iOS 18
iPhone પર Siriનો ઉપયોગ કરીને તમારું ઘર કંટ્રોલ કરો
તમે તમારી ઍક્સેસરિ અને સીનને કંટ્રોલ કરવા માટે હોમ ઍપનો ઉપયોગ કરવા ઉપરાંત Siriનો ઉપયોગ કરી શકો છો. અહીં એવી કેટલીક વસ્તુઓ છે જે તમે તમારા દ્વારા ઉમેરવામાં આવેલી ઍક્સેસરિ માટે અને તમે સેટ અપ કરેલાં સીન, રૂમ અથવા ઘર માટે Siriને કહી શકો છો :
”લાઇટ બંધ કરો” અથવા ”લાઇટ ચાલુ કરો”
“68 ડિગ્રી પર તાપમાન સેટ કરો”
“9 PM પર બેડરૂમની લાઇટ ચાલુ કરો”
“શું મેં આગળનો દરવાજો લૉક કર્યો?”
“મને એંટ્રીવે કૅમેરા બતાવો”
“રસોડાની લાઇટ બંધ કરો”
“મારો રીડિંગ સીન સેટ કરો”
“શિકાગો હાઉસમાં લાઇટ બંધ કરો”