Siriને કહો
નોટ : Siriનો ઉપયોગ કરવા માટે તમારે ઇંટરનેટ સાથે કનેક્ટ હોવું જરૂરી છે.
તમે Siriને કંઇક કરવા માટે કહી શકો તે પહેલાં તમારે તેને સક્રિય કરવાની જરૂર છે. તમારા iPadમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :
તમારા વૉઇસ સાથે : “Siri” અથવા “Hey Siri” કહો
હોમ બટન સાથેના iPad પર : “હોમ” બટન દબાવીને હોલ્ડ કરો.
iPadનાં અન્ય મૉડલમાં : ટૉપ બટન દબાવો અને હોલ્ડ કરો.
રિમોટ અને માઇક સાથેના EarPodsમાં : (અલગથી વેચાતા) સેંટર અથવા કૉલ બટન દબાવો અને હોલ્ડ કરો.