iPhone નૅવિગેટ કરવા માટે જેસ્ચર શીખો
અહીં iPhone સાથે ઇંટરૅક્ટ કરવા માટે તમે જે જેસ્ચરનો ઉપયોગ કરો છો તેનો એક સુલભ સંદર્ભ છે. નીચે આપેલા ટેબલમાં વર્ણવ્યા મુજબ iPhone SEમાં અમુક જેસ્ચર અલગ રીતે કરવામાં આવે છે.
જેસ્ચર | વર્ણન | ||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
હોમ પર જાઓ : કોઈ પણ સમયે હોમ સ્ક્રીન પર પાછા આવવા માટે સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો. iPhone SEમાં હોમ બટન દબાવો. જુઓ : ખુલ્લી ઍપ. | |||||||||||
કંટ્રોલ ઝડપથી ઍક્સેસ કરો : કંટ્રોલ સેંટર ખોલવા માટે ઉપરના જમણા ખૂણેથી નીચે સ્વાઇપ કરો; વધુ વિકલ્પો દેખાડવા માટે કંટ્રોલને ટચ કરો અને હોલ્ડ કરો. કંટ્રોલ ઉમેરવા અથવા કાઢી નાખવા માટે સેટિંગ્સ ઍપ iPhone SEમાં સ્ક્રીનની નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો. | |||||||||||
ઍપ સ્વિચર ખોલો : નીચેની ધારથી ઉપર સ્વાઇપ કરો, સ્ક્રીનની મધ્યમાં પૉઝ કરો અને પછી તમારી આંગળી ઉઠાવો. ખુલ્લી ઍપ્સને બ્રાઉઝ કરવા માટે જમણે સ્વાઇપ કરો અને પછી તમે જે ઍપનો ઉપયોગ કરવા માંગો છો તેને ટૅપ કરો. iPhone SEમાં હોમ બટન પર ડબલ-ક્લિક કરો. જુઓ : ખુલ્લી ઍપ્સ વચ્ચે સ્વિચ કરો. | |||||||||||
ખુલ્લી ઍપ્સ વચ્ચે સ્વિચ કરો : સ્ક્રીનની નીચેની કિનારીથી ઉપર સ્વાઇપ કરો, પછી જમણે અથવા ડાબે સ્વાઇપ કરો. iPhone SEમાં હોમ બટન પર ડબલ-ક્લિક કરો પછી જમણે અથવા ડાબે સ્વાઇપ કરો. જુઓ : ખુલ્લી ઍપ વચ્ચે સ્વિચ કરો. | |||||||||||
Siriનો ઉપયોગ કરો : માત્ર “Siri” અથવા “Hey Siri” કહો. અથવા જ્યારે તમે પ્રશ્ન પૂછો અથવા તમારી વિનંતી કરો ત્યારે સાઇડ બટન દબાવી રાખો. iPhone SEમાં વિનંતી કરતી વખતે હોમ બટન દબાવીને રાખો. | |||||||||||
Apple Payનો ઉપયોગ કરો : Apple Pay માટે તમારું ડિફૉલ્ટ કાર્ડ ડિસ્પ્લે કરવા માટે સાઇડ બટન પર બે વાર ક્લિક કરો અને પછી Face IDથી ઑથેંટિકેટ કરવા માટે iPhone પર એક નજર નાખો. iPhone Duoમાં સાઇડ બટન પર ડબલ ક્લિક કરો પછી તમારી આંગળી Touch ID પર રાખો. iPhone SEમાં હોમ બટન પર ડબલ ક્લિક કરો પછી તમારી આંગળી Touch ID પર મૂકો. | |||||||||||
ઍક્સેસિબિલિટી શૉર્ટકટનો ઉપયોગ કરો. સાઇડ બટન પર ત્રણ વાર ક્લિક કરો. iPhone SEમાં હોમ બટન પર ટ્રિપલ-ક્લિક કરો.
| |||||||||||
સ્ક્રીનશૉટ લો : સાઇડ બટન અને વૉલ્યૂમ અપ બટન એક સાથે દબાવીને ઝડપથી છોડો. iPhone SEમાં સાઇડ બટન અને હોમ બટન એક જ સમયે ઝડપથી દબાવો અને રિલીઝ કરો.
જુઓ : સ્ક્રીનશૉટ લો. | |||||||||||
આપાતકાલીન SOS (ભારત સિવાયના તમામ દેશો અથવા પ્રદેશો)નો ઉપયોગ કરો : સ્લાઇડર દેખાય અને આપાતકાલીન SOS પર કાઉંટડાઉન પૂરું થાય ત્યાં સુધી સાઇડ બટન અને કોઈ એક વૉલ્યૂમ બટન એકસાથે દબાવી રાખો પછી બટન છોડો. જુઓ : આપાતકાલીન સેવા (ભારત સિવાયના તમામ દેશો અથવા વિસ્તારો)ને ઝડપથી કૉલ કરો. | |||||||||||
આપાતકાલીન SOS (ભારતમાં)નો ઉપયોગ કરો : સ્લાઇડર દેખાય અને આપાતકાલીન SOSનું કાઉંટડાઉન પૂરું થાય ત્યાં સુધી સાઇડ બટનને 3 વખત ઝડપથી દબાવો. જો તમે ઍક્સેસિબિલિટી શૉર્ટકટ ચાલુ કર્યો હોય તો સ્લાઇડર દેખાય અને આપાતકાલીન SOS પર કાઉંટડાઉન પૂરું થાય ત્યાં સુધી સાઇડ બટન અને કોઈ પણ એક વૉલ્યૂમ બટન એક સાથે દબાવી રાખો પછી બટન છોડો. | |||||||||||
બંધ કરો. સ્લાઇડર દેખાય ત્યાં સુધી સાઇડ બટન અને વૉલ્યૂમ બટન એક સાથે દબાવી રાખો પછી પાવર ઑફ કરવા માટે ઉપરના સ્લાઇડરને ડ્રૅગ કરો. અથવા સેટિંગ્સ ઍપ iPhone SEમાં સાઇડ બટનને દબાવી રાખો પછી પાવર બંધ સ્લાઇડરને ડ્રૅગ કરો. જુઓ : iPhone બંધ કરો. | |||||||||||
ફોર્સ રીસ્ટાર્ટ કરો : વૉલ્યૂમ અપ બટન દબાવો અને ઝડપથી છોડો (iPhone Duoમાં સાઇડ બટનની સૌથી નજીકનું વૉલ્યૂમ બટન), વૉલ્યૂમ ડાઉન બટન દબાવો અને ઝડપથી છોડો (iPhone Duoમાં અન્ય વૉલ્યૂમ બટન) પછી સાઇડ બટનને Apple લૉગો દેખાય નહિ ત્યાં સુધી દબાવી રાખો. જુઓ : iPhoneને ફોર્સ રીસ્ટાર્ટ કરો. | |||||||||||