iOS 18
iPhone પર VoiceOver જેસ્ચર અને કીબોર્ડ શૉર્ટકટ કસ્ટમાઇઝ કરો
તમે VoiceOver કમાંડને સક્રિય કરનારા જેસ્ચર અને કીબોર્ડ શૉર્ટકટને કસ્ટમાઇઝ કરી શકો છો.
સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > VoiceOver > કમાંડ પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક પર ટૅપ કરો :
તમામ કમાંડ : તમે જે કમાંડને કસ્ટમાઇઝ કરવા માંગો છો તેના પર નૅવિગેટ કરો પછી “સંપાદિત કરો”, “જેસ્ચર ઉમેરો” અથવા “કીબોર્ડ શૉર્ટકટ ઉમેરો” પર ટૅપ કરો.
ટચ જેસ્ચર : જેસ્ચર અને સંબંધિત કમાંડની યાદી બનાવો.
હસ્તલેખન : હસ્તલેખન અને સંબંધિત કમાંડ માટે જેસ્ચરની યાદી બનાવો.
બ્રેલ સ્ક્રીન ઇનપુટ : બ્રેલ સ્ક્રીન ઇનપુટ અને સંબંધિત કમાંડ માટે જેસ્ચરની યાદી બનાવો.
તમારા કસ્ટમ જેસ્ચર અને કીબોર્ડ શૉર્ટકટ ક્લિઅર કરવા માટે “VoiceOver કમાંડ રીસેટ કરો” પર ટૅપ કરો.