Siriને કહો
નોટ : Siriનો ઉપયોગ કરવા માટે તમારે ઇંટરનેટ સાથે કનેક્ટ હોવું જરૂરી છે.
તમે Siriને કંઇક કરવા માટે કહી શકો તે પહેલાં તમારે તેને સક્રિય કરવાની જરૂર છે. તમારા iPhoneમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :
તમારા વૉઇસ સાથે : “Siri” અથવા “Hey Siri” કહો
Face ID સાથેના iPhoneમાં : “સાઇડ” બટન દબાવીને હોલ્ડ કરો.
હોમ બટન સાથેના iPhone પર : “હોમ” બટન દબાવીને હોલ્ડ કરો.
EarPods સાથે : સેંટર અથવા કૉલ બટન દબાવીને હોલ્ડ કરો.
CarPlay સાથે : સ્ટીયરિંગ વ્હીલ પર “વૉઇસ કમાંડ” બટન દબાવી રાખો અથવા CarPlayની હોમ સ્ક્રીન પર “હોમ” બટનને ટચ કરીને હોલ્ડ કરો.
Siri Eyes Free સાથે : તમારા સ્ટીયરિંગ વ્હીલ પર વૉઇસ કમાંડ બટન દબાવી રાખો.