Apple Watch પર તમારા બાળકના આરોગ્ય રિપોર્ટ અને માહિતી જુઓ
તમારા બાળકની અનુમતિથી, તમે તેમની ઍક્ટિવિટી અને આરોગ્યની માહિતીના રિપોર્ટ જોઈ શકો છો.
નોટ : તમારા બાળકો માટે Apple Watch તમામ દેશ અથવા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. સપોર્ટેડ નેટવર્ક પ્રોવાઇડર સહિત ઉપલબ્ધતા વિષે માહિતી માટે, જુઓ : Apple Watch GPS + Cellular.
તમારા બાળકની આરોગ્યની વિગતો અને મેડિકલ ID તેમની Apple Watchમાં ઉમેરો
તમારા બાળકની ઘડિયાળને મૅનેજ કરવા માટે ઉપયોગમાં લેવાતા iPhone પર Apple Watch ઍપ
પર જાઓ.
મારી ઘડિયાળ પર ટૅપ કરો, પછી ફેમિલી ઘડિયાળની નીચે ઘડિયાળ પર ટૅપ કરો.
પર ટૅપ કરો, આરોગ્ય પર ટૅપ કરો પછી વિનંતી [પરિવારના સભ્યનું નામ] આરોગ્ય ડેટા પર ટૅપ કરો.
“આરોગ્ય ડેટાની વિનંતી કરો” પર ટૅપ કરો અને મૅનેજ કરેલી ઘડિયાળ પર સૂચના મોકલવામાં આવે છે. તમારા પરિવારના સભ્ય તેમનો આરોગ્ય ડેટા શેર કરવાનું પસંદ કરે તે પછી, નીચે મુજબ કરો :
જન્મ તારીખ, ઊંચાઈ અને વજન જેવી માહિતી એંટર કરવા અથવા સંપાદિત કરવા માટે આરોગ્યની વિગતો પર ટૅપ કરો.
ઇમર્જંસી સંપર્ક અને વધુ ઉમેરવા માટે મેડિકલ ID સેટ અપ કરો પર ટૅપ કરો.
જો તમારા પરિવારના સભ્યએ તેમની આરોગ્ય ઍપમાંથી તમારી સાથે આ માહિતી શેર કરવાનું પસંદ કર્યું હોય તો તમે Apple Watchને મૅનેજ કરવા માટે ઉપયોગમાં લેવાતા iPhone અને ઘડિયાળ પર આરોગ્યની વિગતો અને મેડિકલ ID જોઈ શકો છો.
તમારા iPhoneમાં : આરોગ્ય ઍપમાં જાઓ, શેરિંગ પર ટૅપ કરો, તમારા પરિવારના સભ્યના નામ પર ટૅપ કરો, પછી પ્રોફાઇલ પર ટૅપ કરો.
મૅનેજ કરેલી Apple Watch પર : Apple Watchમાં સેટિંગ્સ ઍપ
પર જાઓ પછી આરોગ્ય પર ટૅપ કરો.
તમારા બાળકની Apple Watchમાંથી તેમની આરોગ્યની માહિતી જુઓ
જો તમારા પરિવારના સભ્યએ તેમનો આરોગ્ય ડેટા શેર કરવાનું પસંદ કર્યું હોય તો તમે તેમની ઍક્ટિવિટી વિષેની વધારાની માહિતી તેમજ શ્રવણશક્તિ, દિવસના પ્રકાશમાં વિતાવેલો સમય, હૃદયના ધબકારા અને વધુ વિષેની માહિતી જોઈ શકો છો.
તમારા iPhoneમાં આરોગ્ય ઍપ પર જાઓ.
શેરિંગ પર ટૅપ કરો પછી “તમારી સાથે શેરિંગ”ની નીચે તમારા પરિવારના સભ્યના નામ પર ટૅપ કરો.
આરોગ્ય શ્રેણીઓ પર ટૅપ કરો, પછી શ્રેણી પર ટૅપ કરો.
હવે શું કરવાનું છે?
જ્યારે તમે સ્કૂલટાઇમ સેટ અપ કરો ત્યારે તમે તમારા બાળકની Apple Watch પર સૂચના બ્લૉક કરીને અને તમામ ઍપનો ઉપયોગ બંધ કરીને તમારા બાળકને સ્કૂલમાં ફોકસ કરવામાં મદદ કરી શકો છો. જુઓ : તમારા બાળકની Apple Watch પર સ્કૂલટાઇમ સાથે શરૂઆત કરો.