મિનિપ્લેયર

સ્ક્રીનમાં નીચે ફ્લોટિંગ કંટ્રોલ જે હાલમાં શું પ્લે થઈ રહ્યું છે તે દર્શાવે છે. ઍપના આધારે તમે ઑડિઓ પ્લે કરવા અથવા પૉઝ કરવા માટે મિનિપ્લેયરનો ઉપયોગ કરી શકો છો, સ્કિપ કરીને આગલા ટ્રૅક પર જઈ શકો છો, 15 સેકંડ પાછળ જઈ શકો છો અથવા 30 સેકંડ આગળ જઈ શકો છો. “હમણાં પ્લે થઈ રહેલી” સ્ક્રીન ખોલવા માટે તેના પર ટૅપ કરો.

નીચેની બાજુએ મિનિપ્લેયર દર્શાવતી લાઇબ્રેરી સ્ક્રીન. મિનિપ્લેયર જે ગીત પ્લે થઈ રહ્યું છે તેનું ટાઇટલ બતાવે છે. “પૉઝ” અને “આગામી ટ્રૅક” બટન ગીતના ટાઇટલની જમણી બાજુએ છે. “હમણાં પ્લે થઈ રહેલી” સ્ક્રીન ખોલવા માટે મિનિપ્લેયર પર ટૅપ કરો.