ફેમિલી શેરિંગ સાથે ઍપ અને ખરીદીઓ કેવી રીતે શેર કરવી
ફેમિલી શેરિંગ વડે, પરિવારના વ્યવસ્થાપક ખરીદી શેર કરવાની સુવિધા ચાલુ કરી શકે છે, જેથી ફેમિલી શેરિંગ ગ્રૂપમાં રહેલ દરેક વ્યક્તિ ઍપ, સંગીત, પુસ્તકો અને વધુ શેર કરી શકે.
ખરીદી શેર કરવાની સુવિધા કઈ રીતે કામ કરે છે
ફેમિલી શેરિંગના વ્યવસ્થાપક એક માત્ર સભ્ય છે કે જે પરિવારના સમગ્ર ગ્રૂપ માટે ખરીદીઓ ચાલુ કરી શકે છે. ગ્રૂપમાં રહેલાં અન્ય સભ્યો તેમના ડિવાઇસ પર ખરીદી શેરૂ કરવાની સુવિધા ચાલુ કરવાનું અથવા તેમાં ભાગ ન લેવાનું પસંદ કરી શકે છે. જ્યારે પરિવારના વ્યવસ્થાપક ખરીદી શેરિંગની સુવિધા ચાલુ કરે છે અને ગ્રૂપમાં રહેલાં પરવારના અન્ય સભ્યો ખરીદી શેરિંગની સુવિધા ચાલુ કરે છે ત્યારે તેઓ ઍપ, સંગીત, મૂવિ અને વધુ જેવા એકબીજાના શેર કરેલા કૉન્ટેંટનું ઍક્સેસ મેળવે છે. પરિવારના વ્યવસ્થાપક દરેક વ્યક્તિની ખરીદી માટે ચુકવણી કરે છે, સિવાય કે તેઓ ખરીદી શેરિંગની સુવિધા બંધ કરે.
પરિવારના સભ્યો App Store, iTunes Store, Apple Books અથવા Apple TV ઍપ પર ખરીદીના પેજ પર શેર કરેલું કૉન્ટેંટ શોધી શકે છે. ખરીદીના પેજ પર ઍપમાં કરવામાં આવતી ખરીદીઓ દેખાતી નથી, પછી ભલે તેને શેર કરી શકાય તેમ હોય અને કેટલીક આઇટમ શેર કરી શકાતી ન હોય.
તમે કેવા પ્રકારને કૉન્ટેંટને શેર કરી શકો અને શેર કરી શકતા નથી, તે વિશે જાણો
તમારા iPhone અથવા iPad ખરીદી શેર કરવાની સુવિધા ચાલુ કરવી
ખરીદી શેર કરવાની સુવિધાનો ઉપયોગ કરવા માટેતમારે ફેમિલી શેરિંગ સેટઅપ કરવું જરૂરી છે.
સેટિંગ્સ ઍપ ખોલો, પછી ‘પરિવાર’ પર ટૅપ કરો.
‘ખરીદી શેર કરવી’ પર ટૅપ કરો.
તમારા નામ પર ટૅપ કરો, પછી ‘મારી ખરીદીઓ શેર કરો’ ચાલુ કરો અને સ્ક્રીન પર દેખાતી સૂચનાઓનું પાલન કરો.
ચુકવણીની પદ્ધતિની પુષ્ટિ કરવા માટે, ફરીથી ‘ખરીદી શેર કરવી’ પર ટૅપ કરો અને શેર કરેલી ચુકવણીની પદ્ધતિ ચકાસો. આ પરિવારના વ્યવસ્થપાકની ડિફૉલ્ટ ચુકવણીની પદ્ધતિ બની જાય છે.
તમારા Mac પર ખરીદી શેર કરવાની સુવિધા ચાલુ કરવી
ખરીદી શેર કરવાની સુવિધાનો ઉપયોગ કરવા માટેતમારે ફેમિલી શેરિંગ સેટઅપ કરવું જરૂરી છે.
Apple મેનુ > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો, પછી પરિવાર પર ક્લિક કરો.
‘ખરીદી શેર કરવી’ પર ક્લિક કરો.
તમારા નામ પર ક્લિક કરો, પછી ‘મારી ખરીદીઓ શેર કરો’ ચાલુ કરો.
ચુકવણીની પદ્ધતિની પુષ્ટિ કરવા માટે, ‘શેર કરેલી ચુકવણીની પદ્ધતિઓ’ હેઠળ ચકાસો. આ પરિવારના વ્યવસ્થપાકની ડિફૉલ્ટ ચુકવણીની પદ્ધતિ બની જાય છે.
જ્યારે તમે ખરીદી શેર કરવાની સુવિધા ચાલુ કરો છો ત્યારે દરેક વ્યક્તિની ખરીદીના બિલ પરિવારના વ્યવસ્થાપકની ચુકવણીની પદ્ધતિ પર બિલ કરવામાં આવે છે.* પરિવારના વ્યવસ્થાપક આ કરી શકે છે:
તેમની ચુકવણીની પદ્ધતિ અપડેટ કરી શકે છે અથવા જો કોઈ સમસ્ય હોય, તો નવી પદ્ધતિ ઉમેરી શકે છે.
પરિવારના સભ્યોએ કરેલી ખરીદીઓ જોવા માટે તેમની ખરીદીની હિસ્ટરી જુઓ.
તમારા દેશ અથવા પ્રદેશમાં ચુકવણીની કઈ પદદ્ધતિઓ ઉપલબ્ધ છે, તે જાણો.
જ્યારે પરિવારના કોઈ સભ્ય તેમના ડિવાઇસ પર પ્રથમ ખરીદી કરે છે, ત્યારે પરિવારના વ્યવસ્થાપકે CVV દાખલ કરીને ચુકવણીની પદ્ધતિને વેરિફાઈ કરવાની જરૂર પડે છે.
* જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હોવ, તો તમે જે ખરીદી કરો છો તે તમારા વ્યક્તિગત Apple અકાઉંટની બૅલેંસમાં ચાર્જ કરવામાં આવે છે. જો તમારી પાસે તમારા Apple અકાઉંટમાં ખરીદીની ચુકવણી કરવા માટે બૅલેંસ ન હોય અને ખરીદી શેર કરવાની સુવિધા ચાલુ હોય, તો બાકીની રકમ ફેમિલી શેરિંગના વ્યવસ્થાપકને ચાર્જ કરવામાં આવે છે.
ખરીદી શેર કરવાની સુવિધા બંધ કરવી
જો તમે ફેમિલી શેરિંગ વ્યવસ્થાપક હોવ અને તમે ઈચ્છતા હોવ કે પરિવારના સભ્યો તેમની પોતાની ખરીદીઓ માટે ચુકવણી કરે, તો ખરીદી શેર કરવાની સુવિધા બંધ કરો
તમારા iPhone અથવા iPad પર
સેટિંગ્સ ઍપ ખોલો, પછી ‘પરિવાર’ પર ટૅપ કરો.
‘ખરીદી શેર કરવી’ પર ટૅપ કરો.
‘ખરીદી શેર કરવી’ પર ટૅપ કરો, પછી પુષ્ટિ કરવા માટે ‘શેરિંગ બંધ કરો’ પર ટૅપ કરો.
તમારા Mac પર
Apple મેનુ > સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો.
‘પરિવાર’ પર ક્લિક કરો, પછી ‘ખરીદી શેર કરવી’ પર ક્લિક કરો
‘શેર કરવાની સુવિધા બંધ કરો’ પર ક્લિક કરો, પછી પુષ્ટિ કરવા માટે ફરીથી ‘ખરીદી શેર કરવાની સુવિધા બંધ કરો’ પર ક્લિક કરો
જ્યારે ખરીદી શેર કરવાની સુવિધા બંધ હોય, ત્યારે તમે તમારી ખરીદી શેર કરવાની સુવિધા બંધ કરો છો અને ફેમિલી શેરિંગ ગ્રૂપમાં તમારા પરિવારના અન્ય સભ્યોએ કરેલી ખરીદીનું ઍક્સેસ ગુમાવો છો. તેમ છતાં, તમે સબ્સ્ક્રિપ્શન શેર કરવાનું ચાલુ રાખી શકો છો જેમ કે iCloud+, Apple TV+ અને વધુ — પણ દરેક વ્યક્તિએ ખરીદીઓ માટે તેમની પોતાની ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે.
બાળકની ખરીદીઓ મંજૂર કરવી
જો તમે બાળકો શું ખરીદી અને ડાઉનલોડ કરે છે તે જોવા માગતા હોવ, તો ‘ખરીદી માટે પૂછો’ સેટઅપ કરો. જ્યારે બાળક ઍપ, મૂવિ અથવા અન્ય કૉન્ટેંટ ખરીદવાનું પૂછે છે, ત્યારે ફેમિલી શેરિંગ વ્યવસ્થાપકને સૂચના મળે છે અને તે તેમના ડિવાઇસ પરથી જ વિનંતી મંજૂર કે નામંજૂર કરી શકે છે.
’ખરીદી માટે પૂછો’ની સુવિધા કેવી રીતે ચાલુ કરવી તે વિશે જાણો