તમારા Apple એકાઉન્ટમાં ચુકવણીની રીત ઉમેરવી

App Store, iCloud+, Apple Music અને વધુ માટે તમે અને તમારો પરિવાર ઉમેરી શકે તેવી ચુકવણીની રીત ઉમેરો. જો તમે ચુકવણીની રીત ઉમેરી શકો નહી, તો જાણો કે શું કરવું.

ચુકવણીની રીત ઉમેરવી

પર ચુકવણીની રીત ઉમેરો

તમારા ડિવાઇસ પર ચુકવણીની રીત ઉમેરવી

તમારા Apple એકાઉન્ટમાં ચુકવણીની રીત ઉમેરવા માટે તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો.

તમારા iPhone પર ચુકવણીની રીત ઉમેરવી

  1. સેટિંગ્સ ઍપ ખોલો.

  2. તમારા નામ પર ટૅપ કરો.

  3. ચુકવણીની રીત અને શિપિંગનું સરનામા પર ટૅપ કરો. તમને તમારા Apple એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનું પૂછી શકાય છે.

  4. ’ચુકવણીની રીત ઉમેરો’ પર ટૅંપ કરો.

     Apple એકાઉન્ટ માટે ચુકવણી અને શિપિંગના સેટિંગ્સ બતાવતી તમારી iPhoneની સ્ક્રીન. ચુકવણીની રીત ઉમેરવા માટે, ‘ચુકવણીની રીત ઉમેરો’ પર ટૅપ કરો.
  5. ચુકવણીની રીતની વિગતો એંટર કરો, પછી ‘થઈ ગયું’ પર ટૅપ કરો.

તમારા iPhone પર પેમેન્ટની રીતો ફરીથી ગોઠવવી

  1. ‘ચુકવણી અને શિપિંગ સ્ક્રીન’ પર, ‘સંપાદિત કરો’ પર ટૅપ કરો.

  2. ચુકવણીની રીતને તમારી ચુકવણીની યાદીમાં વધુ ઉપર કે નીચે ડ્રૅગ કરવા માટે સ્પર્શ કરીને પકડી રાખો. Apple તમારી ચુકવણીની રીતોને તે જે ક્રમમાં દેખાય છે તે ક્રમમાં ચાર્જ લગાવવાનો પ્રયત્ન કરશે.

  3. ‘થઈ ગયું’ પર ટૅપ કરો.

જો ફાઇલ પર પહેલેથી જ તમારી ચુકવણીની રીત હોય, તોતમારી ચુકવણીની રીત કેવી રીતે બદલવી અને અપડેટ કરવી તે વિશે જાણો.

તમારા iPad પર ચુકવણીની રીત ઉમેરવી

  1. સેટિંગ્સ ઍપ ખોલો.

  2. તમારા નામ પર ટૅપ કરો.

  3. ચુકવણીની રીત અને શિપિંગનું સરનામા પર ટૅપ કરો. તમને તમારા Apple એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનું પૂછી શકાય છે.

  4. ‘ચુકવણીની રીત ઉમેરો’ પર ટૅપ કરો.

  5. ચુકવણીની રીતની વિગતો એંટર કરો, પછી ‘થઈ ગયું’ પર ટૅપ કરો.

તમારા iPad પર પેમેન્ટની રીતો ફરીથી ગોઠવવી

  1. ‘ચુકવણી અને શિપિંગ સ્ક્રીન’ પર, ‘સંપાદિત કરો’ પર ટૅપ કરો.

  2. ચુકવણીની રીતને તમારી ચુકવણીની યાદીમાં વધુ ઉપર કે નીચે ડ્રૅગ કરવા માટે સ્પર્શ કરીને પકડી રાખો. Apple તમારી ચુકવણીની રીતોને તે જે ક્રમમાં દેખાય છે તે ક્રમમાં ચાર્જ લગાવવાનો પ્રયત્ન કરશે.

  3. ‘થઈ ગયું’ પર ટૅપ કરો.

જો ફાઇલ પર પહેલેથી જ તમારી ચુકવણીની રીત હોય, તોતમારી ચુકવણીની રીત કેવી રીતે બદલવી અને અપડેટ કરવી તે વિશે જાણો.

Apple Vision Pro પર ચુકવણીની રીત ઉમેરવી

  1. સેટિંગ્સ ઍપ ખોલો.

  2. તમારા નામ પર ટૅપ કરો.

  3. ચુકવણીની રીત અને શિપિંગનું સરનામા પર ટૅપ કરો. તમને તમારા Apple એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનું પૂછી શકાય છે.

  4. ‘ચુકવણીની રીત ઉમેરો’ પર ટૅપ કરો.

  5. ચુકવણીની રીતની વિગતો એંટર કરો, પછી ‘થઈ ગયું’ પર ટૅપ કરો.

તમારા Apple Vision Pro પર પેમેન્ટની રીતો ફરીથી ગોઠવવી

  1. ‘ચુકવણી અને શિપિંગ સ્ક્રીન’ પર, ‘સંપાદિત કરો’ પર ટૅપ કરો.

  2. ચુકવણીની રીતને તમારી ચુકવણીની યાદીમાં વધુ ઉપર કે નીચે ડ્રૅગ કરવા માટે સ્પર્શ કરીને પકડી રાખો. Apple તમારી ચુકવણીની રીતોને તે જે ક્રમમાં દેખાય છે તે ક્રમમાં ચાર્જ લગાવવાનો પ્રયત્ન કરશે.

  3. ‘થઈ ગયું’ પર ટૅપ કરો.

જો ફાઇલ પર પહેલેથી જ તમારી ચુકવણીની રીત હોય, તોતમારી ચુકવણીની રીત કેવી રીતે બદલવી અને અપડેટ કરવી તે વિશે જાણો.

તમારા Mac પર ચુકવણીની રીત ઉમેરવી

  1. App Store ખોલો.

  2. તમારા નામ પર ક્લિક કરો. જો તમારું નામ દેખાય નહીં, તો ‘સાઇન ઇન’ બટન પર ક્લિક કરો, તમારા Apple એકાઉન્ટમાં સાઇન ઇન કરો, પછી તમારા નામ પર ક્લિક કરો.

  3. ‘એકાઉન્ટ સેટિંગ્સ’ પર ક્લિક કરો. તમને તમારા Apple એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનું પૂછી શકાય છે.

  4. ચુકવણીની માહિતીની બાજુમાં, ‘ચુકવણીઓ મૅનેજ કરો’ પર ક્લિક કરો.

  5. ‘ચુકવણી ઉમેરો’ પર ક્લિક કરો.

  6. ’ચુકવણીની રીતની વિગતો’ એંટર કરો, પછી ‘થઈ ગયું’ પર ક્લિક કરો.

    ’ચુકવણીની રીત ઉમેરો’ બટન હાઇલાઇટ કરીને ચુકવણીની રીતના સેટિંગ્સ બતાવતી Mac સ્ક્રીન.

તમારા Mac પર પેમેન્ટની રીતો ફરીથી ગોઠવવી

ચુકવણીની માહિતીવાળી સ્ક્રીન પર, ચુકવણીની રીતને તેના લિસ્ટમાં વધુ ઉપર કે નીચે ખસેડવા માટે ચુકવણીનીદરેક રીતની બાજુમાં આવેલા તીરનો ઉપયોગ કરો. Apple તમારી ચુકવણીની રીતોને તે જે ક્રમમાં દેખાય છે તે ક્રમમાં ચાર્જ લગાવવાનો પ્રયત્ન કરશે.

જો ફાઇલ પર પહેલેથી જ તમારી ચુકવણીની રીત હોય, તોતમારી ચુકવણીની રીત કેવી રીતે બદલવી અને અપડેટ કરવી તે વિશે જાણો.

તમારા Windows PC પર ચુકવણીની રીત ઉમેરવી

  1. Windows PC પર, Apple Music ઍપ અથવા Apple TV ઍપ ખોલો.

  2. સાઇડબારની નીચે તમારા નામ પર ક્લિક કરો, પછી ‘મારું એકાઉન્ટ જુઓ’ પસંદ કરો. બની શકે કે તમારે પહેલા તમારા Apple એકાઉન્ટમાં સાઇન ઇન કરવું પડે.

     Apple Music ઍપ બતાવતી Windowsની સ્ક્રીન. તમારી ચુકવણીની રીત મૅનેજ કરવા માટે, સાઇડબારની નીચે તમારા નામ પર ક્લિક કરો, પછી ‘મારું એકાઉન્ટ જુઓ’ પર ક્લિક કરો કરો.
  3. ચુકવણીની માહિતીની બાજુમાં, ‘ચુકવણીઓ મૅનેજ કરો’ પર ક્લિક કરો.

  4. ’ચુકવણીની રીત ઉમેરો’ પર ટૅપ કરો.

    Apple Music ઍપમાં ‘ચુકવણીઓ મૅનેજ કરો’ સેટિંગ્સ બતાવતી Windowsની સ્ક્રીન. ચુકવણીની રીત ઉમેરવા માટે, ‘ચુકવણી ઉમેરો’ પર ક્લિક કરો.
  5. ’ચુકવણીની રીતની વિગતો’ એંટર કરો, પછી ‘થઈ ગયું’ પર ક્લિક કરો.

તમારા Windows PC પર પેમેન્ટની રીતો ફરીથી ગોઠવવી

ચુકવણીની માહિતીવાળી સ્ક્રીન પર, ચુકવણીની રીતને તેના લિસ્ટમાં વધુ ઉપર કે નીચે ખસેડવા માટે ચુકવણીનીદરેક રીતની બાજુમાં આવેલા તીરનો ઉપયોગ કરો. Apple તમારી ચુકવણીની રીતોને તે જે ક્રમમાં દેખાય છે તે ક્રમમાં ચાર્જ લગાવવાનો પ્રયત્ન કરશે.

જો ફાઇલ પર પહેલેથી જ તમારી ચુકવણીની રીત હોય, તોતમારી ચુકવણીની રીત કેવી રીતે બદલવી અને અપડેટ કરવી તે વિશે જાણો.

ઓનલાઇન ચુકવણીની રીત ઉમેરો

તમેaccount.apple.com.પર સાઇ

કેટલાક દેશો અને પ્રદેશોમાં, જ્યારે તમે account.apple.com પર ઓનલાઇન ચુકવણીની માહિતી અપલોડ કરો ત્યારે તમારા એકાઉન્ટમાંથી ઑટોમૅટિ, રીતે વધારાની ચુકવણની રીતોને દૂર કરી શકાય છે.

જો તમે ચુકવણીની રીત ઉમેરી ન શકો, તો

  • તપાસો કે તમારા Apple એકાઉન્ટ સાથે તમારા દેશમાં તમે ચુકવણીની કઈ રીતોનો ઉપયોગ કરી શકો છો.

  • જો તમે સ્વીકાર્ય ચુકવણીની રીતનો ઉપયોગ કરી રહ્યા છો પણ Apple એકાઉન્ટ અલગ દેશ કે પ્રેદેશ પર સેટ કરેલું છે, તો તમારો દેશ કે પ્રદેશ બદલો.

  • જો બટન ગ્રે રંગનું થઈ ગયું હોય, તો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હોઈ શકો અને તમે શેરિંગ ખરીદીનો ઉપયોગ કરતા હોઈ શકો. ફક્ત પરિવારના વ્યવસ્થાપક જ ફાઇલ પર ચુકવણીની રીત રાખી શકે છ. જો તમે તમારી પોતાની ચુકવણીની રીતોનો ઉપયોગ કરવા માગતા હોવ, તો ખરીદી શેરિંગ બંધ કરો, પછી તમારી પોતાની ચુકવણીની રીત ઉમેરો.

  • બે વાર તપાસો કે તમારું નામ, બિલિંગનું સરનામું અન્ય માહિતીની જોડણી સાચી છે અને તે તમારી નાણાકીય સંસ્થાની ફાઇલમાં જે છે તે મુજબ જ છે.

  • ચુકવણીની કેટલીક રીતો માટે જરૂરી હોય છે કે તમે તેની તમારી નાણાકીય સંસ્થાની ઍપ મારફત, ટેક્સ્ટ મેસેજ અથવા અન્ય રીતે ચકાસણી કરો. જો તમે ચકાસણી કરી ન શકો, તો તમારી મદદ માટે નાણાકીય સંસ્થાનો સંપર્ક કરો.

પ્રકાશન તારીખ: