથવા તમે iCloudમાં સાઇન ઇન કર્યું હોય તો તમારી પાસે Apple અકાઉંટ હશે.

iMessageમાં સંચાર કરવા વિષે જાણવા જેવી અમુક બાબતો :
તમે Wi-Fi અથવા મોબાઇલ સેવા દ્વારા ટેક્સ્ટ મેસેજ મોકલી શકો છો.
તમે iMessageનો ઉપયોગ કરીને મોકલેલા અને પ્રાપ્ત કરેલા ટેક્સ્ટ મેસેજને તમારા મોબાઇલ મેસેજિંગ પ્લાનમાં તમારા SMS, MMS અથવા RCS અલાઉંસ તરીકે ગણવામાં આવતા નથી, પરંતુ મોબાઇલ ડેટા રેટ લાગુ થઈ શકે છે.
જ્યારે તમે Apple ડિવાઇસ પર iMessageનો ઉપયોગ કરતા હોય એવા અન્ય લોકો સાથે સંચાર કરો ત્યારે ટેક્સ્ટ મેસેજ વાદળી રંગના પરપોટામાં દેખાય છે. (SMS, MMS અને RCS મેસેજ લીલા રંગના પરપોટામાં દેખાય છે.)
જ્યારે તમને વાદળી રંગનું
મોકલો બટન દેખાશે ત્યારે તમારો મેસેજ iMessage દ્વારા મોકલવામાં આવશે; લીલા રંગનું “મોકલો” બટન સૂચવે છે કે મેસેજને SMS, MMS અથવા RCS અથવા તમારી મોબાઇલ સેવા સાથે મોકલવામાં આવશે.
જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાર્તાલાપ કરતા હોવ ત્યારે દરેક વ્યક્તિ જોઈ શકે છે કે કોઈ વ્યક્તિ મેસેજ લખી રહ્યું છે કે નહિ. જો અન્ય વ્યક્તિએ વાંચેલની રસીદ ચાલુ કરેલું હોય તો તમે એ પણ જોઈ શકો છો કે તેમણે તમારો મેસેજ ખોલ્યો છે કે નહિ.
તમે ઍપ અને ફીચરની વિશાળ શ્રેણીનો ઉપયોગ કરી શકો છો, જેમ કે સ્ટાઇલ, ડ્રૉઇંગ, Memoji, ઇનલાઇન જવાબ, સંપાદન, અનસેંડિંગ, શેડ્યૂલિંગ, કોલૅબરેશન ગ્રૂપ વાર્તાલાપ મૅનેજમેંટ વગેરે.
જ્યારે તમે Tapback સાથે પ્રતિક્રિયા આપો, ઑડિઓ મેસેજ મોકલો અથવા સૅટલાઇટ દ્વારા મોકલો ત્યારે વધુ વિકલ્પની શ્રેણી ઉપલબ્ધ રહે છે.
જ્યારે તમે iMessageનો ઉપયોગ કરો ત્યારે તમે Appleને સ્પૅમ અથવા જંક મેસેજ રિપોર્ટ કરી શકો છો.
સિક્યુરિટી માટે iMessageનો ઉપયોગ કરીને મોકલેલા મેસેજ મોકલતા પહેલાં એંડ-ટૂ-એંડ એંક્રિપ્ટ કરવામાં આવે છે અને તમે સંપર્ક કી વેરિફિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો.