iPhoneમાં નકશો ઍપમાં ટ્રૅફિકની સ્થિતિ તપાસો અને ટ્રૅફિક ઇંસિડંટને રિપોર્ટ કરો
તમે ટ્રૅફિકની સ્થિતિ જોઈ શકો છો અને અકસ્માતો, જોખમો અને સ્પીડ ચેક રિપોર્ટ કરી શકો છો (જ્યાં અનુમતિ હોય) અને તે ક્લિઅર થઈ જાય ત્યારે રિપોર્ટ કરી શકો છો.
Apple ઇનકમિંગ ઇંસિડંટ રિપોર્ટનું મૂલ્યાંકન કરે છે. રિપોર્ટમાં ઉચ્ચ સ્તરનો વિશ્વાસ હોય ત્યારે અન્ય નકશો ઍપ યૂઝર માટે પણ જોખમ અને અકસ્માત
જેવા ઇંસિડંટ માર્કર ડિસ્પ્લે (અથવા ક્લિઅર) કરવામાં આવે છે.
સ્પીડ ચેક જ્યાં સપોર્ટેડ હોય ત્યાં ઇંસિડંટ માર્કર સાથે ડિસ્પ્લે કરવામાં આવતા નથી. તેના બદલે જ્યારે તમે વળાંક-દર-વળાંક ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનોનું પાલન કરો છો ત્યારે સ્પીડ ચેક માટે સૂચનાઓ દેખાય છે.
નોટ : તમામ ફીચર તમામ દેશ અને વિસ્તારમાં ઉપલબ્ધ નથી. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.
ટ્રૅફિકની સ્થિતિ વિષે જાણવા માટે
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
નકશો દેખાઈ રહ્યો હોય ત્યારે ઉપર જમણી બાજુના બટન પર ટૅપ કરીને ડ્રાઇવિંગ અથવા સૅટલાઇટ પસંદ કરો પછી
પર ટૅપ કરો.
પીળો રંગ ધીમે જવાનું સૂચવે છે અને લાલ રંગ રોકાઈને પસાર થતો ટ્રૅફિક સૂચવે છે.
ઇંસિડંટ રિપોર્ટ જોવા માટે ઇંસિડંટ માર્કર પર ટૅપ કરો.
માર્કર આ પ્રકારના ઇંસિડંટ સૂચવે છે :
જોખમ
રોડ બંધ
રોડનું નિર્માણ
અકસ્માત
ટ્રૅફિકના ઇંસિડંટ રિપોર્ટ કરો
Siri : આવું કંઈક કહો :
“Report an accident”
“There’s something on the road”
“There’s a speed check here”
અથવા Siriનો ઉપયોગ કર્યા વગર :
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
વળાંક-દર-વળાંક ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનોનું પાલન કરતી વખતે : સ્ક્રીનમાં નીચે રૂટ કાર્ડ પર ટૅપ કરીને “ઇંસિડંટ રિપોર્ટ કરો” પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.
દિશા નિર્દેશનોનું પાલન ન કરતા હોવ ત્યારે : સર્ચ ફીલ્ડની બાજુમાં તમારા ફોટો અથવા પ્રથમાક્ષર પર ટૅપ કરીને પછી રિપોર્ટ પર ટૅપ કરો. નવી સમસ્યા રિપોર્ટ કરો પર ટૅપ કરીને “ઇંસિડંટ રિપોર્ટ કરો” પર ટૅપ કરો પછી વિકલ્પ પસંદ કરો.
જો તમારો ફોટો કે પ્રથમાક્ષર ન દેખાય તો સર્ચ ફીલ્ડની બાજુમાં “રદ કરો” પર ટૅપ કરો અથવા સર્ચ ફીલ્ડ પર ટૅપ કરીને પછી “રદ કરો” પર ટૅપ કરો.
જોખમ અથવા અકસ્માતના સ્ટેટસ વિષે રિપોર્ટ કરો
તમે સિલેક્ટ કરેલા દેશ અથવા વિસ્તારમાં ઇંસિડંટની નજીક હોવ ત્યારે તેમના સ્ટેટસ વિષે રિપોર્ટ કરી શકો છો.
Siri : આવું કંઈક કહો : “The hazard is gone” અથવા “Clear the accident.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
અથવા Siriનો ઉપયોગ કર્યા વગર :
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
ઇંસિડંટ માર્કર પર ટૅપ કરો.
“ક્લિઅર થઈ ગયું” અથવા “હજુ પણ અહીં છે” પર ટૅપ કરો.
(તમે સ્પીડ ચેકના રિપોર્ટ ક્લિઅર કરી શકતા નથી.)