તમારા Mac અને iPhoneને કનેક્ટ કરવા માટે Bluetoothનો ઉપયોગ કરો
macOS 13 અથવા પછીનું : Apple મેન્યૂ
> સિસ્ટમ સેટિંગ્સ પસંદ કરો પછી સાઇડબારમાં Bluetooth® પર ક્લિક કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.) જમણી બાજુએ Bluetooth ચાલુ કરો (જો તે પહેલાંથી જ ચાલુ ન હોય તો). જમણી બાજુએ તમારો iPhone સિલેક્ટ કરો અને પછી કનેક્ટ પર ક્લિક કરો.macOS 12.5 અથવા પહેલાંનું : Apple મેન્યૂ
> સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો પછી Bluetooth પર ક્લિક કરો. જો Bluetooth ચાલુ ન હોય તો Bluetooth ચાલુ કરો પર ક્લિક કરો. તમારો iPhone સિલેક્ટ કરો અને પછી કનેક્ટ પર ક્લિક કરો.