iPadમાં સંગીત ઉમેરો અને ઑફલાઇન સાંભળો
તમે Apple Musicને સબ્સ્ક્રાઇબ કરો એટલે Apple Musicમાંથી ગીત અને વીડિયો તમારી સંગીત લાઇબ્રેરીમાં ઉમેરી અને ડાઉનલોડ કરી શકો છો. જ્યારે તમારી પાસે ઇંટરનેટ કનેક્શન હોય ત્યારે તમે iPadમાં ઉમેરેલા સંગીતને સ્ટ્રીમ કરી શકો છો. જ્યારે તમે ઇંટરનેટથી કનેક્ટ ન હોવ ત્યારે સંગીતને પ્લે કરવા માટે તમારે પહેલા તેને ડાઉનલોડ કરવું પડશે.
Siri: કંઈક પ્લે કરતી વખતે Siriને આવું કંઈક કહો, “Add this to my library”. Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
Apple Musicમાંથી સંગીતને તમારી લાઇબ્રેરીમાં ઉમેરવા માટે
તમારા iPadમાં
સંગીત ઍપ પર જાઓ.નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ગીત, ઍલ્બમ, પ્લેલિસ્ટ અથવા વીડિયો પર ટચ કરી દબાવી રાખો પછી “ઉમેરો” પર ટૅપ કરો.
ઍલ્બમ અથવા પ્લેલિસ્ટનાં કૉન્ટેંટ જોતી વખતે ઍલ્બમ અથવા પ્લેલિસ્ટ ઉમેરવા માટે સ્ક્રીનની ટોચની નજીક
પર ટૅપ કરો અથવા ગીતની બાજુમાં
પર ટૅપ કરો પછી તે ગીતમાં ઉમેરવા માટે ઉમેરો પર ટૅપ કરો.“હમણાં પ્લે થઈ રહ્યું છે” સ્ક્રીન પર,
પર ટૅપ કરો પછી “ઉમેરો” પર ટૅપ કરો.
જો તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કર્યું હોય અને “લાઇબ્રેરી સિંક કરો” ચાલુ કરેલું હોય (સેટિંગ્સ
>ઍપ્સ > સંગીત ઍપ પર જાઓ પછી ”લાઇબ્રેરી સિંક કરો” ચાલુ કરો) તો તમે જે સંગીત iPadમાં ઉમેરો છો તે અન્ય ડિવાઇસમાં પણ ઉમેરવામાં આવે છે.
Apple Musicમાંથી તમારા iPadમાં સંગીત ડાઉનલોડ કરો
તમે તમારી લાઇબ્રેરીમાં Apple Musicમાંથી સંગીત ડાઉનલોડ કરી શકો તે પહેલાં તમારે “લાઇબ્રેરી સિંક કરો” ચાલુ કરવાની જરૂર છે. સેટિંગ્સ
>ઍપ્સ > સંગીત ઍપ પર જાઓ પછી “લાઇબ્રેરી સિંક કરો” ચાલુ કરો. પછી સંગીત ડાઉનલોડ કરવા માટે આ પગલાં અનુસરો.
તમારા iPadમાં
સંગીત ઍપ પર જાઓ.નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ગીત, ઍલ્બમ અથવા પ્લેલિસ્ટ ડાઉનલોડ કરવા માટે : તમે તમારી લાઇબ્રેરીમાં ઉમેરેલા સંગીતને ટચ અને હૉલ્ડ કરો પછી ડાઉનલોડ પર ટૅપ કરો.
તમે પ્લેલિસ્ટ અથવા ઍલ્બમ ઉમેરો તે પછી સ્ક્રીનમાં ઉપર
પર પણ ટૅપ કરી શકો છો.હંમેશાં સંગીત ડાઉનલોડ કરવા માટે : સેટિંગ્સ
> ઍપ્સ > સંગીત પર જાઓ પછી ઑટોમૅટિક ડાઉનલોડ કરો ચાલુ કરો.તમે ઉમેરેલા ગીત iPadમાં ઑટોમૅટિક રીતે ડાઉનલોડ થાય છે.
ડાઉનલોડની પ્રગતિ જોવા માટે :
પર ટૅપ કરો પછી ડાઉનલોડ થઈ રહ્યું છે પર ટૅપ કરો.
નોટ : જો તમે ડાઉનલોડ કરી રહ્યાં છો તે સંગીત Dolby Atmosમાં ઉપલબ્ધ હોય તો આઇટમની બાજુમાં
Dolby આઇકન દેખાય છે અને તમે તેને Dolby Atmos અથવા સ્ટેરિઓમાં ડાઉનલોડ કરી શકો છો. Dolby Atmosમાં જ્યારે સંગીત ઉપલબ્ધ હોય ત્યારે તેને ડાઉનલોડ કરવા માટે સેટિંગ્સ
> ઍપ્સ > સંગીત પર જાઓ પછી Dolby Atmosમાં ડાઉનલોડ કરો ચાલુ કરો. જુઓ : iPadમાં Dolby Atmos દ્વારા સ્પેશિયલ ઑડિઓમાં સંગીત પ્લે કરો.
તમારી લાઇબ્રેરીમાંથી સંગીત ડિલીટ કરવા માટે
તમારા iPadમાં
સંગીત ઍપ પર જાઓ.ગીત, ઍલ્બમ, પ્લેલિસ્ટ અથવા સંગીત વીડિયોને ટચ અને હૉલ્ડ કરો પછી લાઇબ્રેરીમાંથી “ડિલીટ કરો” પર ટૅપ કરો.
સ્ટોરેજ સ્પેસ મૅનેજ કરવા માટે
સ્ટોરેજ સ્પેસ મૅનેજ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :
iPadમાં સ્ટોર કરેલું સંગીત અને વીડિયો કાઢી નાખવા માટે : તમારા iPadમાં સંગીત ઍપ
પર જાઓ, તમે ડાઉનલોડ કરેલી આઇટમને ટચ કરી દબાવી રાખો પછી ડાઉનલોડ કાઢી નાખો પર ટૅપ કરો.આઇટમ iPadમાંથી કાઢી નાખવામાં આવે છે પરંતુ તમારાં અન્ય ડિવાઇસ પર તમારી સંગીત લાઇબ્રેરીમાંથી કાઢી નાખવામાં આવતી નથી.
સંગીત સ્ટોરેજ ખાલી કરો : જો iPadમાં સ્ટોરેજ સ્પેસ ઓછી હોય તો ઘણા સમયથી પ્લે ના કર્યું હોય તેવા ડાઉનલોડ કરેલા સંગીતને તમે ઑટોમૅટિક રીતે કાઢી શકો છો. સેટિંગ્સ
> ઍપ્સ > સંગીત > સ્ટોરેજ ઑપ્ટિમાઇઝ કરો પર જાઓ.iPadમાંથી તમામ ગીત અથવા અમુક કલાકાર કાઢી નાખવા માટે : સેટિંગ્સ
> ઍપ્સ > સંગીત > ડાઉનલોડ કરેલું સંગીત પર જાઓ, સંપાદિત કરો પર ટૅપ કરો પછી તમામ ગીતની બાજુમાં
પર અથવા જે કલાકારના સંગીતને તમે ડિલીટ કરવા માંગો છો તેના પર ટૅપ કરો.iPadમાંથી તમામ Apple Music ગીત કાઢી નાખવા માટે : સેટિંગ્સ
> ઍપ્સ > સંગીત પર જાઓ પછી લાઇબ્રેરી સિંક કરો બંધ કરો.iPadમાંથી ગીત કાઢી નાખવામાં આવે છે પરંતુ તમારાં અન્ય ડિવાઇસ પર તમારી સંગીત લાઇબ્રેરીમાં રહે છે. તમે ખરીદેલું અથવા સિંક કરેલું સંગીત પણ રહે છે.
સંગીત ઍપ માટે મોબાઇલ ડેટા વિકલ્પ પસંદ કરવા માટે
જો તમારી પાસે iPadનું Wi-Fi + Cellular મૉડલ હોય તો તમે મોબાઇલ ડેટા વિકલ્પ પસંદ કરી શકો છો.
તમારા iPadમાં સેટિંગ્સ ઍપ
પર જાઓ.ઍપ્સ પર ટૅપ કરો પછી સંગીત પર ટૅપ કરો.
મોબાઇલ ડેટા ચાલુ કરો અને પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :
મોબાઇલ ડેટાથી ડાઉનલોડ ચાલુ અથવા બંધ કરો.
ઑડિઓ ગુણવત્તા પર ટૅપ કરો, લૉસલેસ ઑડિઓ ચાલુ કરો પછી સેટિંગ (એકે નહિ, ઉચ્ચ કાર્યક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, લૉસલેસ અથવા ઉચ્ચ રિઝોલ્યૂશન લૉસલેસ) પસંદ કરવા માટે મોબાઇલ સ્ટ્રીમિંગ પર ટૅપ કરો.
હાઇ ક્વૉલિટી, લૉસલેસ અને હાઇ-રિઝોલ્યૂશન લૉસલેસ મોબાઇલ ડેટાનો ઉપયોગ હાઇ એફિશંસી કરતાં વધારે કરે છે જેનાથી તમારા મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર દ્વારા વધારાના ચાર્જ લાગુ થઈ શકે છે. ગીત પ્લે કરવાનું શરૂ થવામાં પણ વધુ સમય લાગી શકે છે.