તમારા iPhone પર Wi-Fi ચાલુ કરો

સેટિંગ્સ  > Wi-Fi પર જાઓ પછી Wi-Fi ચાલુ કરો.

નેટવર્કમાં જોડાવા માટે નીચેનામાંથી એક પર ટૅપ કરો :

  • નેટવર્ક : જો જરૂરી હોય તો પાસવર્ડ એંટર કરો.

  • અન્ય : છુપાયેલા નેટવર્ક સાથે જોડાઓ. છુપાયેલા નેટવર્કનું નામ, સુરક્ષાનો પ્રકાર અને પાસવર્ડ એંટર કરો.

જો Wi-Fi આઇકન સ્ક્રીનની ટોચ પર દેખાય છે તો iPhone કોઈ Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટેડ છે. (આને વેરિફાઈ કરવા માટે વેબપેજ જોવા માટે Safari ખોલો.) જ્યારે તમે એ જ લોકેશન પર પાછા આવો ત્યારે iPhone ફરી કનેક્ટ થાય છે.