અસલ iPhone બૅટરીઓ વિશે
બધી રિચાર્જેબલ બૅટરી ઉપભોગ્ય વસ્તુઓ છે અને તેમની આવરદા મર્યાદિત હોય છે—આખરે તેમની ક્ષમતા અને પર્ફોર્મન્સ એટલા ઘટી જાય છે કે તેમને બદલવાની જરૂર પડે છે. iPhone માં બિલ્ટ-ઇન, ઉચ્ચ-ગુણવત્તાવાળી લિથિયમ-આયન બૅટરીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે Appleની ગુણવત્તા અને કામગીરીનાં ધોરણોને પૂર્ણ કરી શકે તે માટે સખત રીતે તેને ડિઝાઇન, પરીક્ષણ અને ઉત્પાદિત કરવામાં આવે છે. આ અસલ Apple બૅટરીઓને સલામતી માટે પણ પ્રમાણિત કરવામાં આવી છે.
તમારા રિપેરિંગના વિકલ્પો વિશે જાણો
મોટાભાગના ગ્રાહકો, અસલ Apple પાર્ટ્સનો ઉપયોગ કરતા પ્રમાણિત ટેકનિશિયનો ધરાવતા પ્રોફેશનલ રિપેરિંગ પ્રદાતાની મુલાકાત લે એ રિપેરિંગ કરાવવાનો સૌથી સલામત અને સૌથી વિશ્વસનીય માર્ગ છે. આ પ્રદાતાઓમાં Apple અને Apple અધિકૃત સેવા પ્રદાતાઓનો સમાવેશ થાય છે. સ્વતંત્ર રિપેરિંગ પ્રદાતાઓને પણ અસલ Apple પાર્ટ્સ સુલભ હોય છે.1
લિથિયમ-આયન બૅટરીઓ સંવેદનશીલ ઘટકો છે અને તેની સર્વિસ કાળજીપૂર્વક કરવી જોઈએ. ઓવરહિટીંગ, આગ અથવા ઈજાનું કારણ બની શકે તેવા નુકસાનને ટાળવા માટે, ફક્ત તાલીમ મેળવેલા ટેકનિશિયને જ iPhone બૅટરી બદલવી જોઈએ. બિન-તાલીમબદ્ધ વ્યક્તિઓ દ્વારા બિન-અસલ પાર્ટ્સનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવાથી ઉપકરણની સલામતીને અસર થઈ શકે છે અથવા તેના કારણે અયોગ્ય રીતે કામ કરી શકે છે.
તમારા સ્થાનના આધારે, તમે તમારી iPhone બૅટરી વૉરંટીમાં હોય કે ન હોય તો પણ Apple સ્ટોર અથવા Apple અધિકૃત સેવા પ્રદાતાની મુલાકાત લઈને અથવા તમારા iPhone ને Apple રિપેર સેન્ટરમાં મોકલીને તેને બદલી શકો છો. વૉરંટી બહારના રિપેરિંગ માટે સ્વતંત્ર રિપેરિંગ પ્રદાતાઓ પાસેથી અથવા સેલ્ફ-સર્વિસ રિપેરિંગ દ્વારા પણ અસલ Apple પાર્ટ્સ ઉપલબ્ધ છે.2
અસલ બૅટરીઓ સાથે સંકળાયેલી સંભવિત સમસ્યાઓ વિશે જાણો
જો કોઈ સેવા પ્રદાતા બિન-અસલ બૅટરી પાર્ટ્સનો ઉપયોગ કરતા હોય, તો બદલવામાં આવતી બૅટરી:
નબળી રીતે ડિઝાઇન અથવા ઉત્પાદિત કરવામાં આવી હોઈ શકે છે
અગાઉ વાપરેલી હોઈ શકે છે
ક્ષતિગ્રસ્ત બૅટરી હોઈ શકે છે
iPhone ના મોડેલ અનુસાર ખોટી બૅટરી હોઈ શકે છે
iPhone રિપેર કરવામાં બિન-અસલ બૅટરી વાપરી શકાય છે, પરંતુ ઉપરોક્ત કોઈપણ સમસ્યા બૅટરીની અપૂરતી ક્ષમતા, અયોગ્ય ફિટિંગ અથવા કામગીરી સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. બિન-અસલ બૅટરીનો ઉપયોગ કરવાથી ઇન્સ્ટોલેશન, ઉપકરણ સોફ્ટવેર અપડેટ્સ અથવા ચાર્જિંગ કરતી વખતે અણધારી વર્તણૂક પણ થઈ શકે છે. બિન-અસલ બૅટરીઓનો ઉપયોગ કરવાથી સલામતીના પ્રશ્નો પણ ઉભા થઈ શકે છે.
અસલ બૅટરીઓ iOS સાથે યોગ્ય રીતે કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં ચાર્જિંગનાં સ્તરો અને બૅટરી હેલ્થની જાણ કરવાનો પણ સમાવેશ થાય છે. જો તમારી બૅટરી ચકાસણી કર્યા વગરની હોય, તો બૅટરી હેલ્થની માહિતી કદાચ સાચી ન હોઈ શકે.
તમારા ઉપકરણના પાર્ટ્સ અને સર્વિસનો ઇતિહાસ તપાસો
iPhone XR, iPhone XS અને તે પછીના મોડલમાં તમે તમારા iPhone ના પાર્ટ્સ અને સર્વિસનો ઇતિહાસ જોઈ શકો છો અને બૅટરી બદલવામાં આવી છે કે નહીં તે જોઈ શકો છો:
સેટિંગ્સ ઍપ ખોલો.
સામાન્ય પર ટૅપ કરો, પછી પરિચય પર ટૅપ કરો.
જો અસલ Apple પાર્ટ્સ અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવામાં આવ્યું હોય, તો તમને બૅટરની બાજુમાં અસલ લખેલું દેખાશે.
iOS 18 નો ઉપયોગ કરી રહેલા iPhone 15 અને તે પછીના ફોનમાં, જો બૅટરી પહેલાંથી વાપરેલી હોય અથવા બીજા iPhoneમાં લગાવેલી હોય, તો તમને વાપરેલ સંદેશ દેખાશે.3

નવી Apple બૅટરી લગાવવામાં આવે તે પછી, જ્યાં સુધી તમે રિપેર આસિસ્ટન્ટ દ્વારા રિપેર કરવાની પ્રક્રિયાને સમાપ્ત ન કરો ત્યાં સુધી બૅટરીની બાજુમાં રિપેર સમાપ્ત કરો દેખાશે.
તમને સંદેશ દેખાશે4 જો બૅટરી:
અસલ Apple પાર્ટ ન હોય
અપેક્ષા મુજબ કામ કરતી ન હોય
રિપેરિંગ પૂર્ણ થયા પછી ચકાસણી કરવામાં આવી ન હોય અને તમારા iPhone સાથે લિંક કરવામાં આવી ન હોય
ફેરફાર કરવામાં આવ્યો હોય અથવા અન્યથા ચકાસવામાં અસમર્થ હોય

અજ્ઞાત પાર્ટ તમારા ઉપકરણના ટ્રેડ-ઇન મૂલ્યને અસર કરી શકે છે.
iOS 18 નો ઉપયોગ કરી રહેલા iPhone 15 અને તે પછીના ફોનમાં, સમાન મોડેલના બીજા iPhone પર અસલ બૅટરીનો ફરી ઉપયોગ કરી શકાય છે. ફરી ઉપયોગમાં લેવાયેલી બૅટરી કદાચ નવી અસલ Apple બૅટરી જેટલી સારી કામગીરી કરી શકશે નહીં. અગાઉ બીજા iPhone માં વાપરેલા અસલ Apple પાર્ટને નાખવાથી તમને બૅટરીની બાજુમાં વાપરેલ લખેલું દેખાશે.
તમે તમારી બૅટરીના પ્રથમ વપરાશની તારીખ, ક્ષમતા અને સાઇકલની સંખ્યા જોઈ શકો છો:
સેટિંગ્સ ઍપ ખોલો.
બૅટરી પર ટૅપ કરો, પછી બૅટરી હેલ્થ પર ટૅપ કરો.
જો તમને "આ iPhone માં અસલ Apple બૅટરી છે તે ચકાસવામાં અસમર્થ" લખેલું દેખાય, તો બૅટરી-હેલ્થની માહિતી સચોટ ન પણ હોય.
તમને એક વધારાનો સંદેશ દેખાઈ શકે છે જેમાં લખ્યું હોય કે, "Apple દ્વારા આ iPhone માટે ઉપકરણની માહિતી અપડેટ કરવામાં આવી છે." આનો અર્થ એ થાય કે Apple દ્વારા સેવાની જરૂરિયાતો, સલામતી વિશ્લેષણ અને ભવિષ્યના ઉત્પાદનોને સુધારવા માટે આ iPhone માટે જાળવવામાં આવતી ઉપકરણ માહિતી અપડેટ કરવામાં આવી છે.
આ સંદેશાથી તમારા iPhone કે બૅટરીનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતાને અસર થતી નથી.
iPhone પાર્ટ્સ અને સર્વિસ ઇતિહાસ વિશે વધુ જાણો
સ્વતંત્ર રિપેરિંગ પ્રદાતાઓને અસલ Apple પાર્ટ્સ, ટૂલ્સ, તાલીમ, સર્વિસ માર્ગદર્શિકાઓ, ડાયગ્નોસ્ટિક્સ અને સંસાધનો સુલભ હોય છે. સ્વતંત્ર રિપેરિંગ પ્રદાતાઓ દ્વારા કરવામાં આવતા રિપેરિંગને Appleની વૉરંટી અથવા AppleCare પ્લાન્સ દ્વારા આવરી લેવામાં આવતા નથી, પરંતુ તે પ્રદાતાની પોતાની રિપેરિંગ વૉરંટી દ્વારા આવરી લેવામાં આવી શકાય છે.
સેલ્ફ સર્વિસ રિપેર Appleના અસલ પાર્ટ્સ, ટૂલ્સ અને રિપેર મેન્યુઅલ સુલભ કરાવે છે જેથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોના રિપેરિંગની જટિલતાઓ વિશેનો અનુભવ ધરાવતા ગ્રાહકો વૉરંટી વિનાનું રિપેરિંગ પોતાની જાતે શકે. 2021 કે તે પછી રજૂ કરવામાં આવેલા ચોક્કસ iPhone મોડેલો માટે હાલમાં અમુક દેશો અથવા પ્રદેશોમાં સેલ્ફ સર્વિસ રિપેર ઉપલબ્ધ છે. પાત્ર મોડેલો માટે રિપેર માર્ગદર્શિકાઓ જોવા અને પાર્ટ્સ ઓર્ડર કરવા માટે Self Service Repair પેજ પર જાઓ.
અગાઉ વાપરેલો પાર્ટ બીજા iPhone માં કામ કરી શકે છે, પરંતુ અગાઉના ઉપયોગ અથવા ફેરફારને કારણે, કામગીરી અને ગુણવત્તા અસંગત હોઈ શકે છે.
iOS 15.1 કે તે પહેલાંના વર્ઝનમાં, અજ્ઞાત સંદેશના બદલે મહત્ત્વપૂર્ણ બૅટરી સંદેશ દેખાશે. તમે સેટિંગ્સ ઍપ ખોલીને, બૅટરી પર ટૅપ કરીને પછી બૅટરી હેલ્થ અને ચાર્જિંગ પર ટૅપ કરીને સંદેશ શોધી શકો છો.