બૅકઅપમાંથી તમામ કૉન્ટેંટ iPad પર રિસ્ટોર કરો
તમે બૅકઅપમાંથી નવા અથવા નવા મિટાવેલા iPadમાં કૉન્ટેંટ, સેટિંગ્સ અને ઍપ્સ રિસ્ટોર કરી શકો છો.
મહત્ત્વપૂર્ણ : તમારું iPad રિસ્ટોર કરવા માટે તમારી પાસે રિસ્ટોર કરવા માટે બૅકઅપ હોવો આવશ્યક છે. iPadનો બૅક અપ લો જુઓ.
iCloud બૅકઅપમાંથી iPad રિસ્ટોર કરવા માટે
તમારું iPad ચાલુ કરો.
નમસ્તે સ્ક્રીન દેખાવી જોઈએ. જો તમે પહેલાંથી જ તમારું ડિવાઇસ સેટ અપ કર્યું હોય તો તમારા બૅકઅપમાંથી રિસ્ટોર કરવા માટે તમે આ પગલાંનો ઉપયોગ કરી શકો તે પહેલાં તમારે તમામ કૉન્ટેંટને મિટાવી દેવાની જરૂર છે.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
“મૅન્યુઅલ રીતે સેટ અપ કરો” પર ટૅપ કરો, “iCloud બૅકઅપમાંથી રિસ્ટોર કરો” પર ટૅપ કરો પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.
જો તમારી પાસે iOS 11, iPadOS 13 અથવા તે પછીના વર્ઝન સાથેનો બીજો iPhone, iPad અથવા iPod touch હોય તો તમે તમારા નવા ડિવાઇસને ઑટોમૅટિક રીતે સેટ અપ કરવા માટે “ક્વિક સ્ટાર્ટ”નો ઉપયોગ કરી શકો છો. બંને ડિવાઇસને નજીક લાવો પછી તમારાં ઘણાં સેટિંગ્સ, પસંદગીઓ અને iCloud કીચેનને સુરક્ષિત રીતે કૉપિ કરવા માટે ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો. પછી તમે તમારા iCloud બૅકઅપમાંથી તમારા બાકીના ડેટા અને કૉન્ટેંટને તમારા નવા ડિવાઇસ પર રિસ્ટોર કરી શકો છો.
અથવા જો બંને ડિવાઇસમાં iOS 12.4, iPadOS 13 અથવા પછીનું વર્ઝન હોય તો તમે તમારો તમામ ડેટા તમારા પાછલા ડિવાઇસમાંથી તમારા નવા ડિવાઇસમાં વાયરલેસ રીતે ટ્રાંસફર કરી શકો છો. માઇગ્રેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારાં ડિવાઇસને એકબીજાની નજીક અને ચાર્જિંગમાં રાખો.
તમને તમારા Apple અકાઉંટ માટે પૂછવામાં આવે છે. જો તમે તમારું Apple અકાઉંટ ભૂલી ગયા હોવ તો iforgot.apple.com પર જાઓ.
કંપ્યૂટર બૅકઅપમાંથી iPad રિસ્ટોર કરવા માટે
USBનો ઉપયોગ કરીને તમારો બૅકઅપ ધરાવતા કંપ્યૂટર સાથે નવા અથવા તાજેતરમાં મિટાવેલા iPadને કનેક્ટ કરો.
નીચેનામાંથી કોઈ પણ એક કરો :
Mac પર (macOS 10.15 અથવા પછીના વર્ઝન) : Finder સાઇડબારમાં તમારું iPad સિલેક્ટ કરીને “વિશ્વાસ કરો” પર ક્લિક કરો પછી “આ બૅકઅપમાંથી રિસ્ટોર કરો” પર ક્લિક કરો.
Mac (macOS 10.14 અથવા તેનાથી પહેલાંના વર્ઝન) અથવા Windows ડિવાઇસ પર : iTunes ઍપ ખોલીને iTunes વિંડોની ઉપર ડાબી બાજુએ iPad જેવું દેખાતું બટન ક્લિક કરીને “સારાંશ” પર ક્લિક કરો પછી “બૅકઅપ રિસ્ટોર કરો” પર ક્લિક કરો.
નોટ : iTunesના તાજેતરના વર્ઝનનો ઉપયોગ કરો. Apple સપોર્ટ લેખ iTunesના તાજેતરના વર્ઝન પર અપડેટ કરો જુઓ.
લિસ્ટમાંથી તમારો બૅકઅપ પસંદ કરો પછી “ચાલુ રાખો” પર ક્લિક કરો.
જો તમારો બૅકઅપ એંક્રિપ્ટ કરેલો હોય તો તમારે તમારી ફાઇલ અને સેટિંગ્સ રિસ્ટોર કરતા પહેલાં પાસવર્ડ એંટર કરવો આવશ્યક છે.
બૅકઅપમાંથી તમારો iPhone, iPad અથવા iPod touch રિસ્ટોર કરો અને જો તમે તમારા iPhone, iPad અથવા iPod touchને અપડેટ અથવા રિસ્ટોર કરી શકતા નથી તો શું કરવું તે અંગે Apple સપોર્ટ લેખ જુઓ.