iPhoneની બૅટરી અને પર્ફોર્મન્સ
iPhoneનું પર્ફોર્મન્સ અને તમારી બૅટરી સાથેનો તેનો સંબંધ સમજો.
તમારા iPhoneને સરળ અને ઉપયોગમાં સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફક્ત અદ્યતન ટેક્નોલોજી અને અત્યાધુનિક એન્જિનિયરિંગના સંયોજન દ્વારા જ શક્ય છે. ટેક્નોલોજી સંબંધિત એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે બૅટરી અને પર્ફોર્મન્સ. બૅટરી એક જટિલ ટેક્નોલોજી છે અને બૅટરીના પર્ફોર્મન્સ અને iPhone સંબંધિત પર્ફોર્મન્સમાં ઘણા બધા પરિબળો ફાળો આપે છે. બધી રિચાર્જેબલ બૅટરી ઉપભોગ્ય વસ્તુઓ છે અને તેમનું આવરદા મર્યાદિત હોય છે—આખરે તેમની ક્ષમતા અને પર્ફોર્મન્સ એટલું ઘટી જાય છે કે તેમને બદલવાની જરૂર પડે છે. iPhone બૅટરી વિશે અને બૅટરી પર પડતા ઘસારાને લીધે iPhoneના પર્ફોર્મન્સ પર કેવી અસર પડી શકે છે તે વિશે જાણો.
લિથિયમ-આયન બૅટરી વિશે
iPhoneની બૅટરીમાં લિથિયમ-આયન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જૂની પેઢીની બૅટરી ટેકનોલોજીની તુલનામાં, લિથિયમ-આયન બૅટરી ઝડપથી ચાર્જ થાય છે, લાંબા સમય સુધી ચાલે છે તથા હળવા પૅકેજમાં બૅટરીની વધુ આવરદા માટે ઉચ્ચ પાવર ડેન્સિટી ધરાવે છે. રિચાર્જેબલ લિથિયમ-આયન ટેકનોલોજી હાલમાં તમારા ડિવાઇસ માટે શ્રેષ્ઠ ટેક્નોલોજી પૂરી પાડે છે. લિથિયમ-આયન બૅટરી વિશે વધુ જાણો.
બૅટરીનું પર્ફોર્મન્સ વધારવાની રીત
"બૅટરીની આવરદા" એ ડિવાઇસને રિચાર્જ કરતા પહેલાં તે કેટલો સમય ચાલી એની માત્રા છે. "બૅટરીનું આયુષ્ય" એ બૅટરી બદલવાની જરૂર પડે ત્યાં સુધી બૅટરી કેટલી ચાલી એની માત્રા છે. તમારા દ્વારા તમારા ડિવાઇસનો ઉપયોગ કરવાની રીત બૅટરીની આવરદા અને આયુષ્યને અસર કરે છે, પણ તમે કોઈપણ રીતે તમારું ડિવાઇસ વાપરતા હો, હંમેશાં મદદની રીતો મળી રહે છે. બૅટરીનું આયુષ્ય તેની “રાસાયણિક ઉંમર” સાથે સંબંધિત છે, જે ફક્ત સમય પસાર થવા કરતાં વધુ છે. તેમાં વિવિધ પરિબળોનો સમાવેશ થાય છે, જેમ કે ચાર્જ સાઇકલની સંખ્યા અને કેવી રીતે તેની સંભાળ રાખવામાં આવી હતી.
બૅટરીનું પર્ફોર્મન્સ વધારવાની અને બૅટરીનું આયુષ્ય લંબાવવામાં મદદ કરવાની રીત વિશે જાણો. ઉદાહરણ તરીકે:
તમારા iPhoneને લાંબા સમય સુધી સ્ટોર રૃકરવામાં આવે ત્યારે તેને અડધો ચાર્જ રાખો.
તમારા iPhoneને સૂર્યપ્રકાશના સીધા સંપર્ક સહિત ગરમ વાતાવરણમાં વધુ લાંબા સમય સુધી ચાર્જ કરવાનું અથવા રાખી મૂકવાનું ટાળો.
જ્યારે બૅટરી રાસાયણિક રીતે જૂની થાય છે
બધી રિચાર્જેબલ બૅટરી ઉપભોગ્ય ઘટકો છે જે રાસાયણિક રીતે જૂની થતા ઓછી અસરકારક બને છે.
જેમ-જેમ લિથિયમ-આયન બૅટરી રાસાયણિક રીતે જૂની થાય છે, તેમ-તેમ તેમનો ચાર્જ ઓછો થતો જાય છે, જેના પરિણામે ડિવાઇસને ઓછા સમયમાં જ ફરીથી રિચાર્જ કરવાની જરૂર પડે છે. આને બૅટરીની મહત્તમ ક્ષમતા તરીકે ઓળખી શકાય છે—જ્યારે તે નવી હતી ત્યારે બૅટરીની ક્ષમતાનું માપ. વધુમાં, બૅટરીનું મહત્તમ તાત્કાલિક પર્ફોર્મન્સ ડિલિવર કરવાની ક્ષમતા અથવા “મહત્તમ પાવર” આપવાની ક્ષમતા ઘટી શકે છે. ફોન યોગ્ય રીતે કાર્ય કરે તે માટે, ઇલેક્ટ્રોનિક્સ બૅટરીમાંથી તાત્કાલિક પાવર મેળવવા માટે સક્ષમ હોવા આવશ્યક છે. આ તાત્કાલિક પાવર ડિલિવરીને અસર કરતી એક વિશેષતા છે બૅટરીનો સંરોધ. ઉચ્ચ સંરોધ ધરાવતી બૅટરી કદાચ સિસ્ટમને જરૂર હોય તેટલો પર્યાપ્ત પાવર પૂરો ન પાડી શકે. જો બૅટરીની રાસાયણિક ઉંમર વધુ હોય તો બૅટરીનો સંરોધ વધી શકે છે. વાતાવરણમાં નીચા તાપમાને બૅટરીનો ચાર્જ ઓછો હોય તેવી સ્થિતિમાં બૅટરીને સંરોધ અસ્થાયી રૂપે વધશે. તેની સાથે જો રાસાયણિક ઉંમર વધારે હોય, તો સંરોધ નોંધપાત્ર રીતે વધશે. આ બૅટરીની રાસાયણિક બનાવટની લાક્ષણિકતાઓ છે જે ઉદ્યોગમાં ઉપલબ્ધ બધી લિથિયમ-આયન બૅટરીમાં સામાન્ય બાબત છે.
જ્યારે કોઈ ડિવાઇસ ઉચ્ચ લેવલનો સંરોધ ધરાવતી બૅટરીમાંથી પાવર ખેંચે છે, ત્યારે બૅટરીનો વૉલ્ટેજ વધુ માત્રામાં ઘટશે. ઇલેક્ટ્રોનિક ઘટકોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઓછામાં ઓછા વૉલ્ટેજની જરૂર પડે છે. આમાં ડિવાઇસના આંતરિક સ્ટોરેજ, પાવર સર્કિટ અને બૅટરીનો સમાવેશ થાય છે. પાવર મેનેજમેન્ટ સિસ્ટમ બૅટરીની આ પાવર સપ્લાય કરવાની ક્ષમતા નક્કી કરે છે અને કામગીરી જાળવવા માટે લોડ મેનેજ કરે છે. જ્યારે કામગીરીને પાવર મેનેજમેન્ટ સિસ્ટમની સંપૂર્ણ ક્ષમતાઓનો સપોર્ટ ન મળે, ત્યારે આ ઇલેક્ટ્રોનિક ઘટકોને સાચવવા માટે સિસ્ટમ શટડાઉન કરશે. આ શટડાઉન ડિવાઇસના દૃષ્ટિકોણથી ઇરાદાપૂર્વક હોય તેમ છતાં તે વપરાશકર્તા દ્વારા અનપેક્ષિત હોઈ શકે છે.
અનપેક્ષિત શટડાઉન અટકાવામાં આવી રહ્યું છે
જ્યારે તમારી બૅટરીનો ચાર્જ ઓછો હોય, તે રાસાયણિક રીતે વધુ જૂની હોય અથવા તમે ઠંડા તાપમાનવાળી જગ્યાએ હો, ત્યારે તમને અનપેક્ષિત શટડાઉનનો અનુભવ થવાની શક્યતા વધુ હોય છે. આત્યંતિક કિસ્સાઓમાં, શટડાઉન વધુ વારંવાર થઈ શકે છે, જે ડિવાઇસને અવિશ્વસનીય અથવા બિનઉપયોગી બનાવે છે. iPhone 6, iPhone 6 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone SE (1લી જનરેશન), iPhone 7 અને iPhone 7 Plus માટે, ડિવાઇસને અનપેક્ષિત રીતે શટડાઉન થતું અટકાવવા માટે iOS ડાયનૅમિક રીતે પર્ફોર્મન્સ પીકને મેનેજ કરે છે જેથી તમે હજુ પણ તમારો ફોન વાપરી શકો. આ પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચર ફક્ત iPhone માટે છે અને અન્ય કોઈપણ Apple પ્રૉડક્ટ પર લાગુ થતી નથી. iOS 12.1થી શરૂ કરીને iPhone 8, iPhone 8 Plus અને iPhone Xમાં આ ફીચરનો સમાવેશ થાય છે; iOS 13.1થી શરૂ કરીને iPhone XS, iPhone XS Max અને iPhone XRમાં આ ફીચરનો સમાવેશ થાય છે. iPhone 11 અને તે પછીના સંસ્કરણ પર પર્ફોર્મન્સ મેનેજમેન્ટ વિશે જાણો.
iPhone પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ડિવાઇસનું તાપમાન, બૅટરીમાં ચાર્જની સ્થિતિ અને બૅટરીના સંરોધના સંયોજનને જોઈને કાર્ય કરે છે. જો ફક્ત આ વેરિએબલ માટે અનપેક્ષિત શટડાઉનને અટકાવવાનું જરૂરી હોય, તો iOS CPU અને GPU જેવા કેટલાક સિસ્ટમના ઘટકોના મહત્તમ પર્ફોર્મન્સને ડાયમૅમિક રીતે મેનેજ કરશે. પરિણામે, ડિવાઇસ વર્કલોડ સ્વ-સંતુલિત થશે, જે એકસાથે કામગીરીમાં મોટા, ઝડપી વધારાને બદલે સિસ્ટમ કાર્યોનું સરળ વિતરણ કરવાની મંજૂરી આપશે. કેટલાક કિસ્સાઓમાં, તમને ડિવાઇસના પર્ફોર્મન્સમાં કોઈ તફાવત દેખાશે નહીં. જોવા મળેલા ફેરફારનું લેવલ તમારા ડિવાઇસ માટે કેટલું પર્ફોર્મન્સ મેનેજમેન્ટ જરૂરી છે તેના પર આધારે રાખે છે.
એવા કિસ્સાઓ કે જેમાં વધુ આત્યંતિક પર્ફોર્મન્સ મેનેજમેન્ટની જરૂર હોય, ત્યાં તમને કદાચ નીચેની અસરો જોવા મળી શકે છે:
ઍપ લૉન્ચ થવામાં વધુ સમય લાગવો
સ્ક્રોલ કરતી વખતે ફ્રેમ રેટ ઓછો રહેવો
બૅકલાઇટ ડિમિંગ (જે કંટ્રોલ સેન્ટરમાં ઓવરરાઇડ કરી શકાય છે)
સ્પીકરના વૉલ્યૂમમાં -3dB સુધીનો ઘટાડો થવો
કેટલીક ઍપમાં ફ્રેમ-રેટમાં ધીમે-ધીમે ઘટાડો થવો
સૌથી આત્યંતિક કિસ્સાઓમાં, કૅમેરા UIમાં કૅમેરા ફ્લૅશ દૃશ્યમાન તરીકે અક્ષમ કરવામાં આવશે.
બૅકગ્રાઉન્ડમાં રિફ્રેશ થતી ઍપને લૉન્ચ થવા પર કદાચ ફરીથી લોડ કરવાની જરૂર પડી શકે છે
આ પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચરની ઘણા મહત્ત્વના ક્ષેત્રો પર અસર થતી નથી. આમાંથી કેટલાકમાં આનો સમાવેશ થાય છે:
મોબાઇલ કૉલ ક્વૉલિટી અને નેટવર્કિંગ થ્રુપુટ પર્ફોર્મન્સ
કૅપ્ચર કરેલો ફોટો અને વીડિયો ક્વૉલિટી
GPS પર્ફોર્મન્સ
લોકેશનની સચોટતા
જાયરોસ્કૉપ, એક્સલરોમીટર, બૅરોમીટર જેવા સેન્સર
Apple Pay
બૅટરીનો ચાર્જ ઓછો હોય અને ઠંડા તાપમાનની સ્થિતિમાં પર્ફોર્મન્સ મેનેજમેન્ટમાં આવતા ફેરફારો અસ્થાયી હોય છે. જો ડિવાઇસની બૅટરી રાસાયણિક રીતે ખૂબ જૂની થઈ ગઈ હોય, તો પર્ફોર્મન્સ મેનેજમેન્ટમાં આવતા ફેરફારો વધુ સ્થાયી હોઈ શકે છે. આનું કારણ એ છે કે બધી રિચાર્જેબલ બૅટરી ઉપભોગ્ય હોય છે અને તેનું આયુષ્ય મર્યાદિત હોય છે, જેને અંતે બદલવાની જરૂર પડે છે. જો તમે આનાથી પ્રભાવિત થયા છો અને તમારા ડિવાઇસનું પર્ફોર્મન્સ બહેતર બનાવવા માંગતા હો, તો તમારા ડિવાઇસની બૅટરી બદલવાથી મદદ મળી શકે છે.
iOS 11.3 અને પછીના સંસ્કરણ માટે
iOS 11.3 અને તે પછીના સંસ્કરણ અનપેક્ષિત શટડાઉન ટાળવા માટે જરૂરી પર્ફોર્મન્સ મેનેજમેન્ટ લેવલનું સમયાંતરે મૂલ્યાંકન કરીને પર્ફોર્મન્સ મેનેજમેન્ટ બહેતર બનાવે છે. જો બૅટરી હેલ્થ અવલોકન કરાયેલી પીક પાવર આવશ્યકતાઓને સમર્થન આપવા સક્ષમ હોય, તો પર્ફોર્મન્સ મેનેજમેન્ટની માત્રા ઓછી થશે. જો ફરીથી અનપેક્ષિત શટડાઉન થાય, તો પર્ફોર્મન્સ મેનેજમેન્ટ વધશે. આ મૂલ્યાંકન ચાલુ છે, જેનાથી વધુ અડૅપ્ટિવ પર્ફોર્મન્સ મેનેજમેન્ટની મંજૂરી મળે છે.
એકંદર સિસ્ટમ પર્ફોર્મન્સ મહત્તમ બનાવવા માટે, iPhone 8 અને તેના પછીના સંસ્કરણમાં અદ્યતન હાર્ડવેર અને સોફ્ટવેર ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે જે પાવર જરૂરિયાતો અને બૅટરીની પાવર ક્ષમતા બંનેનો વધુ સચોટ અંદાજ પૂરો પાડે છે. આનાથી iOS અનપેક્ષિત શટડાઉનની વધુ સચોટ આગાહી કરી શકે છે અને વધુ ચોક્કસ રીતે અનપેક્ષિત શટડાઉનને ટાળી શકે છે. પરિણામે, iPhone 8 અને તેના પછીના સંસ્કરણ પર પર્ફોર્મન્સ મેનેજમેન્ટની અસરો ઓછી નોંધપાત્ર હોઈ શકે છે. સમય જતાં, બધા iPhone મૉડલમાં રિચાર્જેબલ બૅટરીની ક્ષમતા અને પીક પર્ફોર્મન્સ ઘટશે અને અંતે તેને બદલવાની જરૂર પડશે.

બૅટરી હેલ્થ
iPhone 6 અને તેના પછીના સંસ્કરણમાં iOS બૅટરી હેલ્થ દર્શાવવા માટે નવા ફીચર ઉમેરે છે અને તમારે બૅટરી બદલવાની જરૂર છે કે નહીં તેની ભલામણ કરે છે. તમે સેટિંગ્સ > બૅટરી > બૅટરી હેલ્થ અને ચાર્જિંગ (iOS 16.0 કે તેના પહેલાંના સંસ્કરણ સાથે, આને સેટિંગ્સ > બૅટરી > બૅટરી હેલ્થમાં આને શોધો)માં આને શોધી શકો છો.
વધુમાં, તમે જોઈ શકો છે કે અનપેક્ષિત શટડાઉનને અટકાવવા માટે મહત્તમ પર્ફોર્મન્સને ડાયનૅમિક રીતે મેનેજ કરતું પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચર ચાલુ છે કે નહીં અને તમે તેને બંધ કરવાનું પસંદ કરી શકો છો. મહત્તમ તાત્કાલિક પાવર ડિલિવર કરવાની ઘટેલી ક્ષમતા ધરાવતી બૅટરીવાળા ડિવાઇસ પર પહેલી વાર અનપેક્ષિત શટડાઉન થયા પછી જ આ ફીચર સક્ષમ કરવામાં આવે છે. આ ફીચર iPhone 6, iPhone 6 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone SE (1લી જનરેશન), iPhone 7 અને iPhone 7 Plus પર લાગુ થાય છે. iOS 12.1થી શરૂ કરીને, iPhone 8, iPhone 8 Plus અને iPhone Xમાં આ ફીચરનો સમાવેશ થાય છે; iOS 13.1થી શરૂ કરીને iPhone XS, iPhone XS Max અને iPhone XRમાં આ ફીચરનો સમાવેશ થાય છે. iPhone 11 અને તે પછીના સંસ્કરણ પર પર્ફોર્મન્સ મેનેજમેન્ટ વિશે જાણો. નવા મૉડલની વધુ અદ્યતન હાર્ડવેર અને સોફ્ટવેર ડિઝાઇનને કારણે તેમના પર પર્ફોર્મેન્સ મેનેજમેન્ટની અસરો ઓછી નોંધપાત્ર હોઈ શકે છે.
iOS 11.2.6 કે તેના પહેલાંના સંસ્કરણથી અપડેટ થતા ડિવાઇસમાં શરૂઆતમાં પર્ફોર્મન્સ મેનેજમેન્ટ અક્ષમ કરેલું હશે; જો ડિવાઇસ પછીથી અનપેક્ષિત રીતે શટડાઉન થાય તો તેને ફરીથી સક્ષમ કરવામાં આવશે.
બૅટરી અને એકંદર સિસ્ટમ ડિઝાઇન મુજબ કાર્ય કરે અને આંતરિક ઘટકો સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે બધા iPhone મૉડલમાં મૂળભૂત પર્ફોર્મન્સ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. આમાં ગરમ કે ઠંડા તાપમાનમાં વર્તન, તેમજ આંતરિક વૉલ્ટેજ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. સલામતી અને અપેક્ષિત કામગીરી માટે આ પ્રકારનું પર્ફોર્મન્સ મેનેજમેન્ટ જરૂરી છે અને તેને બંધ કરી શકાતું નથી.

તમારી બૅટરીની મહત્તમ ક્ષમતા
બૅટરી હેલ્થ સ્ક્રીનમાં મહત્તમ બૅટરી ક્ષમતા અને પીક પર્ફોર્મન્સ ક્ષમતા વિશેની માહિતીનો સમાવેશ થાય છે.
મહત્તમ બૅટરી ક્ષમતા ડિવાઇસ નવું હતું ત્યારની તુલનામાં હમણાંની બૅટરી ક્ષમતાને માપે છે. જેમ-જેમ બૅટરી રાસાયણિક રીતે જૂની થશે, તેમ-તેમ તેની ક્ષમતા ઘટશે જેનાથી ચાર્જ કરવાની વચ્ચે ઓછા કલાકનો બૅટરી વપરાશ મળશે. iPhone બનાવ્યા પછી તેને કેટલા સમય બાદ સક્રિય કરવામાં આવ્યો હતો તેના આધારે, કદાચ તમારી બૅટરીની ક્ષમતા 100 ટકાથી થોડી ઓછી દેખાઈ શકે છે.
iPhone 14 અને તેના પહેલાંના મૉડલની બૅટરી આદર્શ પરિસ્થિતિઓમાં 500 પૂર્ણ ચાર્જ સાઇકલ પર તેમની મૂળ ક્ષમતાના 80 ટકા જાળવી રાખવી માટે ડિઝાઇન કરવામાં આવી છે.1 iPhone 15 અને તેના પહેલાંના મૉડલની બૅટરી આદર્શ પરિસ્થિતિઓમાં 1000 પૂર્ણ ચાર્જ સાઇકલ પર તેમની મૂળ ક્ષમતાના 80 ટકા જાળવી રાખવી માટે ડિઝાઇન કરવામાં આવી છે.1 બધા મૉડલમાં ક્ષમતાની ચોક્કસ ટકાવારી ડિવાઇસના નિયમિત ઉપયોગ અને ચાર્જ કરવાની રીત પર આધાર રાખે છે. એક વર્ષની વૉરંટી (તુર્કીયેમાં બે વર્ષની વૉરંટી)માં સ્થાનિક ગ્રાહક કાયદા હેઠળ પૂરા પાડવામાં આવેલા અધિકારો ઉપરાંત ખામીયુક્ત બૅટરી માટે સર્વિસ કવરેજનો સમાવેશ થાય છે. જો તેની વૉરંટી સમાપ્ત થઈ ગઈ હોય તો Apple શુલ્ક લઈને બૅટરી સેવા આપે છે. શુલ્ક લેવાના સાઇકલ વિશે વધુ જાણો.
જેમ-જેમ તમારી બૅટરી હેલ્થ બગડે છે, તેમ-તેમ પીક પર્ફોર્મન્સ પ્રદાન કરવાની તેની ક્ષમતા પણ ઓછી થઈ શકે છે. બૅટરી હેલ્થ સ્ક્રીનમાં પીક પર્ફોર્મન્સ ક્ષમતા માટે એક વિભાગનો સમાવેશ થાય છે જ્યાં નીચે જણાવેલા મેસેજ દેખાઈ શકે છે.
પર્ફોર્મન્સ સામાન્ય છે
જ્યારે બૅટરીની સ્થિતિ સામાન્ય પીક પર્ફોર્મન્સને સપોર્ટ કરી શકે છે અને તેમાં પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચર લાગુ કરવામાં ન આવ્યા હોય, ત્યારે તમને આ મેસેજ દેખાશે:
તમારી બૅટરી હાલમાં સામાન્ય પીક પર્ફોર્મન્સને સપોર્ટ કરી રહી છે.

પર્ફોર્મન્સ મેનેજમેન્ટ લાગુ કર્યું
જ્યારે પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચર લાગુ કરવામાં આવ્યા હોય, ત્યારે તમને આ મેસેજ દેખાશે:
આ iPhone અનપેક્ષિત રીતે શટડાઉન થયો છે કારણ કે બૅટરી જરૂરી પીક પાવર ડિલિવર કરવા અસમર્થ હતી. આવું ફરીથી ન બને તે માટે મદદ કરવા પર્ફોર્મન્સ મેનેજમેન્ટ લાગુ કરવામાં આવ્યું છે. અક્ષમ કરો…
નોંધ લો કે જો તમે પર્ફોર્મન્સ મેનેજમેન્ટ અક્ષમ કરો છો, તો તમે તેને પાછું ચાલુ કરી શકતા નથી. જો કોઈ અનપેક્ષિત શટડાઉન થાય, તો તે ઑટોમૅટિક રીતે ફરી ચાલુ થઈ જશે. અક્ષમ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.

પર્ફોર્મન્સ મેનેજમેન્ટ બંધ કર્યું
જો તમે લાગુ કરેલું પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચર અક્ષમ કરો છો, તો તમને આ મેસેજ દેખાશે:
આ iPhone અનપેક્ષિત રીતે શટડાઉન થયો છે કારણ કે બૅટરી જરૂરી પીક પાવર ડિલિવર કરવા અસમર્થ હતી. તમે પર્ફોર્મન્સ મેનેજમેન્ટ સુરક્ષાને મેન્યુઅલી અક્ષમ કરી છે.
જો ડિવાઇસ ફરીથી અનપેક્ષિત રીતે બંધ થાય છે, તો પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચર ફરીથી લાગુ કરવામાં આવશે. અક્ષમ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.

બૅટરી હેલ્થ સ્થિતિ બગડી ગઈ છે
જો બૅટરી હેલ્થ નોંધપાત્ર રીતે બગડી ગઈ હોય, તો નીચેનો મેસેજ પણ દેખાશે:
તમારી બૅટરી હેલ્થ નોંધપાત્ર રીતે બગડી ગઈ છે. Apple અધિકૃત સેવા પ્રદાતા સંપૂર્ણ પર્ફોર્મન્સ અને ક્ષમતા રિસ્ટોર કરવા માટે બૅટરી બદલી શકે છે. સેવા વિકલ્પો વિશે વધુ…
આ મેસેજ સલામતી સમસ્યા સૂચિત કરતો નથી. તમે હજુ પણ તમારી બૅટરી વાપરી શકો છો. જોકે, તમને બૅટરી અને પર્ફોર્મન્સની સમસ્યાઓ વધુ નોંધપાત્ર હોય તેવી લાગશે. નવી રિપ્લેસમેન્ટ બૅટરી સાથે તમારા અનુભવને બહેતર બનાવવા માટે સેવા મેળવો.

વેરિફાઇ કરવામાં અસમર્થ
જો તમને નીચેનો મેસેજ દેખાય, તો તેનો અર્થ એ છે કે તમારા iPhoneની બૅટરી વેરિફાઇ કરી શકાતી નથી. આ મેસેજ iPhone XS, iPhone XS Max, iPhone XR અને તે પછીના સંસ્કરણ પર લાગુ થાય છે.2
આ iPhoneમાં અસલી Apple બૅટરી છે કે નહીં તે વેરિફાઇ કરવામાં અસમર્થ. આ બૅટરીમાંથી મળતી વિગતો સચોટ ન પણ હોય. વધુ જાણો...
આ સ્ક્રીન પરની બૅટરી હેલ્થની માહિતી કદાચ સચોટ ન પણ હોય. તમારી બૅટરી ચેક કરાવવા માટે, સેવા મેળવો.

iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max પર બૅટરી હેલ્થ રિપોર્ટિંગનું રિકૅલિબ્રેશન
iOS 14.5 અને તે પછીના સંસ્કરણમાં કેટલાક વપરાશકર્તાઓ માટે બૅટરી હેલ્થ રિપોર્ટિંગના અચોક્કસ અંદાજોને સંબોધવા માટેની અપડેટનો સમાવેશ થાય છે. બૅટરી હેલ્થ રિપોર્ટિંગ સિસ્ટમ iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max પર મહત્તમ બૅટરી ક્ષમતા અને પીક પર્ફોર્મન્સ ક્ષમતાને રિકૅલિબ્રેટ કરશે.
iOS 14.5માં બૅટરી હેલ્થ રિપોર્ટિંગના રીકૅલિબ્રેશન વિશે વધુ જાણો
બૅટરી સર્વિસ અને રિસાયક્લિંગ વિશે વધુ જાણો
જ્યારે તમે તમારો iPhone વાપરો છો, ત્યારે તેની બૅટરી ચાર્જિંગ સાઇકલમાંથી પસાર થાય છે. જ્યારે તમે તમારી બૅટરીની ક્ષમતાના 100 ટકાનો ઉપયોગ કરી લો છો, ત્યારે તમે એક ચાર્જ સાઇકલ પૂર્ણ કર્યું કહેવાય. સમય જતાં એક પૂર્ણ ચાર્જ સાઇકલ બૅટરીની ક્ષમતામાં થતા અપેક્ષિત ઘટાડાની તુલનામાં મૂળ ક્ષમતાના 80 ટકા અને 100 ટકા વચ્ચે સામાન્ય થાય છે.
iPhone X અને તેના પહેલાંના સંસ્કરણમાં, અનવેરિફાઇ કરાયેલીના બદલે તમને કદાચ “મહત્ત્વપૂર્ણ બૅટરી મેસેજ જોવા મળી શકે છે. આ iPhone બૅટરી હેલ્થ નિર્ધારિત કરવામાં અસમર્થ છે."