iPhoneમાં નકશો ઍપમાં ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો
તમે તમારા ડેસ્ટિનેશન માટે ડ્રાઇવિંગનાં વિગતવાર દિશા નિર્દેશનો મેળવી શકો છો.
તમે સિલેક્ટ કરેલા શહેરોમાં વાહન ચલાવો છો ત્યારે તમને ક્રૉસવૉક, બાઇક લેન, ઇમારતો અને શેરી સ્તરના દૃષ્ટિકોણ માટે ઇનહાંસ કરેલી વિગતો જોવા મળે છે જે તમને જટિલ ઇંટરચેંજ પર પહોંચવા પર યોગ્ય લેન શોધવામાં મદદ કરે છે (સપોર્ટેડ મૉડલ).
નોટ : વળાંક-દર-વળાંક બોલાતા દિશા નિર્દેશનો અને ઘણાં સ્ટૉપ માટેનાં દિશા નિર્દેશનો સિલેક્ટ કરેલા ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે. દેશ અને વિસ્તાર પ્રમાણે ફીચર બદલાય છે. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.
ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
નકશામાં ગમે ત્યાં ટચ અને હોલ્ડ કરો અથવા સર્ચ ફીલ્ડમાં અડ્રેસ એંટર કરીને પછી દિશા નિર્દેશનો અથવા
પર ટૅપ કરો.
તમે જે રૂટ લેવા માંગો છો તેના માટે “શરૂ કરો” અથવા “પગલાં” પર ટૅપ કરો.
Siri : તમે આવું કંઈક પણ કહી શકો છો : “Give me driving directions home.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
ડ્રાઇવિંગ ફોકસ ચાલુ હોય અથવા iPhone ઑટોમૅટિક રીતે લૉક થાય ત્યારે નકશો સ્ક્રીન પર રહે છે અને દિશા નિર્દેશનો બોલવાનું ચાલુ રાખે છે. જો તમે કોઈ બીજી ઍપ ખોલો તો પણ તમને વળાંક-દર-વળાંક દિશા નિર્દેશનો મળતા રહે છે. (અન્ય ઍપ પરથી નકશો ઍપ પર પાછા જવા માટે સ્ક્રીનમાં ઉપર દિશા નિર્દેશનોના બૅનર પર અથવા સ્ટેટસ બારમાં નૅવિગેશન ઇંડિકેટર પર ટૅપ કરો.)
ભવિષ્યના પ્રસ્થાન અથવા આગમનના પ્રવાસના સમયના અંદાજ માટે
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
ઉપર મુજબ ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો.
“હમણાં” પર ટૅપ કરીને પ્રસ્થાન અથવા આગમન માટેનો સમય અથવા તારીખ સિલેક્ટ કરો પછી “પૂર્ણ” પર ટૅપ કરો.
અનુમાનિત ટ્રૅફિકના આધારે પ્રવાસનો અંદાજિત સમય બદલાઈ શકે છે.
ટોલ અથવા હાઇવેને ટાળવા માટે
તમારા iPhoneમાં
નકશો ઍપ પર જાઓ.
ઉપર મુજબ ડ્રાઇવિંગનાં દિશા નિર્દેશનો મેળવો.
“ટાળો” (ડેસ્ટિનેશનની નીચે) પર ટૅપ કરીને તમારા વિકલ્પો પસંદ કરો અને પછી “લાગુ કરો” પર ટૅપ કરો.
હોકાયંત્ર અથવા સ્પીડ મર્યાદા બતાવવા અથવા છુપાવવા
સેટિંગ્સ
> ઍપ્સ > નકશો પર જાઓ.
“ડ્રાઇવિંગ” (ડેસ્ટિનેશનની નીચે) પર ટૅપ કરીને હોકાયંત્ર અથવા સ્પીડ મર્યાદા ચાલુ અથવા બંધ કરો.