તમારા AirPods સાફ કરવાની રીત

નિયમિત સફાઈ તમારા AirPodsની જાળવણી કરવામાં મદદ કરી શકે છે.

તમારા AirPodsને ઓળખો અથવા તમારા AirPods Pro સાફ કરવાની રીતે વિશે જાણો અથવા તમારા AirPods Max સાફ કરો.

તમારા AirPodsની જાળી સાફ કરો

તમારા AirPods 3 અને AirPods 4ની જાળી સાફ કરવા માટે તમને Belkin AirPods Cleaning Kitની જરૂર પડશે અથવા:

  • માઇસેલર પાણી જેમાં PEG-6 કેપ્રિલિક/કેપ્રિક ગ્લિસરાઈડ્સ, જેમ કે બાયોડર્મા અથવા ન્યુટ્રોજેનામાંથી

  • નિસ્યંદિત પાણી

  • નરમ-બરછટ રેસાવાળો બાળકોનો ટૂથબ્રશ

  • બે નાના કપ

  • પેપર ટૉવેલ્

તમારા AirPods 4ની જાળી સાફ કરો

તમે તમારા AirPods 4ની જાળીનો અંદરનો ભાગ સાફ કરી શકો છો. અન્ય કોઈપણ ભાગને સાફ કરવાનું ટાળો.

AirPods 4ની જાળી.
  1. એક કપમાં થોડી માત્રામાં માઈસેલર પાણી ઉમેરો.

  2. જ્યાં સુધી ટૂથબ્રશના બરછટ રેસા માઈસેલર પાણીમાં સંપૂર્ણ રીતે ભીના ન થઈ જાય ત્યાં સુધી તેને એક કપ પાણીમાં ડુબાડો.

  3. તમારા AirPodની જાળી ઉપરની તરફ રહે એ રીતે પકડી રાખો.

  4. લગભગ 15 સેકન્ડ સુધી જાળીને ગોળાકારમાં બ્રશથી સાફ કરો.

  5. તમારા AirPodને ઉલટાવો અને તેને પેપર ટૉવેલ્ પર સૂકાવા માટે મૂકો. ખાતરી કરો કે પેપર ટૉવેલ્ અને જાળી એકબીજાના સંપર્કમાં આવે.

  6. તમે સાફ કરવા માંગતા હો તે દરેક જાળીને સાફ કરવા માટે પગલાં 2-5ને વધુ બે વાર (કુલ ત્રણ વખત) રિપીટ કરો.

  7. માઈસેલર પાણીને દૂર કરવા માટે બ્રશને નિસ્યંદિત પાણીથી ધોઈ લો, પછી તમે સાફ કરેલી દરેક જાળી માટે નિસ્યંદિત પાણીથી પગલાં 1-5 રિપીટ કરો.

  8. તમારા AirPodsને ચાર્જિંગ કેસમાં મૂકતા પહેલાં અથવા તેનો ઉપયોગ કરતા પહેલાં ઓછામાં ઓછા બે કલાક માટે તેને સંપૂર્ણપણે સૂકવવા દો.

તમારા AirPods 3ની જાળી સાફ કરો

તમે તમારા AirPods 3ની જાળીનો અંદરનો ભાગ સાફ કરી શકો છો. અન્ય કોઈપણ ભાગને સાફ કરવાનું ટાળો.

તમે તમારા AirPods 3ની સ્નૉર્કલ જાળી, કંટ્રોલ લીક જાળી અને ટૉપ માઇક સાફ કરી શકો છો.
  1. એક કપમાં થોડી માત્રામાં માઈસેલર પાણી ઉમેરો.

  2. જ્યાં સુધી ટૂથબ્રશના બરછટ રેસા માઈસેલર પાણીમાં સંપૂર્ણ રીતે ભીના ન થઈ જાય ત્યાં સુધી તેને એક કપ પાણીમાં ડુબાડો.

  3. તમારા AirPodની જાળી ઉપરની તરફ રહે એ રીતે પકડી રાખો.

  4. લગભગ 15 સેકન્ડ સુધી જાળીને ગોળાકારમાં બ્રશથી સાફ કરો.

  5. તમારા AirPodને ઉલટાવો અને તેને પેપર ટૉવેલ્ પર સૂકાવા માટે મૂકો. ખાતરી કરો કે પેપર ટૉવેલ્ અને જાળી એકબીજાના સંપર્કમાં આવે.

  6. તમે સાફ કરવા માંગતા હો તે દરેક જાળીને સાફ કરવા માટે પગલાં 2-5ને વધુ બે વાર (કુલ ત્રણ વખત) રિપીટ કરો.

  7. માઈસેલર પાણીને દૂર કરવા માટે બ્રશને નિસ્યંદિત પાણીથી ધોઈ લો, પછી તમે સાફ કરેલી દરેક જાળી માટે નિસ્યંદિત પાણીથી પગલાં 1-5 રિપીટ કરો.

  8. તમારા AirPodsને ચાર્જિંગ કેસમાં મૂકતા પહેલાં અથવા તેનો ઉપયોગ કરતા પહેલાં ઓછામાં ઓછા બે કલાક માટે તેને સંપૂર્ણપણે સૂકવવા દો.

તમારા AirPodsના મુખ્ય ભાગને સાફ કરો

જો તમારા AirPods એવી કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવે છે જે ડાઘ અથવા અન્ય નુકસાન પહોંચાડી શકે છે - ઉદાહરણ તરીકે, સાબુ, શેમ્પૂ, કન્ડિશનર, લોશન, પરફ્યુમ, સોલવન્ટ, ડિટર્જન્ટ, એસિડ અથવા એસિડિક ખોરાક, જંતુનાશક, સનસ્ક્રીન, તેલ અથવા હેઅર ડાઇ:

  1. તેમને તાજા પાણીથી સહેજ ભીના કરેલા કપડાથી સાફ કરો, અને નરમ, સૂકા, રૂંવાટી વગરના કપડાથી સૂકવો.

  2. ચાર્જિંગ કેસમાં મૂકતા પહેલાં અથવા તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા પહેલાં તેમને ઓછામાં ઓછા બે કલાક માટે સંપૂર્ણપણે સૂકવવા દો.

પાણીમાં તમારા AirPodsનો ઉપયોગ કરશો નહીં અને તમારા AirPodsને સાફ કરવા માટે તીક્ષ્ણ વસ્તુઓ અથવા લીસોટા પાડે તેવી સામગ્રીનો ઉપયોગ કરશો નહીં.

તમારા AirPodsના ચાર્જિંગ કેસને સાફ કરો

  1. સ્વચ્છ, સૂકા, નરમ રેસાવાળા બ્રશથી ચાર્જિંગ પોર્ટમાંનો કચરો સાફ કરો. મેટલ ભાગને નુકસાન ન થાય તે માટે, ચાર્જિંગ પોર્ટમાં કંઈપણ મૂકશો નહીં.

  2. ચાર્જિંગ કેસને નરમ, સૂકા, રૂંવાટી વગરના કપડાથી સાફ કરો. જરૂર પડે તો તમે કાપડને આઇસોપ્રોપીલ આલ્કોહોલથી થોડું ભીનું કરી શકો છો.

  3. ચાર્જિંગ કેસને સૂકવવા દો.

ચાર્જિંગ પોર્ટમાં કોઈ પ્રવાહી ન નાખો, અને ચાર્જિંગ કેસ સાફ કરવા માટે લીસોટા પાડી શકે તેવી સામગ્રીનો ઉપયોગ કરશો નહીં.

ત્વચાની બળતરા ટાળો

  • AirPods 3 અથવા AirPods 4 સાથે કસરત કર્યા પછી અથવા તમારું ડિવાઇસ ત્વચામાં બળતરા પેદા કરી શકે તેવા પરસેવા, સાબુ, શેમ્પૂ, મેકઅપ, સનસ્ક્રીન અને લોશન જેવા પ્રવાહીના સંપર્કમાં આવ્યા પછી તમારા ડિવાઇસને સાફ કરો અને સૂકવો. તમારા AirPods તેમજ તમારી ત્વચાને સ્વચ્છ અને સૂકી રાખવાથી મહત્તમ આરામ મળશે અને તમારા ડિવાઇસને લાંબા ગાળાના નુકસાનથી બચાવી શકાશે.

  • જો તમને અમુક ચોક્કસ પદાર્થો પ્રત્યે એલર્જી અથવા સંવેદનશીલતા હોય તો AirPodsની સામગ્રી તપાસો.

  • આના વિશે જાણો AirPodsનો પરસેવા અને પાણી પ્રત્યે પ્રતિરોધ.

વધુ મદદ મેળવો

  • જો સફાઈ કરવાથી તમારી સમસ્યા હલ ન થાય તો પર તમારા AirPods માટે સેવા મેળવો.

  • જો તમારા AirPodsને નુકસાન પહોંચે તો તમે રિપ્લેસમેન્ટ ઓર્ડર કરો. જો તમારી સમસ્યા Apple Limited Warranty, AppleCare+ અથવા ગ્રાહક કાયદા દ્વારા આવરી લેવામાં આવતી નથી, તો તમે તમારા AirPodsને વૉરંટી બહારનો શુલ્ક ચૂકવીને બદલી શકો છો.

પ્રકાશન તારીખ: