જો તમે તમારા iPhone કે iPad પર મેસેજ મેળવી શકતા ન હોવ, તો

જો iMessage કામ કરે નહીં, તમે મેસેજ મેળવી શકતા નથી અથવા તમે મેસેજ મોકલો ત્યારે તમને અલર્ટ દેખાય, તો શું કરવું તે જાણો.

તમે નવું ડિવાઇસ સેટઅપ કરો પછી મેસેજમાં સમસ્યાઓ

મેસેજ ડિલિવર થયો નથી

ડિવાઇસ પર મેસેજ મળતા નથી

ગ્રૂપ મેસેજને લગતી સમસ્યાઓ

મેસેજમાં ફોટા કે વીડિયોને લગતી સમસ્યાઓ

જો તમે નવું ડિવાઇસ સેટઅપ કરો પછી તમને મેસેજમાં સમસ્યાઓ આવતી હોય, તો

જ્યારે તમે નવું ડિવાઇસ સેટઅપ કરો ત્યારે જો તમે મેસેજમાં વાર્તાલાપ અલગ થ્રેડ તરીકે દેખાવા અથવા મોકલેલા મેસેજ વાદળી મેસેજવાળા બબલને બદલે લીલા મેસેજવાળા બબતલ તરીકે દેખાવા જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા હોવ, તો નીચેના પગલાંનો ઉપયોગ કરીને તમારા સેટિંગ્સ અપડેટ કરો:

  1. તમારા ડિવાઇસને iOS અથવા iPadOSના તાજેતરના વર્ઝન પર અપડેટ કરો, જો જરૂર હોય તો.

  2. સેટિંગ્સ ઍપ પર, મોબાઇલ પર ટૅપ કરો. ખાતરી કરો કે તમારી ફોન લાઇન ચાલુ છે. જો તમારી પાસે એક કરતાં વધુ સિમ હોય, તો ખાતરી કરો કે તમે જે ફોન નંબરનો ઉપયોગ કરવા માગતા હો, તે પસંદ કરેલ છે અને ચાલુ છે.

  3. સેટિંગ્સ ઍપ પર, ‘સેટિંગ્સ’ પર ટૅપ કરો.

  4. ‘મેસેજ’ પર ટૅપ કરો, પછી iMessage બંધ કરીને ફરીથી ચાલુ કરો.

  5. ‘મોકલો અને મેળવો’ પર ટૅપ કરો.

  6. તમે જે ફોન નંબરનો ઉપયોગ કરવા માગતા હો, તેના પર ટૅપ કરો

જો તમે નવું ડિવાઇસ સેટઅપ કરો પછી, તમને FaceTime કૉલ મેળવતી વખતે સમસ્યા આવતી હોય, તમે તમારા FaceTime સેટિંગ્સ પણ અપડેટ કરી શકો છો.

જો તમે iMessage અથવા FaceTime પર મેસે મેળવી શકતા નથી, તો શું કરવું તે જાણો

જો તમારા મેસેજ લીલા હોય, તો શું કરવું તે જાણો

જો તમને ઍક્ટિવેશન અલર્

જો તમને લાલ ઉદ્ગાર પૉઇંટ દેખાય, તો

જો તમે મેસેજ મોકલવાનો પ્રયાસ કરો અને તમને લાલ ઉદ્ગાર પૉઇંટ દેખાય ઉદ્ગાર માર્ક આઇકન સાથે ડિલિવર ન થયાની અલર્ટ દેખાય, તો નીચેના પગલાં અનુસરો:

  1. તમારું નેટવર્ક કનેક્શન ચકાસો.

  2. લાલ ઉદ્ગાર પૉઇંટ પર ટૅપ કરો ઉદ્ગાર માર્ક આઇકન, પછી ફરી પ્રયાસ કરો.

    જ્યારે તમારો મેસેજ ડિલિવર ન થાય ત્યારે લાલ ઉદ્ગાર માર્ક આઇકન પૉઇંટ દેખાય છે.
  3. જો તમને હજી મેસેજ દેખાતો ન હોય, તો લાલ ઉદ્ગાર પૉઇંટ ઉદ્ગાર માર્ક આઇકનપર ટૅપ કરો, પછી ટેક્સ્ટ મેસેજ તરીકે મોકલો. મેસેજિંગ રેટ

    જ્યારે iMessage કોઈ મેસેજ ડિલિવર કરી શકે નહીં ત્યારે લાલ ઉદ્ગાર પૉઇંટ દેખાય છે અને તમને ફરી પ્રયાસ કરવાનો અથવા ટેક્સ્ટ મેસેજ તરીકે મોકલવાનો વિકલ્પ મળે છે.

    લાગુ થઈ શકે છે.

iMessages એવા ટેક્સ્ટ, ફોટા અથવા વીડિયો છે કે જે તમે અન્ય iPhone, iPad, iPod touch અથવા Mac પર Wi-Fi અથવા મોબાઇલ-ડેટા નેટવર્ક દ્વારા મોકલો છો. આ વાદળી બબલમાં દેખાય છે. બીજા બધા ટેક્સ્ટ મેસેજ RCS, SMS અથવા MMSનો ઉપયોગ કરે છે અને તેના માટે ટેક્સ્ટ મેસેજ મોકલવાનો પ્લાન જરૂરી છે. લીલા બબલ તરીકે દેખાતા.

iMessage, RCS અને SMS/MMS વચ્ચે શું તફાવત છે?

જો તમે SMS મેસેજ મોકલી કે મેળવી શકો નહીં, તો તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો

તમે તમારા મેસેજને ટેક્સ્ટ મેસેજ તરીકે મોકલવાનો પ્રયાસ કરો પછી પણ જો તમે ડિલિવર ન થયો હોવાની અલર્ટ મેળવો, તો શું કરવું તે જાણો

તમે મેસેજ સેટઅપ કરી શકો છો, જેથી જ્યારે iMessage ઉપલબ્ધ ન હોય ત્યારે તે SMS મોકલવાનો પ્રયત્ન કરે છે. સેટિંગસ > ઍપ > મેસેજ પર જાઓ અને ‘ટેક્સ્ટ મેસેજ તરીકે મોકલો’ ચાલુ કરો.

જો તમેએક ડિવાઇસ પર મેસેજ મેળવો છો, પરંતુ બીજા પર નહીં, તો

જો તમારી પાસે iPhone અને અન્ય iOS અથવા iPadOS ડિવાઇસ હોય, જેમ કે iPad, તો બની શકે કે તમારા iMessageના સેટિગ્સ તમારા ફોન નંબરના બદલે તમારાApple અકાઉંટ ઇમેઇલ એડ્રેસ પરથી મેસેજ મેળવવા અને શરૂ કરવા માટે સેટ કરેલ હોય. તમારો ફોન નંબર મેસેજ મોકલવા અને મેળવવા માટે સેટ કરેલ છે કે નહીં તે ચકાસવા માટે:

  1. સેટિંગ્સ ઍપ પર, ‘સેટિંગ્સ’ પર ટૅપ કરો.

  2. ‘મેસેજ’ પર ટૅપ કરો

  3. ‘મોકલો અને મેળવો’ પર ટૅપ કરો.

  4. તમે મેસેજ સાથે જે ફોન નંબર અથવા ઇમેઇલ એડ્રેસનો ઉપયોગ કરવા માગતા હોવ, તેને પસંદ કરો.

    સેટિંગ્સ > ઍપ > મેસેજ > મોકલો અને મેળવોમાં, તમે ડિફોલ્ટ રીતે તમારા ફોન નંબર કે ઇમેઇલ એડ્રેસ પરથી મેસેજ મોકલવા કે નહીં તે પસંદ કરી શકો છો.

જો તમને તમારો ફોન નંબર દેખાય નહીં, તો તમે તમારા iPhoneને તમારા Apple અકાઉંટ સાથે લિંક કરી શકો છો જેથી તમે તમારા ફોન નંબર પરથી iMessages મોકલી અને મેળવી શકો. તમે ટેક્સ્ટ મેસેજ ફૉરવર્ડિં પણ સેટઅપ કરી શકો છો જેથી તમે તમારા બધા Apple ડિવાઇસ પરથી ટેક્સ્ટ મેસેજ મોકલી અને તેમાં ટેક્સ્ટ મેસેજ મેળવી શકો.

જો તમને ગ્રૂપ મેસેજને લગતી સમસ્યા હોય, તો

જો તમે ગ્રૂપ મેસેજમાં હો અને મેસેજ મળવાનું બંધ થઈ ગયું હોય, તો ચકાસો કે વાર્તાલાપ છોડ્યો છે:

  1. Messagesમાં, તમે જે ગ્રૂપ મેસેજમાંથી મેસેજ મેળવી શકતા નથી તેના પર ટૅપ કરો.

  2. જો તમને તમે વાર્તાલાપ છોડી હોવાનું જણાવતો મેસેજ દેખાય, તો ક્યાં તો તમે વાર્તાલાપ છોડ્યો છે અથવ તમને ગ્રૂપમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

તમે તો જ ગ્રૂપ મેસેજમાં ફરી જોડાઈ શકો જો ગ્રૂપમાંની કોઈ વ્યક્તિ તમને ફરી ઉમેરે. ગ્રૂપ મેસેજમાં કેવી રીતે લોકો ઉમેરવા અથવા ગ્રૂપ મેસેજમાંથી કેવી રીતે લોકોને દૂર કવા તે જાણો .

નવો ગ્રૂપ મેસેજ શરૂ કરવા માટે:

  1. Messages ખોલો અને કંપોઝ બટન પર ટૅપ કરો ઇમેજ માટે કોઈ વિકલ્પ આપવામાં આવતો નથી.

  2. તમારા સંપર્કોના ફોન નંબર અથવા ઇમેઇલ એડ્રેસ એંટર કરો.

  3. તમારો મેસેજ ટાઇપ કરો, પછી મોકલો બટનમેસેજ મોકલોપર ટૅપ કરો.

જો તમને ગ્રૂપ મેસેજને લગતી અન્ય સમસ્યાઓ આવતી હોય, તો બની શકે કે તમારે વાર્તાલાપ ડિલીટ કરો અને નવો વાર્તાલાપ શરૂ કરવાની જરૂર હોય. iOS 16, iPadOS 16.1, અને તેના પછીના વર્ઝન પર, જો તમેમેસેજને છેલ્લા 30 થી 40 દિવસમાં ડિલીટ કર્યો હોય, તો તેને રિકવર કરી શકો છો.

જો તમે મેસેજમાં ફોટા અને વિડીયો મેળવી શકતા નથી, તો

ખાતરી કરો કે તમારા ડિવાઇસમાં ઇમેજ અને વિડીયો મેળવવા માટે પર્યાપ્ત જગ્યા છે.

જો તમે ફોટા કે વિડીયો મોકલવા માટે SMS અથવા MMS મેસેજિંગ ઍપનો ઉપયોગ કરો છો, તો તમારા નેટવર્ક પ્રોવાઇડર અટૅચમેંટ માટે સાઇઝની મર્યાદા સેટ કરેલ હોઈ શકે છે. વધુ મોટી ફાઇલો મોકલવામાં વધુ સમય લાગી શકે છે અને તમારો iPhone જરૂર જણાયે ફોટા અને વિડીયો અટૅચમેંટને કંપ્રેસ કરી શકે છે. જો તમે ફૂલ સાઇઝ ઇમેજ મોકલવાનો પ્રયાસ કરતી વખતે કોઈ સમસ્યાનો અનુભવ કરો છો, તો તમે જાતે ઓછી ગુવણતાની ઇમેજ મોકલી શકો છો:

  1. સેટિંગ્સ ઍપ પર, ‘સેટિંગ્સ’ પર ટૅપ કરો.

  2. ‘મેસેજ’ પર ટૅપ કરો

  3. ફોટો પ્રિવ્યૂ અથવા ઓછી ગુણવતાની ઇમેજનો મોડ ચાલુ કરો.

અજમાવવા જેવા અન્ય પગલાં

  • તમારોiPhone અથવા iPad રીસ્ટાર્ટ કરો.

  • તમારું નેટવર્ક કનેક્શન ચકાસો. iMessage, RCS અથવા MMS તરીકે મેસેજ મોકલવા માટે, તમને મોબાઇલ ડેટા અથવા Wi-Fi કનેક્શનની જરૂર રહે છે. SMS મેસેજ મોકલવા માટે, તમને મોબાઇલ નેટવર્ક કનેક્શનની જરૂર રહે છે. જો તમે Wi-Fi કૉલિંગચાલુ કરો છો, તો તમે Wi-Fi દ્વારા SMS મેસેજ મોકલી શકો છો.

  • તમારા મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર સાથે ચકાસો કો RCS, MMS અથવા SMS જેવા જે મેસેજ તમે મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છો, તેને સપોર્ટ કરવામાં આવે છે .

  • જો તમે iPhone પર ગ્રૂપ MMS મેસેજ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા હો, તો સેટિંગ્સ> ઍપ > મેસેજ પર જાઓ અને ‘ટેક્સ્ટ મેસેજ તરીકે મોકલો’ ચાલુ કરો. જો તમને તમારા iPhone પર ટેક્સ્ટ મેસેજ તરીકે મોકલવાને ચાલુ કરવાનો અથવા ગ્રૂપ મેસેજિંગનો વિકલ્પ દેખાય નહીં, તો બની શકે કે તમારા મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર આ સુવિધાને સપોર્ટ કરતા હોય નહીં.

  • ખાતરી કરો કે તમે સંપર્ક માટેનો સાચો ફોન નંબર અથવા ઇમેઇલ એડ્રેસ એંટર કરો છો.

જો તમે હજી પણ iMessages મોકલી કે મેળવી શકતા ન હોવ, તો તમરા Apple સપોર્ટનો સંપર્ક કરો

જો તમે હજી પણ SMS, MMS અથવા RCS મેસેજ મોકલી કે મેળવી શકતા ન હો, તો તમારા મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો

જો તમે Apple સિવાયના ફોન પર સ્વિચ કર્યું હોય અને મેસેજિંગને લગતી સમસ્યાઓ આવી રહી હોય, તો iMessageને નિષ્ક્રિય કરો

પ્રકાશન તારીખ: