તમે ટચ કરો ત્યારે iPadની પ્રતિક્રિયા આપવાની રીત ઍડજસ્ટ કરો

જો તમને હાથનાં કંપનો, કૌશલ્ય અથવા ફાઇન મોટર કંટ્રોલમાં મુશ્કેલી પડતી હોય તો ટૅપ, સ્વાઇપ અને ટચ-અને-હોલ્ડ જેસ્ચર માટે iPad ટચસ્ક્રીનની પ્રતિસાદ આપવાની રીતને ઍડજસ્ટ કરી શકો છો. તમે iPad દ્વારા ઝડપી અથવા ધીમા ટચની ઓળખ કરી શકો છો અને ઘણાં ટચની અવગણના કરી શકો છો. તમે સ્ક્રીન પર ટચ કરો ત્યારે iPadને ચાલુ થતું અટકાવી શકો છો અથવા અજાણતા iPad હલી જાય ત્યારે “અનડૂ કરવા માટે હલાવો” બંધ કરી શકો છો.

ટૅપ, સ્વાઇપ અને બહુવિધ ટચ માટે સેટિંગ્સ ઍડજસ્ટ કરો

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ટચ > ટચ ઍકોમોડેશન પર જાઓ અને પછી ટચ ઍકોમોડેશન ચાલુ કરો.

  2. તમે નીચેનામાંથી કોઈ પણ એક કરવા માટે iPadને કંફિગર કરી શકો છો :

    • લાંબા અથવા ટૂંકા ટચનો જવાબ આપવા માટે : “અવધિ હોલ્ડ કરો” ચાલુ કરો અને અવધિ ઍડજસ્ટ કરવા માટે “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો.

      નોટ : જ્યારે તમે હોલ્ડ અવધિ ચાલુ કરો છો ત્યારે અવધિ દરમિયાન ટૅપ અને સ્વાઇપને અવગણવામાં આવે છે. હોલ્ડ અવધિ ચાલુ હોય ત્યારે સ્વાઇપ કરવાનું સરળ બનાવવા માટે તમે સ્વાઇપ જેસ્ચર ચાલુ કરી શકો છો.

    • હોલ્ડ અવધિ ચાલુ હોય ત્યારે સ્વાઇપ કરવાનું સરળ બનાવો : હોલ્ડ અવધિ ચાલુ કરીને પછી સ્વાઇપ જેસ્ચર પર ટૅપ કરો. સ્વાઇપ જેસ્ચર ચાલુ કરીને પછી સ્વાઇપ જેસ્ચર શરૂ થાય તે પહેલાં જરૂરી મુવમેંટ પસંદ કરો.

    • ઘણાં ટચને એક જ ટચ તરીકે માનવા માટે : “રિપીટ અવગણો” ચાલુ કરો પછી ઘણાં ટચ વચ્ચે અનુમતિ આપેલો સમય ઍડજસ્ટ કરવા માટે “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો.

    • તમે ટચ કરો તે પહેલા અથવા છેલ્લા સ્થાનને પ્રતિસાદ આપવા માટે : ટૅપ સહાયતા હેઠળ પ્રારંભિક ટચ લોકેશનનો ઉપયોગ કરો અથવા અંતિમ ટચ લોકેશનનો ઉપયોગ કરો પસંદ કરો.

      જો તમે “પ્રારંભિક ટચ લોકેશનનો ઉપયોગ કરો” પસંદ કરો છો તો iPad તમારા પહેલા ટૅપના લોકેશનનો ઉપયોગ કરે છે—ઉદાહરણ તરીકે જ્યારે તમે હોમ સ્ક્રીન પર કોઈ ઍપ પર ટૅપ કરો છો.

      જો તમે “અંતિમ ટચ લોકેશનનો ઉપયોગ કરો” પસંદ કરો છો તો iPad તમે જ્યાંથી આંગળી ઉઠાવો છો ત્યાં ટૅપ રજિસ્ટર કરે છે. જ્યારે તમે ચોક્કસ સમય અવધિની અંદર તમારી આંગળી ઉઠાવો છો ત્યારે iPad ટૅપનો જવાબ આપે છે. સમય ઍડજસ્ટ કરવા માટે “ઘટાડો” બટન અથવા “વધારો” બટન પર ટૅપ કરો. જો તમે જેસ્ચરના વિલંબ કરતાં વધારે સમય સુધી રાહ જુઓ તો તમારું iPad જેસ્ચર ડ્રૅગ કરવા જેવા અન્ય જેસ્ચરનો જવાબ આપી શકે છે.

      નોટ : જ્યારે તમે ટૅપ સહાયતા ચાલુ કરો છો ત્યારે અવધિ દરમિયાન ટૅપ અને સ્વાઇપને અવગણવામાં આવે છે. હોલ્ડ અવધિ ચાલુ હોય ત્યારે સ્વાઇપ કરવાનું સરળ બનાવવા માટે તમે સ્વાઇપ જેસ્ચર ચાલુ કરી શકો છો.

    • ટૅપ સહાયતા ચાલુ હોય ત્યારે સ્વાઇપ કરવાનું સરળ બનાવો : પ્રારંભિક ટચ લોકેશનનો ઉપયોગ કરો અથવા અંતિમ ટચ લોકેશનનો ઉપયોગ કરો પસંદ કરીને પછી સ્વાઇપ જેસ્ચર પર ટૅપ કરો. સ્વાઇપ જેસ્ચર ચાલુ કરીને પછી સ્વાઇપ જેસ્ચર શરૂ થાય તે પહેલાં જરૂરી મુવમેંટ પસંદ કરો.

ટચ-એન્ડ-હોલ્ડ કરો જેસ્ચર માટે સેટિંગ્સ ઍડજસ્ટ કરવા માટે

તમે વધારાના જે વિકલ્પો અથવા ઍક્શન કરી શકો તે જોવા અથવા કૉન્ટેંટનું પ્રિવ્યૂ બતાવવા માટે ટચ-અને-હોલ્ડ જેસ્ચરનો ઉપયોગ કરો. જો તમને આ જેસ્ચર કરવામાં મુશ્કેલી આવી રહી હોય તો નીચે પ્રમાણે કરો :

  1. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ટચ > હેપ્ટિક ટચ પર જાઓ.

  2. ટચ અવધિ માટે ઝડપી અથવા ધીમી વિકલ્પ પસંદ કરો

  3. સ્ક્રીનમાં નીચે ઇમેજ પર તમારાં નવાં સેટિંગ્સનું પરીક્ષણ કરો.

“સક્રિય કરવા માટે ટૅપ કરો” બંધ કરો

iPadના સપોર્ટેડ મૉડલ પર તમે iPadની સ્ક્રીનને ટચ થવાથી ચાલુ થતી અટકાવી શકો છો. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ટચ પર જાઓ પછી “સક્રિય કરવા માટે ટૅપ કરો” બંધ કરો.

“અનડૂ કરવા માટે હલાવો” બંધ કરો

જો તમારાથી અજાણતા વારંવાર iPad હલી જતું હોય તો “અનડૂ કરવા માટે હલાવો” બંધ કરી શકો છો. સેટિંગ્સ  > ઍક્સેસિબિલિટી > ટચ પર જાઓ.

ટિપ : ટેક્સ્ટ સંપાદન અનડૂ કરવા માટે ત્રણ આંગળથી ડાબી બાજુએ સ્વાઇપ કરો.