iPhone પર સૂચનાઓ જુઓ અને તેનો જવાબ આપો
સૂચનાઓ તમને જે કંઈ પણ નવું હોય તેનો ટ્રૅક રાખવામાં મદદ કરે છે—જો તમે કૉલ ચૂકી જાઓ, જો ઇવેંટની તારીખ બદલાઈ ગઈ હોય વગેરે કંઈ હોય તો તે તમને જણાવે છે. તમે તમારાં સૂચના સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો જેથી તમે માત્ર તમારા માટે જે મહત્ત્વપૂર્ણ છે તે જોઈ શકો.
તમે ફોકસથી સૂચના સાઇલેંટ ન કરી હોય ત્યાં સુધી સૂચના આવતાની સાથે જ iPhone તેમને ડિસ્પ્લે કરે છે—વિક્ષેપ ઓછો પડે તે માટે સ્ક્રીનમાં નીચે તે પસાર થાય છે. તમે તેમને લૉક સ્ક્રીનમાં ઍક્સપૅન્ડ કરેલા લિસ્ટ વ્યૂ, સ્ટૅક કરેલા વ્યૂ અથવા સંખ્યાના વ્યૂમાં જોઈ શકો છો. લેઆઉટ બદલવા માટે લૉક સ્ક્રીન પર સૂચનાઓને પિંચ કરો.
નોટ : જ્યારે તમે ઍપનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે તમને કદાચ પૂછવામાં આવે કે તમે સૂચના કેવી રીતે પ્રાપ્ત કરવા માંગો છો—તરત, ક્યારેય નહિ અથવા શેડ્યૂલ કરેલા સારાંશમાં. તમે પછીથી સેટિંગ્સ > સૂચનાઓમાં આ સેટિંગ બદલી શકો છો.
સૂચના સેંટરમાં તમારી સૂચનાઓ શોધો
સૂચના સેંટરમાં તમારી સૂચનાઓ જોવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :
લૉક સ્ક્રીન પર : સ્ક્રીનમાં વચ્ચેથી ઉપર સ્વાઇપ કરો.
અન્ય સ્ક્રીન પર : ઉપરના મધ્યથી નીચે સ્વાઇપ કરો. પછી જો કોઈ જૂની સૂચના હોય તો તેને જોવા માટે ઉપર સ્ક્રોલ કરી શકો છો.
સૂચના સેંટર બંધ કરવા માટે એક આંગળીથી નીચેથી ઉપર તરફ સ્વાઇપ કરો અથવા હોમ બટન દબાવો (હોમ બટન સાથેના iPhone પર).
સૂચનાઓનો જવાબ આપો
જ્યારે તમારી પાસે સૂચના સેંટરમાં અથવા લૉક સ્ક્રીન પર ઘણી સૂચનાઓ હોય ત્યારે તેને ઍપ મુજબ ગ્રૂપ કરવામાં આવે છે જેથી તેમને જોવાનું અને મૅનેજ કરવાનું સરળ થઈ જાય છે. ઍપની અંદર ફીચરને ઑર્ગનાઇઝ કરીને પણ અમુક ઍપ્સની સૂચનાઓનું ગ્રૂપ બનાવી શકાય છે, જેમ કે વિષય અથવા થ્રેડ પ્રમાણે. ગ્રૂપ કરેલી સૂચનાઓ સ્ટૅક તરીકે દેખાય છે જેમાં ઉપર સૌથી તાજેતરની સૂચના હોય છે.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
સૂચનાઓના ગ્રૂપને વ્યક્તિગત રીતે જોવા એક્સપૅન્ડ કરવા માટે : ગ્રૂપ પર ટૅપ કરો. ગ્રૂપ બંધ કરવા માટે “ઓછું બતાવો” પર ટૅપ કરો.
સૂચના જોવા માટે અને જો ઍપ દ્વારા ઉપલબ્ધ હોય તો ઝડપી ઍક્શન કરવા માટે (સપોર્ટેડ મૉડલ પર) : સૂચનાને ટચ અને હોલ્ડ કરો.
સૂચનાઓની ઍપ ખોલવા માટે : સૂચના પર ટૅપ કરો.
સૂચના સારાંશ શેડ્યૂલ કરો
સારાંશ તરીકે ડિલિવર કરવા માટે તમારી સૂચનાઓ શેડ્યૂલ કરીને તમારા દિવસમાં વિક્ષેપોમાં ઘટાડો કરી શકો છો—સારાંશમાં સામેલ કરવાની સૂચનાઓ અને તેને પ્રાપ્ત કરવાનો સમય તમે પસંદ કરો છો.
સૂચનાનો સારાંશ તમારા માટે પર્સનલાઇઝ કરેલો હોય છે અને તમારી વર્તમાન ઍક્ટિવિટીના આધારે સૌથી સંબંધિત સૂચનાઓ ટોચ પર રાખીને પ્રાથમિકતા અનુસાર સમજદારીપૂર્વક ક્રમ ગોઠવવામાં આવે છે. સારાંશ વિશેષરૂપે ઉપયોગી છે કારણ કે તેનાથી તમે તમારી પોતાની સમય અનુકૂળતાએ સૂચનાઓ સાથે જોડાઈ શકો છો. તમે ઍક્ટિવિટી પર ફોકસ કરતા હોવ ત્યારે સૂચનાઓને ફિલ્ટર કરવા માટે તમે ફોકસનો ઉપયોગ કરીને આને હજુ બહેતર કરી શકો છો.
સેટિંગ્સ
> સૂચનાઓ > “સારાંશ શેડ્યૂલ કરો” પર જાઓ પછી “સારાંશ શેડ્યૂલ કરો” ચાલુ કરો.
તમારો સારાંશ દેખાડવા માટે સમય સેટ કરો. જો તમે બીજો સારાંશ પ્રાપ્ત કરવા માંગતા હો તો “સારાંશ ઉમેરો” પર ટૅપ કરો.
તમારા સારાંશમાં સામેલ કરવા માટે ઍપ્સ સિલેક્ટ કરો.
સારાંશમાં ઍપ્સની નીચે A થી Z પર ટૅપ કરો પછી જે ઍપ્સને તમે તમારા સારાંશમાં સામેલ કરવા માંગો છો તે ચાલુ છે કે નહિ તેની ખાતરી કરો.
નોટ : જો તમે તમારા સૂચના સારાંશમાં સામેલ કરવા માંગતા હોવ તેવી કોઈ ઍપ A થી Z લિસ્ટમાં દેખાતી ન હોય તો તમારે ઍપ માટે “સૂચનાને અનુમતિ આપો” ચાલુ કરવાની જરૂર પડી શકે છે. સેટિંગ્સ > સૂચનાઓ પર જાઓ, ઍપ પર ટૅપ કરો અને પછી “સૂચનાઓને અનુમતિ આપો” ચાલુ કરો. જુઓ : સૂચનાનાં સેટિંગ્સ બદલો.
સૂચના જુઓ, ડિસમિસ કરો, ક્લિઅર કરો અને મ્યૂટ કરો
જ્યારે તમારા iPhone પર સૂચના દેખાય ત્યારે નીચેમાંથી કોઈ પણ એક કરો :
બીજી ઍપનો ઉપયોગ કરતી વખતે તમને મળતી સૂચના હૅન્ડલ કરવા માટે : તેને જોવા માટે ટૅપ કરો અને પછી તેને ડિસમિસ કરવા માટે ઉપર સ્વાઇપ કરો.
સૂચનાઓ ક્લિઅર કરવા માટે : સૂચના અથવા સૂચનાઓના ગ્રૂપ પર ડાબી બાજુએ સ્વાઇપ કરો અને પછી ક્લિઅર કરો અથવા તમામને ક્લિઅર કરો પર ટૅપ કરો.
ઍપ માટે સૂચનાઓ મ્યૂટ કરવા માટે : સૂચના અથવા સૂચનાઓના ગ્રૂપ પર ડાબી બાજુએ સ્વાઇપ કરો, વિકલ્પ પર ટૅપ કરો અને પછી એક કલાક અથવા એક દિવસ માટે ઍપની સૂચનાઓને મ્યૂટ કરવા માટે વિકલ્પ પર ટૅપ કરો. આ તેમને સીધા જ સૂચના સેંટર પર મોકલે છે અને તેમને લૉક સ્ક્રીન પર દેખાતા, સાઉંડ પ્લે કરતા, સ્ક્રીનને પ્રકાશિત કરતા અથવા બૅનર રજૂ કરતા અટકાવે છે.
આ સૂચનાઓ ફરી જોવા અને સાંભળવા માટે સૂચના સેંટરમાં સૂચના પર ડાબી બાજુએ સ્વાઇપ કરો, વિકલ્પો પર ટૅપ કરો અને પછી “અનમ્યૂટ કરો” પર ટૅપ કરો.
ઍપ અથવા સૂચના ગ્રૂપ માટે સૂચનાઓ બંધ કરવા માટે : સૂચના અથવા સૂચનાઓના ગ્રૂપ પર ડાબી બાજુએ સ્વાઇપ કરો, વિકલ્પ પર ટૅપ કરો અને પછી “બંધ કરો” પર ટૅપ કરો.
સૂચનાઓ ડિસ્પ્લે કરવાની ઍપની રીત બદલવા માટે : સૂચના પર ડાબે સ્વાઇપ કરો, વિકલ્પો પર ટૅપ કરો અને પછી “સેટિંગ્સ જુઓ” પર ટૅપ કરો. જુઓ : તમે બદલી શકો તે સેટિંગ્સ વિષે જાણવા માટે સૂચનાનાં સેટિંગ્સ બદલો.
સૂચના સેંટરમાં તમારી તમામ સૂચનાઓ ક્લિઅર કરવા માટે : સૂચના સેંટર પર જાઓ,
પર ટૅપ કરો પછી “ક્લિઅર કરો” પર ટૅપ કરો.
તમામ સૂચનાઓને સાઇલેંટ કરવા માટે : ડૂ નૉટ ડિસ્ટર્બ ચાલુ કરો. જુઓ : ફોકસ ચાલુ કરો અથવા શેડ્યૂલ કરો.
જ્યારે તમે અમુક સમય માટે કોઈ ઍપનો ઉપયોગ ન કરો ત્યારે તમને તે ઍપ માટે સૂચનાઓ બંધ કરવાની સૂચના દેખાઈ શકે છે.
લૉક સ્ક્રીન પર તાજેતરની સૂચનાઓ બતાવવા માટે
તમે લૉક સ્ક્રીન પર સૂચના સેંટર ઍક્સેસ કરવાની અનુમતિ આપી શકો છો.
સેટિંગ્સ
> Face ID & પાસકોડ (Face ID સાથેના iPhone પર) અથવા Touch ID & પાસકોડ (iPhoneનાં અન્ય મૉડલ પર) પર જાઓ.
તમારો પાસકોડ એંટર કરો.
નીચે સ્ક્રોલ કરો અને સૂચના સેંટર ચાલુ કરો (જ્યારે લૉક હોય ત્યારે ઍક્સેસની અનુમતિ આપો”ની નીચે).