iPadમાં તમારી નોટ્સનાં સેટિંગ્સ બદલો

સેટિંગ્સમાં તમે નોટ્સ ઍપ માટે તમારી પ્રાથમિકતાઓ કસ્ટમાઇઝ કરી શકો છો. નવી નોટ માટે ડિફૉલ્ટ અકાઉંટ પસંદ કરો, પાસવર્ડ સેટ કરો વગેરે.

તમારી નોટ્સનાં સેટિંગ્સને કસ્ટમાઇઝ કરવા માટે

  1. તમારા iPadમાં સેટિંગ્સ ઍપ  પર જાઓ.

  2. ઍપ્સ પર ટૅપ કરો અને પછી નોટ્સ પર ટૅપ કરો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક ઍડજસ્ટ કરો :

    • અકાઉંટ : નોટ્સમાં અકાઉંટ ઉમેરો અથવા કાઢી નાખો.

    • Siri: Siriને તમારી નોટ્સનો ઉપયોગ કરવાની રીતના આધારે ઍપમાં સૂચનો આપવાની અનુમતિ આપો.

    • સર્ચ : નોટ્સ ઍપનાં સૂચનો અને કૉન્ટેંટને સર્ચ અને વિજેટમાં દેખાવાની અનુમતિ આપો.

    • સૂચના : સૂચનાનાં સેટિંગ્સ બદલો.

    • ભાષા : તમારી પસંદગીની ભાષાઓ પસંદ કરો (જ્યારે ઘણી ભાષાઓ ઉમેરવામાં આવે ત્યારે વિકલ્પ દેખાય છે).

    • ડિફૉલ્ટ અકાઉંટ : Siri અને નોટ્સ વિજેટનો ઉપયોગ કરીને નોટ બનાવતી વખતે ડિફૉલ્ટ અકાઉંટ પસંદ કરો.

    • પાસવર્ડ : મહત્ત્વપૂર્ણ નોટ લૉક કરો.

    • “મારા iPadમાં” અકાઉંટ : મારા iPad અકાઉંટમાં ચાલુ કરો.

    • સૂચનાનો ઉલ્લેખ કરો : જ્યારે તમારું નામ શેર કરેલી નોટમાં ઉલ્લેખિત હશે ત્યારે સૂચનાઓ પ્રાપ્ત કરો.

    • જોવું : સૉર્ટ ક્રમ, લાઇન અને ગ્રિડ અને તારીખ મુજબ ગ્રૂપ નોટ જેવા જોવાના વિકલ્પો પસંદ કરો.

    • ક્વિક નોટ : ઝડપથી નવી નોટ બનાવવા અથવા છેલ્લી ક્વિક નોટ ફરી શરૂ કરવા માટે ખૂણાના જેસ્ચરને પસંદ કરો.

    • ઍપ લિંક : સૂચવેલી ઍપની લિંક મેળવો.

    • ટૅગમાં ઑટો કંવર્ટ કરો : સ્પેસ ટાઇપ કરતી વખતે #textને ટૅગમાં ઑટોમૅટિક રીતે બદલો.

    • ફોટોસ ઍપમાં સેવ કરો : ફોટોસ ઍપમાં નોટમાં લીધેલા ફોટો અને વીડિયો સેવ કરો.

    • લૉક સ્ક્રીનમાંથી નોટ ઍક્સેસ કરો : “હંમેશાં નવી નોટ બનાવો” અથવા “છેલ્લી નોટ ફરી શરૂ કરો” પસંદ કરો. અથવા લૉક સ્ક્રીન પરથી ઍક્સેસ રોકવા માટે તેને બંધ કરો.