iPhoneમાં નકશો ઍપમાં તમારું લોકેશન અને નકશાનું વ્યૂ સેટ કરો
તમે નકશા પર તમારું લોકેશન શોધી શકો છો અને વધુ વિગતો માટે નકશાના અલગ વ્યૂ પર સ્વિચ કરી શકો છો.
સપોર્ટેડ મૉડલમાં અને સિલેક્ટ કરેલા શહેરોમાં નકશો ઍપ એલિવેશન, રસ્તાઓ, વૃક્ષો, ઇમારતો, લેંડમાર્ક વગેરે માટે ઇનહાંસ વિગતો પ્રદાન કરે છે. (ઉપલબ્ધતા માટે iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ પર શહેરનો વિગતવાર અનુભવ જુઓ.)

ચેતવણી : નૅવિગેશન અને જોખમી પરિસ્થિતિઓ ઉભી કરી શકે તેવા વિક્ષેપોને ટાળવા વિષેની મહત્ત્વપૂર્ણ માહિતી માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષા માહિતી જુઓ.
નકશો ઍપને તમારા સચોટ લોકેશનનો ઉપયોગ કરવાની અનુમતિ આપવા માટે
તમારું લોકેશન શોધવા અને સચોટ દિશા નિર્દેશનો પ્રદાન કરવા માટે iPhone ઇંટરનેટ સાથે કનેક્ટેડ હોવો આવશ્યક અને સચોચ લોકેશન ચાલુ હોવું જોઈએ.
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
જો નકશો ઍપમાં મેસેજ ડિસ્પ્લે થાય કે લોકેશન સેવા બંધ છે તો : મેસેજ પર ટૅપ કરીને સેટિંગ્સમાં “ચાલુ કરો” પર ટૅપ કરો અને પછી લોકેશન સેવા ચાલુ કરો.
જો નકશો મેસેજ ડિસ્પ્લે કરે છે કે સચોટ લોકેશન બંધ છે તો : મેસેજ પર ટૅપ કરીને સેટિંગ્સમાં “ચાલુ કરો” પર ટૅપ કરીને લોકેશન પર ટૅપ કરો પછી સચોટ લોકેશન ચાલુ કરો.
મોબાઇલ ડેટા રેટ લાગુ થઈ શકે છે (મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો જુઓ).
નોટ : નકશો ઍપમાં લોકેશન સંબંધિત ઉપયોગી માહિતી મેળવવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ & સુરક્ષા > લોકેશન સેવા > સિસ્ટમ સેવાઓમાં “મહત્ત્વપૂર્ણ લોકેશન”ને ચાલુ રાખો. જુઓ : નજીકનાં આકર્ષણો, રેસ્ટૉરંટ અને સેવાઓ શોધો.
તમારું વર્તમાન લોકેશન બતાવવા માટે
જુઓ : તમારા વર્તમાન લોકેશનથી બીજા લોકેશન પર નૅવિગેટ કરવા માટે સ્થળ સર્ચ કરો.
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
પર ટૅપ કરો.
તમારી સ્થિતિ નકશાની મધ્યમાં અંકિત થયેલી છે. નકશામાં ઉપરની તરફ ઉત્તર છે.
ઉપરની તરફ ઉત્તરને બદલે તમારું હેડિંગ બતાવવા માટે
પર ટૅપ કરો.
ઉત્તર બતાવવાનું ફરી શરૂ કરવા માટે
અથવા
પર ટૅપ કરો.
નકશાના અલગ વ્યૂ પર સ્વિચ કરવા માટે
નકશામાં ઉપર જમણી બાજુનું બટન સૂચવે છે કે વર્તમાન નકશો એક્સપ્લોર કરવા માટે,
ડ્રાઇવ કરવા માટે,
ટ્રાંઝિટમાં મુસાફરી કરવા અથવા
સેટેલાઇટ વ્યૂ માટે છે કે નહિ. તમે કોઈ પણ સમયે નકશાનો પ્રકાર બદલી શકો છો.
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
ઉપર જમણી બાજુએ બટન પર ટૅપ કરો.
નકશાનો બીજો પ્રકાર પસંદ કરીને પછી
પર ટૅપ કરો.
તમે નકશો ઍપમાં ડ્રાઇવિંગ, સાયક્લિંગ, વૉકિંગ અને ટ્રાંઝિટનાં દિશા નિર્દેશનો અથવા ટ્રૅફિક અને હવામાનની માહિતી મેળવી શકો છો.
નકશો ઍપના ફીચર વિસ્તાર અને દેશ પ્રમાણે બદલાય છે.
નોટ : Apple તમારા લોકેશન વિષેની વ્યક્તિગત માહિતીને સુરક્ષિત અને પ્રાઇવેટ રાખવા માટે પ્રતિબદ્ધ છે. Appleની પ્રતિબદ્ધતા વિષે વધુ વાંચો : સેટિંગ્સ > ઍપ્સ > નકશો પર જઈને પછી Apple નકશો & પ્રાઇવસિ વિષે પર ટૅપ કરો. તમે તમારી લોકેશન હિસ્ટરી ક્લિઅર કરી શકો છો અથવા તાજેતરનાં દિશા નિર્દેશનોને ડિલીટ કરી શકો છો.