Apple અકાઉંટ

તમે તમારા Apple અકાઉંટનો ઉપયોગ App Store, Apple Music, FaceTime, iTunes Store વગેરે જેવી સેવાઓ ઍક્સેસ કરવા માટે કરો.

  • તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા માટે તમારા અકાઉંટની ફાઇલ પર ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર અને તમારા પાસવર્ડનો ઉપયોગ કરો. જુઓ : Apple સપોર્ટ લેખ તમારા મોબાઇલ ફોન નંબરનો ઉપયોગ તમારા Apple અકાઉંટના પ્રાથમિક યૂઝર નેમ તરીકે કરો.

  • કોઈ પણ ડિવાઇસ પર કોઈ પણ Apple સેવાનો ઉપયોગ કરવા માટે તે જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરો. આ રીતે જ્યારે તમે એક ડિવાઇસ પર ખરીદી કરો છો અથવા આઇટમ ડાઉનલોડ કરો છો ત્યારે તે જ આઇટમ તમારાં બીજા ડિવાઇસ પર ઉપલબ્ધ હોય છે. તમારી ખરીદી તમારા Apple અકાઉંટ સાથે ટાઇ કરેલી છે અને તેને બીજા Apple અકાઉંટ પર ટ્રાંસફર કરી શકાતી નથી.

  • તમારું પોતાનું Apple અકાઉંટ હોય અને તેને શેર ન કરવું એ શ્રેષ્ઠ છે. જો તમે કોઈ ફેમિલી ગ્રૂપનો ભાગ છો તો તમે Apple અકાઉંટ શેર કર્યા વગર પરિવારના સભ્યો વચ્ચે ખરીદી શેર કરવા માટે ફેમિલી શેરિંગનો ઉપયોગ કરી શકો છો.

Apple અકાઉંટ વિશે વધુ જાણવા માટે Apple અકાઉંટ સપોર્ટ પેજ જુઓ. એક બનાવવા માટે Apple અકાઉંટ વેબસાઇટ પર જાઓ.