iPhone 11 અને તે પછીના ફોનની બૅટરી અને પર્ફોર્મન્સ વિશે
તમારી બૅટરી રાસાયણિક રીતે જૂની થતી જાય તેમ પર્ફોર્મન્સ પર થતી અસરો ઘટાડવા માટે iPhone 11 અને તે પછીના મૉડલ જે બિલ્ટ-ઇન સૉફ્ટવેર અને હાર્ડવેર સિસ્ટમનો ઉપયોગ કરે છે તેના વિશે જાણો.
બૅટરી જૂની થતી જાય તેમ તેના પર્ફોર્મન્સ વિશે
તમારા iPhoneની બિલ્ટ ઇન સૉફ્ટવેર અને હાર્ડવેર સિસ્ટમ ઑટોમેટિક, હંમેશા ચાલુ હોય છે અને સમય જતાં જેમ બૅટરી જૂની થતી જાય તેમ શ્રેષ્ઠ શક્ય પર્ફોર્મન્સ આપવા માટે તે કામ કરે છે. તમારા iPhoneની પાવર જરૂરિયાતોનું ગતિશીલ રીતે નિરીક્ષણ કરવામાં આવે છે અને પર્ફોર્મન્સનું સંચાલન સિસ્ટમ કરે છે જેથી તે વાસ્તવિક સમયમાં આ જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. આ સિસ્ટમ તમારા iPhoneને બૅટરી જૂની થવાથી પર્ફોર્મન્સ પર થતી અસરો ઘટાડવાની મંજૂરી આપે છે.
ભલે સિસ્ટમ પર્ફોર્મન્સ પર થતી અસરોને શક્ય તેટલી ઘટાડે, તો પણ બૅટરી જૂની થવાથી હજુ પણ નોંધપાત્ર, સંભવતઃ અસ્થાયી, અસરો થઈ શકે છે. બૅટરીનું સ્ટેટસ, ચાર્જના લેવલ અને તમારા iPhone દ્વારા હાથ ધરવામાં આવતા કાર્યોના આધારે, ઍપ લૉન્ચ થવામાં લાંબો સમય લાગવો અને ફ્રેમ રેટ ઓછો થવા જેવા ઉદાહરણો સામેલ હોઈ શકે છે. તમને પ્રોસેસિંગના સમયમાં વધારો, વાયરલેસ-ડેટા થ્રુપુટમાં ઘટાડો, બૅકલાઇટ ડિમિંગ અથવા સ્પીકરના અવાજમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. આત્યંતિક કિસ્સાઓમાં, કૅમેરા ફ્લેશ અથવા કૅમેરાની અન્ય સુવિધાઓ અસ્થાયી રીતે અક્ષમ થઈ શકે છે.
iPhone 15 અને તે પછીના મૉડલ માટે બૅટરીની માહિતી મેળવો
iOS 17.4 અને તે પછીના વર્ઝનનો ઉપયોગ કરી રહેલા iPhone 15 અને તે પછીના મૉડલ સાથે, તમે બૅટરી હેલ્થ અને બૅટરીની મહત્તમ ક્ષમતા જોઈ શકો છો. iPhone Duo તેની બે બૅટરીમાંની દરેક માટે માહિતી બતાવે છે. તમે એ પણ જોઈ શકો છો કે શું બૅટરી રિપ્લેસમેન્ટની ભલામણ કરેલી છે કે નહીં, સાઇકલ કાઉન્ટ, તમારી બૅટરી ક્યારે બનાવવામાં આવી હતી,1 અને પહેલી વાર તેનો ઉપયોગ ક્યારે થયો હતો:
સેટિંગ્સ ઍપ ખોલીને બૅટરી પર ટૅપ કરો.
બૅટરી હેલ્થ પર ટૅપ કરો.
iPhone Duo દરેક બૅટરી માટે અલગ એન્ટ્રી બતાવે છે:
તમારા iPhone 11, 12, 13 અથવા 14 મૉડલ પર બૅટરીનું સ્ટેટસ તપાસો
બધી રિચાર્જેબલ બૅટરી ઉપભોગ્ય વસ્તુઓ છે અને તેમની આવરદા મર્યાદિત હોય છે—આખરે તેમની ક્ષમતા અને પર્ફોર્મન્સ એટલા ઘટી જાય છે કે તેમને બદલવાની જરૂર પડે છે. તમારા iPhoneની બૅટરી હેલ્થ વિશે વધુ જાણવા માટે અને બૅટરી બદલવાની ભલામણ કરવામાં આવે છે કે કે તે જાણવા માટે:
સેટિંગ્સ ઍપ ખોલીને બૅટરી પર ટૅપ કરો.
બૅટરી હેલ્થ & ચાર્જિંગ પર ટૅપ કરો.
વધુ જાણો
iPhone 14 અને તેના પહેલાંના મૉડલની બૅટરી આદર્શ પરિસ્થિતિઓમાં 500 પૂર્ણ ચાર્જ સાઇકલ પર તેમની મૂળ ક્ષમતાના 80 ટકા જાળવી રાખવી માટે ડિઝાઇન કરાઈ છે.2 iPhone 15 અને તે પછીના મૉડલની બૅટરી આદર્શ પરિસ્થિતિઓમાં 1000 પૂર્ણ ચાર્જ સાઇકલ પર તેમની ઑરિજિનલ ક્ષમતાના 80 ટકા જાળવી રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.2 બધા મૉડલ માટે, ચોક્કસ ક્ષમતા ટકાવારી ડિવાઇસનો નિયમિત રીતે ઉપયોગ અને ચાર્જ કેવી રીતે થાય છે તેના પર આધાર રાખે છે. એક વર્ષની વૉરંટીમાં સ્થાનિક ગ્રાહક કાયદા અંતર્ગત પૂરા પાડવામાં આવતા અધિકારો ઉપરાંત ખામીયુક્ત બૅટરી માટે સર્વિસ કવરેજનો સમાવેશ થાય છે. લિથિયમ-આયન બૅટરીની ચાર્જ સાઇકલ વિશે જાણો.
બૅટરી એક જટિલ ટેકનોલોજી છે અને બૅટરીના પર્ફોર્મન્સમાં ઘણા પરિબળો યોગદાન આપે છે. તમારા iPhoneની બૅટરીની મહત્તમ ક્ષમતા અને Apple ક્યારે બૅટરી સર્વિસની ભલામણ કરે છે તે વિશે વધુ જાણો.
જો તમને લાગતું હોય કે તમારા iPhoneની બૅટરી ખૂબ ઝડપથી ઉતરી રહી છે, તો શું કરવું તે જાણો.
સેવાઓ મેળવો
જો તમારા iPhoneના પર્ફોર્મન્સ પર જૂની બૅટરીના કારણે અસર થઈ હોય અને તમે બૅટરી બદલવાની સેવા માટે મદદ મેળવવા માંગતા હો, સેવા મેળવો.
iPhone Duo સાથે, દરેક બૅટરી માટે તમે અલગ-અલગ ઉત્પાદન તારીખો જોઈ શકો છો.
જ્યારે તમે તમારા iPhoneનો ઉપયોગ કરો છો, ત્યારે તેની બૅટરી ચાર્જ સાઇકલમાંથી પસાર થાય છે (iPhone Duo સાથે, દરેક બૅટરી માટે ચાર્જ સાઇકલની સંખ્યા અલગ હોઈ શકે છે). જ્યારે તમે તમારી બૅટરીની ક્ષમતાના 100 ટકાનો ઉપયોગ કરી લો, ત્યારે તમે એક ચાર્જ સાઇકલ પૂર્ણ કર્યું કહેવાય. સમય જતાં એક પૂર્ણ ચાર્જ સાઇકલ બૅટરીની ક્ષમતામાં થતા અપેક્ષિત ઘટાડાની સરખામણીમાં મૂળ ક્ષમતાના 80 ટકા અને 100 ટકા વચ્ચે સામાન્ય થાય છે.