તમારા બાળકના ડિવાઇસ પર સંવેદનશીલ ઇમેજ અને વીડિયો તપાસો
સંચાર સુરક્ષા દ્વારા તમે તમારા બાળકને સંવેદનશીલ ઇમેજ અને વીડિયો જોવાથી અથવા શેર કરવાથી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકો છો. જો સંચાર સુરક્ષા ઓળખ કરે કે મોકલવામાં આવેલી અથવા પ્રાપ્ત કરવામાં આવેલી ઇમેજ અથવા વીડિયો નગ્નતા ધરાવે છે તો સંચાર સુરક્ષા તેને બ્લર કરી દે છે અને મદદ મેળવવા માટેના વિકલ્પો સાથે તેમને ચેતવણી આપે છે. સંચાર સુરક્ષા ડિવાઇસના આધારે મેસેજ, AirDrop અને સંપર્ક જેવી ઍપમાં કામ કરે છે. કોઈ પણ જાણ થયેલ લોહીયાળ દૃશ્યો અથવા હિંસક કૉન્ટેંટ પણ શેર કરેલી ઇમેજ અને વીડિયોમાં બ્લર કરવામાં આવે છે.
નોટ : 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ડિફૉલ્ટ રૂપે સંચાર સુરક્ષા ચાલુ કરવામાં આવે છે (દેશ અથવા વિસ્તાર પ્રમાણે ઉંમર બદલાય છે). સંચાર સુરક્ષા વિષે વધુ માહિતી માટે Apple સપોર્ટ લેખ જુઓ : તમારા બાળકના Apple ડિવાઇસ પર સંચાર સુરક્ષા વિષે.
તમારા બાળકના સેટિંગ્સ ખોલવા માટે :
iPhone પર અથવા iPad પર : સેટિંગ્સ ઍપ પર જઈને પરિવાર પર ટૅપ કરો પછી તમારા બાળકના નામ પર ટૅપ કરો.
Mac પર : સિસ્ટમ સેટિંગ્સ પર જઈને પરિવાર પર ક્લિક કરો પછી તમારા બાળકના નામ પર ક્લિક કરો.
સંચાર સુરક્ષા પર ટૅપ અથવા ક્લિક કરો પછી તેને ચાલુ અથવા બંધ કરો. તમારે તમારા બાળકનો સ્ક્રીન ટાઇમ પાસકોડ એંટર કરવો પડી શકે છે.
તમે ઍનાલિટિક્સ અને વપરાશ ડેટા શેર કરીને Appleને સંચાર સુરક્ષા બહેતર બનાવવામાં મદદ કરી શકો છો. Apple સાથે કોઈ મેસેજ અથવા મીડિયા શેર કરવામાં આવતા નથી. સંચાર સુરક્ષા બહેતર બનાવો ચાલુ કરો.
ટિપ : તમે તમારા બાળક સાથે ડિજિટલ સુરક્ષા અને સેક્સટિંગ અને નગ્ન ફોટો જેવા વિષયો વિષે કેવી રીતે વાત કરવી તે વિષે સંસાધનો જોઈ શકો છો. બાળ સુરક્ષા સંસાધન જુઓ પર ટૅપ અથવા ક્લિક કરો.