iPadમાં “ખોજી”માં મિત્રને લોકેટ કરો

જ્યારે મિત્ર તમારી સાથે તેમનું લોકેશન શેર કરે છે ત્યારે તમે નકશામાં તેમને લોકેટ કરવા માટે “ખોજી” ઍપનો ઉપયોગ કરી શકો છો.

’ખોજી’ની સ્ક્રીનમાં લોકોની યાદી ખુલ્લી છે. યાદીમાં ચાર લોકો છે : Ashley Rico, Olivia Rico, Dawn Ramirez અને Will Rico. તેમનાં લોકેશન સાન ફ્રાંસિસ્કોના નકશામાં બતાવવામાં આવે છે.

નોટ : તમારા મિત્રોથી તમારું અંતર જોવા માટે “ખોજી” ઍપ માટે સચોટ લોકેશન ચાલુ કર્યું છે તેની ખાતરી કરો. જુઓ : તમે શેર કરો છો તે લોકેશનની માહિતી કંટ્રોલ કરો.

મિત્રનું લોકેશન જોવા માટે

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “લોકો” પર ટૅપ કરો પછી તમે જે વ્યક્તિને લોકેટ કરવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

    • જો તમારા મિત્રને લોકેટ કરી શકાય તો : તેઓ નકશા પર દેખાય છે જેથી તમે જોઈ શકો કે તેઓ ક્યાં છે.

    • જો તમારા મિત્રને લોકેટ ન કરી શકાય તો : તમને તેમના નામની નીચે “કોઈ લોકેશન મળ્યું નહિ” જોવા મળે છે.

    • જો તમે તમારા મિત્રને ફૉલો કરતા નથી તો : તમને તેમના નામની નીચે “તમારું લોકેશન જોઈ શકે છે” જોવા મળે છે. તમે મિત્રનું લોકેશન જોવા માટે પૂછી શકો છો.

મિત્રનો સંપર્ક કરવા માટે

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “લોકો” પર ટૅપ કરો પછી તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. “સંપર્ક” પર ટૅપ કરો અને તમે જે રીતે તમારા મિત્રનો સંપર્ક કરવા માંગો છો તે પસંદ કરો. જુઓ : સંપર્ક માહિતી ઉમેરો અને તેનો ઉપયોગ કરો.

મિત્ર માટે દિશાનિર્દેશ મેળવવા માટે

તમે નકશો ઍપમાં મિત્રના વર્તમાન લોકેશન માટે દિશાનિર્દેશ મેળવી શકો છો.

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “લોકો” પર ટૅપ કરો પછી તમે જે વ્યક્તિ માટે દિશાનિર્દેશ મેળવવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. નકશો ખોલવા માટે “દિશાનિર્દેશ” પર ટૅપ કરો.

જુઓ : નકશામાં દિશા નિર્દેશ મેળવો.

મિત્રના લોકેશન માટે લેબલ સેટ કરવા માટે

તમે મિત્રના વર્તમાન લોકેશનને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે લેબલ સેટ કરી શકો છો (જેમ કે ઘર અથવા કાર્યસ્થળ). તમારા મિત્ર જ્યારે તે લોકેશન પર હોય ત્યારે તેમના નામની નીચે લેબલ દેખાય છે.

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “લોકો” પર ટૅપ કરો પછી તમે જે વ્યક્તિ માટે લોકેશન લેબલ સેટ કરવા માંગો છો તેમના નામ પર ટૅપ કરો.

  3. “લોકેશનનું નામ સંપાદિત કરો” પર ટૅપ કરીને પછી લેબલ સિલેક્ટ કરો.

    નવું લેબલ ઉમેરવા માટે “કસ્ટમ લેબલ ઉમેરો” પર ટૅપ કરીને નામ એંટર કરો અને પછી “પૂર્ણ” પર ટૅપ કરો.

મિત્રને મનપસંદ તરીકે અંકિત કરવા માટે

મનપસંદ મિત્રો લોકોની યાદીમાં સૌથી ઉપર દેખાય છે અને તેમને સ્ટાર દ્વારા અંકિત કરવામાં આવે છે.

  1. તમારા iPadમાં ખોજી ઍપ પર જાઓ.

  2. સ્ક્રીનમાં નીચે-ડાબી બાજુ “લોકો” પર ટૅપ કરો પછી તમે જે વ્યક્તિને મનપસંદ તરીકે અંકિત કરવા માંગો છો તેમને શોધો.

  3. નીચેનામાંથી કોઈ પણ એક કરો :

    • વ્યક્તિના નામ પર ટૅપ કરો અને પછી “[નામ]ને મનપસંદમાં ઉમેરો“ પર ટૅપ કરો.

    • વ્યક્તિના નામ પર ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી સ્ટાર પર ટૅપ કરો.

મિત્રને તમારા મનપસંદમાંથી કાઢી નાખવા માટે ડાબી બાજુ સ્વાઇપ કરીને સ્ટાર પર ટૅપ કરો અથવા મિત્ર પર ટૅપ કરીને પછી “[નામ]ને મનપસંદમાંથી કાઢી નાખો” પર ટૅપ કરો.