ફોન ઍપનું લેઆઉટ બદલવા માટે

તમે તમારા મનપસંદ, તાજેતરના અને વૉઇસમેલને એક જ ટૅબમાં સંયોજિત કરવા માટે ઉપયોગ કરવા યુનિફાઇડ લેઆઉટ પસંદ કરી શકો છો અથવા તેમને અલગ ટૅબમાં સૉર્ટ કરવા માટે ક્લાસિક લેઆઉટ પસંદ કરી શકો છો.

  1. તમારા iPhoneમાં ફોન ઍપ પર જાઓ.

  2. તમારી સ્ક્રીનમાં નીચે કૉલ (યુનિફાઇડ લેઆઉટમાં) અથવા તાજેતરના (ક્લાસિક લેઆઉટમાં) પર ટૅપ કરો.

  3. “ફિલ્ટર” બટન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :

    • યુનિફાઇડ : તમારા મનપસંદ સંપર્ક, તાજેતરના કૉલ અને વૉઇસમેલ સંયોજિત કરવામાં આવે છે અને સ્ક્રીનમાં નીચે કૉલ ટૅબમાં ડિસ્પ્લે કરવામાં આવે છે.

    • ક્લાસિક : તમારા મનપસંદ સંપર્ક, તાજેતરના કૉલ અને વૉઇસમેલને સ્ક્રીનમાં નીચે અલગ ટૅબમાં સૉર્ટ કરવામાં આવે છે.