iPadમાં નોટ્સમાં ડ્રૉઇંગ અને હસ્તલેખન ઉમેરો
Apple Pencil (સપોર્ટેડ મૉડલ પર)થી અથવા તમારી આંગળીથી સ્કેચ દોરવા અથવા હસ્તલિખિત નોટ લખવા માટે નોટ્સ ઍપનો ઉપયોગ કરો. વિવિધ માર્કઅપ ટૂલ અને રંગમાંથી કોઈ પણ પસંદ કરો અને ફૂટપટ્ટીથી સીધી લાઇન દોરો. જેમ-જેમ તમે Apple Pencilથી લખો છો તેમ તેમ તમારી હસ્તલેખન શૈલીનો દેખાવ અને અનુભવ જાળવી રાખીને તમારા હસ્તલેખનને વધુ સુવાચ્ય બનાવવા માટે વાસ્તવિક સમયમાં ઓટોમૅટિક રીતે વધુ સ્પષ્ટ કરી શકાય છે.

ડ્રૉઇંગ અને હસ્તલેખન ટૂલનો ઉપયોગ કરવા માટે
તમારા iPadમાં
નોટ્સ ઍપ પર જાઓ.નોટમાં Apple Pencilથી દોરવાનું અથવા લખવાનું શરૂ કરો. અથવા તમારી આંગળીથી દોરવા અથવા લખવા માટે
પર ટૅપ કરો.નીચેનામાંથી કોઈ પણ એક કરો :
રંગ અથવા ટૂલ બદલવા માટે : માર્કઅપ ટૂલનો ઉપયોગ કરો.
હસ્તલેખન વિસ્તાર ઍડજસ્ટ કરવા માટે : સાઇઝ બદલવાના હૅન્ડલને (ડાબી બાજુએ) ઉપર અથવા નીચે ડ્રૅગ કરો.
તમે Apple Pencilથી લખો ત્યારે તમારા હસ્તલેખનને ટાઇપ કરેલી ટેક્સ્ટમાં ટ્રાંસક્રાઇબ કરવા માટે : સ્ક્રિબલ ટૂલ
(પૅનની ડાબી બાજુએ) પર ટૅપ કરીને પછી લખવાનું શરૂ કરો.નોટ : સ્ક્રિબલ સપોર્ટેડ ભાષામાં ઉપલબ્ધ છે. જુઓ : iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ. Apple Pencilથી નોટ લખવા વિષે વધુ જાણવા માટે સ્ક્રિબલથી ટેક્સ્ટ એંટર કરો પર જાઓ.
ટિપ : તમે નોટ્સમાં હસ્તલિખિત ટેક્સ્ટ ( સપોર્ટેડ ભાષાઓ માં) સર્ચ કરી શકો છો. જો નોટમાં ટાઇટલ ન હોય તો હસ્તલિખિત ટેક્સ્ટની પહેલી લાઇન સૂચવેલું ટાઇટલ બની જાય છે. ટાઇટલ સંપાદિત કરવા માટે નોટની ટૉપ સુધી સ્ક્રોલ કરો અને પછી “સંપાદિત કરો” પર ટૅપ કરો.
ડ્રૉઇંગ અને હસ્તલેખન સિલેક્ટ કરો અને સંપાદિત કરો
સ્માર્ટ સિલેક્શન દ્વારા તમે ટાઇપ કરેલી ટેક્સ્ટ માટે ઉપયોગમાં લેવાતા જેસ્ચરનો જ ઉપયોગ કરીને ડ્રૉઇંગ અને હસ્તલેખન સિલેક્ટ કરી શકો છો. તમે નોટમાં સિલેક્શનને મુવ, કૉપિ અથવા ડિલીટ કરી શકો છો. તમે તેને બીજી નોટ અથવા ઍપમાં ટાઇપ કરેલી ટેક્સ્ટ તરીકે પણ પેસ્ટ કરી શકો છો.
નોટ : જો તમારા iPadની સિસ્ટમ ભાષા સેટિંગ્સ
> સામાન્ય > ભાષા & પ્રદેશ > iPad ભાષામાં સપોર્ટેડ ભાષા પર સેટ હોય તો સ્માર્ટ સિલેક્શન અને હસ્તલિખિત ટ્રાંસક્રિપ્શન કામ કરે છે. iOS અને iPadOS ફીચર ઉપલબ્ધતા વેબસાઇટ જુઓ.
તમારા iPadમાં
નોટ્સ ઍપ પર જાઓ.નોટમાં નીચેમાંથી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારી આંગળીથી ડ્રૉઇંગ અને હસ્તલેખન સિલેક્ટ કરો :
લૅસો ટૂલથી :
પર ટૅપ કરીને
પર ટૅપ કરો (ટૂલ પૅલેટમાં ઇરેઝર અને ઇમેજ વૉન્ડ વચ્ચે) પછી તમે જે ઑબજેક્ટ સિલેક્ટ કરવા માંગો છો તેની આઉટલાઇન તૈયાર કરવા તમારી આંગળીનો ઉપયોગ કરો.જેસ્ચર દ્વારા :
ટચ અને હૉલ્ડ કરો પછી સિલેક્શન ઍક્સપૅન્ડ કરવા માટે ડ્રૅગ કરો.
શબ્દ સિલેક્ટ કરવા માટે ડબલ-ટૅપ કરો.
વાક્ય સિલેક્ટ કરવા માટે ત્રણ વાર ટૅપ કરો.
જરૂરિયાત મુજબ સિલેક્શન ઍડજસ્ટ કરવા માટે હેંડલને ડ્રૅગ કરો.
સિલેક્શન પર ટૅપ કરો પછી નીચેનામાંથી કોઈ પણ એક પસંદ કરો :
કટ કરો
કૉપિ કરો
ડિલીટ કરો
ડ્યૂપ્લિકેટ બનાવો
Playgroundમાં ઉમેરો
ટેક્સ્ટ તરીકે કૉપિ કરો
ઉપર સ્પેસ ઇંસર્ટ કરો
અનુવાદ
હસ્તલિખિત ટેક્સ્ટથી કામ કરો
iPad તમારા હસ્તલેખનને સરળ, સ્ટ્રેટ અને વધુ સુવાચ્ય બનાવી શકે છે. તમે તમારા હસ્તલેખનમાં ટાઇપ કરેલી ટેક્સ્ટને પેસ્ટ અથવા કંવર્ટ પણ કરી શકો છો, ઇનલાઇન જોડણી સુધારી શકો છો અને હસ્તલેખનને મુવ અથવા ડિલીટ પણ કરી શકો છો.
તમારા iPadમાં
નોટ્સ ઍપ પર જાઓ.નોટમાં હસ્તલેખન સિલેક્ટ કરો.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
સુધારો કરવા માટે : તમારા લેખનને સ્મૂધ, સ્ટ્રેટ અને વધુ સુવાચ્ય બનાવવા માટે સુધારો 1 પર ટૅપ કરો.
તમારા હસ્તલેખનને ઑટોમૅટિક રીતે સુધારવા માટે
પર ટૅપ કરીને
પર ટૅપ કરો પછી હસ્તલેખનને ઑટોમૅટિક રીતે સુધારો ચાલુ કરો.તમારા લેખનને વધુ એકસરખું બનાવવા માટે : સુરેખ પર ટૅપ કરો.
જોડણી સુધારવા : અંડરલાઇન કરેલા શબ્દ પર ટૅપ કરો અને પછી તેને સુધારવાની રીત પસંદ કરો. ઠીક કરેલું તમારી પોતાની લેખન શૈલીમાં દેખાય છે.
હસ્તલેખન મુવ કરવા માટે : સિલેક્ટ કરેલી ટેક્સ્ટને ટચ કરીને હૉલ્ડ કરો પછી તેને નવા સ્થાન પર ડ્રૅગ કરો.
ટેક્સ્ટ ઑબજેક્ટને હસ્તલેખનમાં ફેરવવા માટે : ડ્રૉઇંગ વિસ્તારમાં ટેક્સ્ટ ઑબજેક્ટ પર ટૅપ કરો,
પર ટૅપ કરો પછી “હસ્તલેખનમાં કંવર્ટ કરો” પર ટૅપ કરો. (આ ફીચર2 માટે ઓછામાં ઓછા 10 યૂનીક લોઅરકેસ કેરેક્ટર સાથે તમારા હસ્તલેખનમાં અગાઉ સેવ કરેલી નોટ જરૂરી છે.)તમારા હસ્તલેખનમાં ટાઇપ કરેલી ટેક્સ્ટ પેસ્ટ કરવા માટે : નોટ્સમાં હસ્તલેખિત વિસ્તારમાં વેબપેજ, ડૉક્યુમૅન્ટ અથવા ઇમેલમાંથી ટેક્સ્ટ સિલેક્ટ અને કૉપિ કરો; પછી પેસ્ટ પર ટૅપ કરો. (આ ફીચર2 માટે ઓછામાં ઓછા 10 યૂનીક લોઅરકેસ કેરેક્ટર સાથે તમારા હસ્તલેખનમાં અગાઉ સેવ કરેલી નોટ જરૂરી છે.)
ટેક્સ્ટને મિટાવવા માટે, લેખનને સ્ક્રેચ આઉટ કરો માટે પછી iPadમાં તમારું લેખન ઉપકરણ (જેમ કે Apple Pencil અથવા તમારી આંગળી) દબાવી રાખો. (પેન, મોનો લાઇન અથવા માર્કર જેવા માર્કઅપ ટૂલનો ઉપયોગ કરતી વખતે સપોર્ટેડ.)
અન્ય ઍપ્સમાંથી ઇમેજ ડ્રૅગ કરો
તમે ઇમેજને અન્ય ઍપ્સમાંથી નોટમાં ડ્રૅગ કરી શકો છો અને તેમને હસ્તલિખિત અને દોરેલા કૉન્ટેંટ સાથે જોડી શકો છો. તમારા દ્વારા ડ્રૉઇંગ એરિઆમાં ઇમેજ ઉમેરવામાં આવ્યા પછી તમે ઇમેજની ફરી પોઝિશન બદલી શકો છો અને આકાર બદલી શકો છો.
ઇમેજ વૉન્ડનો ઉપયોગ
જો Apple Intelligence* ચાલુ હોય તો તમે બનાવેલા રફ સ્કેચ આધારિત ઇમેજ જનરેટ કરવા માટે નોટ્સમાં ઇમેજ વૉન્ડનો ઉપયોગ કરી શકો છો. તમે આસપાસના વિસ્તારમાંથી શબ્દ અને ઇમેજ પર આધારિત ઇમેજ બનાવવા માટે ખાલી જગ્યા પણ સિલેક્ટ કરી શકો છો. જુઓ : Apple Intelligence દ્વારા ઇમેજ વૉન્ડનો ઉપયોગ કરો.