iPhone પર iCloud કૅલેંડર શેર કરો
કૅલેંડર ઍપમાં તમે અન્ય iCloud યૂઝર સાથે iCloud કૅલેંડર શેર કરી શકો છો. જ્યારે તમે કૅલેંડર શેર કરો છો ત્યારે અન્ય લોકો તેને જોઈ શકે છે અને તમે તેમને ઇવેંટ ઉમેરવા અથવા બદલવાની મંજૂરી આપી શકો છો. તમે રીડ-ઓન્લી વર્ઝન પણ શેર કરી શકો છો જેને કોઈ પણ જોઈ શકે છે પણ બદલી શકતું નથી.
iCloud કૅલેંડર બનાવો
તમારા iPhoneમાં
કૅલેંડર ઍપ પર જાઓ.
સ્ક્રીનમાં નીચે કૅલેંડર પર ટૅપ કરો.
“કૅલેંડર ઉમેરો” પર ટૅપ કરો.
“કૅલેંડર ઉમેરો” પર ટૅપ કરો, નવા કૅલેંડર માટે નામ એંટર કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.
જો iCloud તમારું ડિફૉલ્ટ કૅલેંડર ન હોય તો અકાઉંટ પર ટૅપ કરો અને પછી iCloud પર ટૅપ કરો. જુઓ : તમારાં કૅલેંડર સેટિંગ્સ બદલો.
iCloud કૅલેંડર શેર કરો
તમે iCloudમાં એક અથવા વધુ લોકો સાથે કૅલેંડર શેર કરી શકો છો. તમે જે લોકોને આમંત્રણ આપો છો તેમને કૅલેંડરમાં જોડાવાનું આમંત્રણ મળે છે.
તમારા iPhoneમાં
કૅલેંડર ઍપ પર જાઓ.
સ્ક્રીનમાં નીચે કૅલેંડર પર ટૅપ કરો.
તમે શેર કરવા ઇચ્છતા હોવ તે iCloud કૅલેંડરની બાજુમાં
પર ટૅપ કરો.
તમારા સંપર્કને બ્રાઉઝ કરવા માટે વ્યક્તિ ઉમેરો પર ટૅપ કરો પછી નામ અથવા ઇમેલ અડ્રેસ એંટર કરો અથવા
પર ટૅપ કરો.
નોટ : iCloud કૅલેંડર શેર કરવા માટે તમારા સંપર્ક પાસે ઇમેલ અડ્રેસ હોવું જરૂરી છે. જુઓ : સંપર્ક માહિતી ઉમેરો અને તેનો ઉપયોગ કરો.
“ઉમેરો” પર ટૅપ કરો પછી પૂર્ણ પર ટૅપ કરો.
શેર કરેલા કૅલેંડરમાં વ્યક્તિનો ઍક્સેસ બદલો
તમે કોઈ વ્યક્તિને તમારું કૅલેંડર શેર કરવા માટે આમંત્રિત કર્યા પછી તમે કૅલેંડરને સંપાદિત કરવાની તેમની ક્ષમતા ચાલુ અથવા બંધ કરી શકો છો અથવા તે વ્યક્તિ સાથે કૅલેંડર શેર કરવાનું બંધ કરી શકો છો.
તમારા iPhoneમાં
કૅલેંડર ઍપ પર જાઓ.
કૅલેંડર પર ટૅપ કરો અને શેર કરેલા કૅલેંડરની બાજુમાં
પર ટૅપ કરો અને પછી વ્યક્તિના નામ પર ટૅપ કરો.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
સંપાદિત કરવાની અનુમતિ ચાલુ અથવા બંધ કરો.
“શેરિંગ બંધ કરો” પર ટૅપ કરો.
શેર કરેલાં કૅલેંડર માટે સૂચનાઓ બંધ કરો
તમે શેર કરી રહ્યાં હોવ તે કૅલેંડરમાં જ્યારે કોઈ વ્યક્તિ ફેરફાર કરે ત્યારે તમને ફેરફારની સૂચના આપવામાં આવે છે. જો તમે સૂચનાઓ પ્રાપ્ત કરવા માંગતા ન હોવ તો તેને બંધ કરી શકો છો.
સેટિંગ્સ
> સૂચનાઓ > કૅલેંડર > સૂચનાઓ કસ્ટમાઇઝ કરો પર જાઓ.
શેર કરેલા કૅલેંડરમાં ફેરફાર બંધ કરો.
કોઈ પણ વ્યક્તિ સાથે ફક્ત વાંચી શકાય તેવું કૅલેંડર શેર કરો
તમારા iPhoneમાં
કૅલેંડર ઍપ પર જાઓ.
કૅલેંડર પર ટૅપ કરો અને પછી તમે શેર કરવા ઇચ્છતા હોવ તે iCloud કૅલેંડરની બાજુમાં
પર ટૅપ કરો.
સાર્વજનિક કૅલેંડર ચાલુ કરો અને પછી તમારા કૅલેંડરનું URL કૉપિ કરવા અથવા મોકલવા માટે “લિંક શેર કરો” પર ટૅપ કરો.
URL મોકલવા માટેની પદ્ધતિ—મેસેજ, Mail વગેરે પસંદ કરો.
તમે જેને પણ URL મોકલો છો તે macOS માટે કૅલેંડર જેવી સુસંગત ઍપનો ઉપયોગ કરીને કૅલેંડરને સબ્સ્ક્રાઇબ કરવા માટે તે URLનો ઉપયોગ કરી શકે છે.
કૅલેંડર ડિલીટ કરો
તમારા iPhoneમાં
કૅલેંડર ઍપ પર જાઓ.
સ્ક્રીનમાં નીચે કૅલેંડર પર ટૅપ કરો.
તમે ડિલીટ કરવા ઇચ્છતા હોવ તે iCloud કૅલેંડરની બાજુમાં
પર ટૅપ કરો.
લિસ્ટની નીચે “કૅલેંડર ડિલીટ કરો” પર ટૅપ કરો.