સ્વસ્થ ડિજિટલ આદતો બનાવવી : પરિવારો માટે ગાઇડ
American Academy of Pediatrics અને Apple તરફથી
American Academy of Pediatrics (AAP) પરિવાર મીડિયા પ્લાન પરિવારોને વાતચીત કરીને અને સ્વસ્થ ડિજિટલ ટેવો બનાવવામાં મદદ કરે છે જે સ્ક્રીન ટાઇમને ઊંઘ, કસરત, સ્કૂલવર્ક અને મિત્રો અને પરિવાર સાથેના સમય સાથે સંતુલિત કરે છે. આ ગાઇડ બતાવે છે કે AAP માર્ગદર્શનને અમલમાં મૂકતી વખતે તમે Apple ડિવાઇસ અને ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.*
American Academy of Pediatrics (AAP)ના માર્ગદર્શનને એક્સપ્લોર કરો
પગલું 1 : સ્ક્રીન ટાઇમ વિષે વાર્તાલાપ શરૂ કરો
વાલી નિયંત્રણ ઘણી વાર શ્રેષ્ઠ કામ કરે છે જ્યારે બાળકો સમજે છે કે શા માટે તે લાગુ કરવામાં આવ્યા છે. કોઈ પણ સેટિંગ્સને બદલતાં પહેલાં સ્ક્રીન ટાઇમ વિષે વાર્તાલાપ શરૂ કરવાથી બાળકોને પ્લાનમાં સામેલ હોવાનો અનુભવ કરવામાં મદદ મળે છે અને સતત વાર્તાલાપ માટે અવકાશ બનાવી શકે છે જે તમારા બાળકને મોટા થવામાં સહાયક બને છે.
પગલું 2 : બાળકનું અકાઉંટ સેટ અપ કરો
જ્યારે તમે ફેમિલી શેરિંગ સાથે તમારા બાળક માટે Apple અકાઉંટ સેટ અપ કરો છો, ત્યારે તે ઉંમર આધારિત સુરક્ષા ઉપાયો સક્ષમ કરે છે અને તમારા બાળકના અનુભવને મૅનેજ કરવા માટે તમને વાલી નિયંત્રણનો ઍક્સેસ આપે છે. તે તમારા બાળકથી તમારી વ્યક્તિગત માહિતીને પણ અલગ રાખે છે.
પગલું 3 : વેબસાઇટ અને ઍપ માટે સુરક્ષા સેટિંગ્સ સેટ કરો
જેમ તમારું બાળક નવી ઍપ, ગેમ અને વેબસાઇટ શોધે છે, તેમ તમે નક્કી કરી શકો છો કે તેઓ શું ઍક્સેસ કરી શકે છે—તેઓ કઈ ઍપ ખરીદી અથવા ડાઉનલોડ કરી શકે છે, તેઓ કઈ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને પુસ્તકો અને મૂવિ જેવા કૉન્ટેંટ માટે કઈ રેટિંગની અનુમતિ છે.
તમારા બાળકના ડિવાઇસ પર વેબસાઇટ અને ઍપ માટે સુરક્ષા સેટિંગ્સ સેટ કરો
પગલું 4 : ડિવાઇસના ઉપયોગ માટે શેડ્યૂલ બનાવો
તમારા બાળકના ડિવાઇસના ઉપયોગ માટે શેડ્યૂલ સેટ કરવાથી તમારા બાળકને ઑનલાઇન સમયને ઊંઘ, શારીરિક પ્રવૃત્તિ અને પરિવાર અને મિત્રો સાથેના સમય સાથે બૅલેંસ કરવામાં મદદ મળે છે. તમે સ્ક્રીન ટાઇમનો ઉપયોગ કરીને રૂટિન સેટ કરવામાં મદદ કરી શકો છો અને તમારું બાળક તેમના Apple ડિવાઇસ પર વિતાવે છે તે સમય મૅનેજ કરી શકો છો.
પગલું 5 : તમારા બાળકના સંપર્ક મૅનેજ કરો
તમે પસંદ કરી શકો છો કે તમારું બાળક કોની સાથે ફોન, FaceTime અને મેસેજમાં વાતચીત કરી શકે છે અને નવા સંપર્કને મંજૂરી આપી શકો છો. તમે સંચાર સુરક્ષાનો ઉપયોગ કરીને તેમને ઇમેજ અને વીડિયોમાં ડિટેક્ટ થયેલી નગ્નતા અને હિંસક દૃશ્યોને જોવાથી અથવા શેર કરવાથી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકો છો.
પગલું 6 : તમારું બાળક મોટું થાય તેમ વાર્તાલાપ ચાલુ રાખો
વાલી નિયંત્રણ તમારી અને તમારા બાળક વચ્ચે ખુલ્લી, ચાલુ વાર્તાલાપને સપોર્ટ કરી શકે છે. નિયમિતપણે સમીક્ષા કરતા રહો અને જેમ જેમ તમારું બાળક મોટું થાય તેમ તેમ તમારા પરિવારનો પ્લાન ઍડજસ્ટ કરો.