iPadમાં App Store, Apple TV અને Apple Booksની ખરીદીઓને ફેમિલી શેરિંગથી શેર કરો
ફેમિલી શેરિંગથી ઑર્ગનાઇઝર App Store, Apple Books અને Apple TVની ખરીદી શેર કરવા માટે ખરીદી શેરિંગ સેટ અપ કરી શકે છે.
ઑર્ગનાઇઝર ફેમિલી સાથે શેર કરેલી ચુકવણીની પદ્ધતિ ઉમેરે છે; પરિવારના કોઈ સભ્ય ખરીદી કરે છે ત્યારે ઑર્ગનાઇઝરને બિલ આપવામાં આવે છે. ખરીદેલી આઇટમને ખરીદી કરનાર પરિવારના સભ્યના અકાઉંટમાં ઉમેરવામાં આવે છે અને માન્ય ખરીદીને પરિવારના બાકીના સભ્યો સાથે શેર કરવામાં આવે છે.
ફેમિલી ઑર્ગનાઇઝર ફેમિલી ગ્રૂપનાં બાળકો દ્વારા ખરીદી અથવા મફત ડાઉનલોડ કરવા માટે મંજૂરીની વિનંતી કરવાનું જરૂરી કરી શકે છે. જુઓ : iPadમાં ફેમિલી શેરિંગથી વાલી નિયંત્રણ સેટ અપ કરો.
ખરીદી શેરિંગ ચાલુ કરવા માટે
ફેમિલી ઑર્ગનાઇઝર ખરીદી શેરિંગ ચાલુ કરે છે ત્યારે તેઓ પરિવારના સભ્યોની ખરીદી માટે ચુકવણી કરે છે અને તેમની પાસે ફાઇલ પર માન્ય ચુકવણીની પદ્ધતિ હોવી આવશ્યક છે.
સેટિંગ્સ
> પરિવાર પર જાઓ.
ખરીદી શેરિંગ પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.
શેર કરેલા કૉન્ટેંટને ઍક્સેસ કરો
ખરીદી શેરિંગ ચાલુ હોય ત્યારે તમારા પરિવારના સભ્યો દ્વારા ખરીદવામાં આવતી માન્ય ઍપ્સ તમે ડાઉનલોડ કરી શકો છો અને કૉન્ટેંટ પ્લે કરી શકો છો. નીચે આપેલા Apple સપોર્ટ લેખમાંથી કોઈ પણ એક જુઓ :
ખરીદી શેરિંગ બંધ કરવા માટે
જો તમે ફેમિલી ઑર્ગનાઇઝર છો તો તમે ખરીદી શેરિંગ બંધ કરી શકો છો. ફેમિલી શેરિંગના સભ્યો તમારી ખરીદી જોઈ શકશે નહિ પરંતુ તમે હજુ પણ અન્ય સભ્યોએ તમારી સાથે શેર કરેલી આઇટમ જોઈ શકો છો.
નોટ : તમારી આઇટમ શેર કરવામાં ન આવે તો પણ તમારી ખરીદીઓ માટે ફેમિલીની ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
સેટિંગ્સ
> પરિવાર > સબ્સ્ક્રિપ્શન > ખરીદી શેરિંગ પર જાઓ.
[તમારું નામ] પર ટૅપ કરો પછી “ખરીદી શેર કરો” બંધ કરો.
જો ઑર્ગનાઇઝર ખરીદી શેરિંગ સંપૂર્ણપણે બંધ કરવા માંગે છે તો તેઓ “ખરીદી શેરિંગ બંધ કરો” પર ટૅપ કરી શકે છે.
જો તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ચોક્કસ આઇટમ શેર કરવા માંગતા નથી તો Apple સપોર્ટ લેખ : સંગીત, મૂવિ, ટીવી શો, ઑડિઓબુક અને પુસ્તક બતાવો અને છુપાવો જુઓ.
તમે પરિવારના સભ્યો સાથે Apple અને App Storeનાં સબ્સ્ક્રિપ્શન શેર કરી શકો છો.