iPadમાં VoiceOverથી ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરો
જ્યારે તમે સંપાદિત કરી શકાય તેવા ટેક્સ્ટ ફીલ્ડને સક્રિય કરો છો ત્યારે VoiceOver તમારી ઑનસ્ક્રીન કીબોર્ડનો ઉપયોગ કરવાની રીત બદલે છે. તમે ટેક્સ્ટ એંટર કરવી, સિલેક્ટ કરવી અને ડિલીટ કરવી; કીબોર્ડની ભાષા બદલવી વગેરે કરી શકો છો.
ઑનસ્ક્રીન કીબોર્ડથી ટેક્સ્ટ એંટર કરવા માટે
ટેક્સ્ટ ફીલ્ડ સિલેક્ટ કરો પછી ડબલ-ટૅપ કરો.
ઇંસર્શન પૉઇંટ અને ઑનસ્ક્રીન કીબોર્ડ દેખાય છે.
ટેક્સ્ટ એંટર કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :
સ્ટૅન્ડર્ડ ટાઇપિંગ : કીબોર્ડ પર ડાબે અથવા જમણે સ્વાઇપ કરીને કી સિલેક્ટ કરો પછી અક્ષર એંટર કરવા માટે ડબલ-ટૅપ કરો. અથવા કી સિલેક્ટ કરવા માટે તમારી આંગળીને કીબોર્ડની આસપાસ મુવ કરો અને એક આંગળીથી કીને ટચ કરતી વખતે બીજી આંગળીથી સ્ક્રીન પર ટૅપ કરો. VoiceOver કી સિલેક્ટ કરવામાં આવે છે ત્યારે બોલીને સંભળાવે છે અને જ્યારે અક્ષર એંટર કરવામાં આવે ત્યારે ફરી બોલીને સંભળાવે છે.
ટચ ટાઇપિંગ : કીબોર્ડ પર કી સિલેક્ટ કરવા તેને ટચ કરો અને પછી તમારી આંગળી ઊંચકીને અક્ષર એંટર કરો. જો તમારાથી ખોટી કી ટચ થઈ જાય તો તમારી ઇચ્છા મુજબની કી પર તમારી આંગળીને સ્લાઇડ કરીને લઈ જાઓ. તમે કીને ટચ કરો છો ત્યારે VoiceOver દરેક કી માટે અક્ષર બોલીને સંભળાવે છે પરંતુ જ્યાં સુધી તમે તમારી આંગળી ન ઉપાડો ત્યાં સુધી તે અક્ષર એંટર કરતું નથી.
ડિરેક્ટ ટચ ટાઇપિંગ : VoiceOver ફક્ત કીબોર્ડ માટે જ અક્ષમ છે તેથી જ્યારે VoiceOver બંધ હોય ત્યારે તમે જે રીતે ટાઇપ કરતા હોવ તે જ રીતે ટાઇપ કરી શકો છો.
ડિક્ટેશન : ડિક્ટેશન શરૂ કરવા અને રોકવા માટે કીબોર્ડ પર બે-આંગળીથી ડબલ ટૅપ કરો.
ઉચ્ચારિત અક્ષર એંટર કરવા માટે નીચેનામાંથી કોઈ એક કરો :
સ્ટૅન્ડર્ડ ટાઇપિંગ : સાદો અક્ષર સિલેક્ટ કરો પછી ડબલ ટૅપ કરો અને જ્યાં સુધી તમને વૈકલ્પિક અક્ષર દર્શાવતો ટોન ન સંભળાય ત્યાં સુધી હોલ્ડ કરો. પસંદગીઓ સિલેક્ટ કરવા અને સાંભળવા માટે ડાબે અથવા જમણે ડ્રૅગ કરો. વર્તમાન સિલેક્શન એંટર કરવા માટે તમારી આંગળી છોડો.
ટચ ટાઇપિંગ : વૈકલ્પિક અક્ષર દેખાય ત્યાં સુધી અક્ષરને ટચ કરીને હોલ્ડ કરો.
ઑનસ્ક્રીન કીબોર્ડથી ટેક્સ્ટ સંપાદિત કરવા માટે
ઇંસર્શન પૉઇંટ મુવ કરવા માટે : ટેક્સ્ટમાં ઇંસર્શન પૉઇંટને આગળ અથવા પાછળ મુવ કરવા માટે ઉપર અથવા નીચે સ્વાઇપ કરો. તમે ઇંસર્શન પૉઇંટને અક્ષર, શબ્દ અથવા લાઇનમાંથી જે પ્રમાણે મુવ કરવા માંગો છો તે પસંદ કરવા માટે રોટરનો ઉપયોગ કરો. શરૂઆત અથવા અંત પર જવા માટે ટેક્સ્ટ પર ડબલ-ટૅપ કરો.
જ્યારે ઇંસર્શન પૉઇંટ મુવ થાય ત્યારે VoiceOver સાઉંડ કરે છે અને અક્ષર, શબ્દ અથવા લાઇન તરફ મુવ કરે છે તે બોલીને સંભળાવે છે. શબ્દો પ્રમાણે આગળ મુવ થતી વખતે, દરેક શબ્દના અંતે સ્પેસ અથવા વિરામચિહ્નોની આગળ ઇંસર્શન પૉઇંટ મૂકવામાં આવે છે. જ્યારે પાછળની તરફ મુવ કરો ત્યારે ઇંસર્શન પૉઇંટને અગાઉના શબ્દના અંતે તેના પછી આવતી સ્પેસ અથવા વિરામચિહ્નોની આગળ મૂકવામાં આવે છે.
ઇંસર્શન પૉઇંટને શબ્દ અથવા વાક્યના અંતે વિરામચિહ્નોની પાછળ મુવ કરવા : અક્ષર મોડ પર પાછા સ્વિચ કરવા માટે રૉટરનો ઉપયોગ કરો.
ઇંસર્શન પૉઇંટને લાઇન પ્રમાણે મુવ કરતી વખતે જ્યારે તમે દરેક લાઇન તરફ મુવ કરો છો ત્યારે VoiceOver લાઇન દરેક લાઇન બોલીને સંભળાવે છે. આગળ વધતી વખતે ઇંસર્શન પૉઇંટને આગળની લાઇનની શરૂઆતમાં મૂકવામાં આવે છે (જ્યારે ફકરાની છેલ્લી લાઇન સુધી પહોંચો, ઇંસર્શન પૉઇંટને હમણાં બોલવામાં આવેલી લાઇનના અંત સુધી મુવ કરવામાં આવે તે સિવાય). જ્યારે પાછળની તરફ મુવ કરો ત્યારે ઇંસર્શન પૉઇંટને બોલવામાં આવેલી લાઇનની શરૂઆતમાં મૂકવામાં આવે છે.
અક્ષર ડિલીટ કરવા માટે :
નો ઉપયોગ કરો.ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે : નીચેનામાંથી કોઈ પણ એક કરો :
રોટરને ટેક્સ્ટ સિલેક્શન પર સેટ કરો, અક્ષર, શબ્દ, લાઇન અથવા વાક્ય પસંદ કરવા માટે ઉપર અથવા નીચે સ્વાઇપ કરો પછી પાછળ અથવા આગળ મુવ કરવા માટે ડાબી અથવા જમણી બાજુએ સ્વાઇપ કરો. (તમારે ટેક્સ્ટ સિલેક્શન સક્ષમ કરવાની જરૂર પડી શકે છે—સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > VoiceOver > રોટર પર જાઓ.)રોટરને “સંપાદિત કરો” પર સેટ કરો, “સિલેક્ટ કરો” અથવા “તમામ સિલેક્ટ કરો” પસંદ કરવા માટે ઉપર અથવા નીચે સ્વાઇપ કરો પછી ડબલ-ટૅપ કરો. જો તમે “પસંદ કરો” સિલેક્ટ કરો છો તો જ્યારે તમે ડબલ-ટૅપ કરો ત્યારે ઇંસર્શન પૉઇંટની સૌથી નજીકનો શબ્દ સિલેક્ટ કરવામાં આવે છે. સિલેક્શન વધારવા અથવા ઘટાડવા માટે, પૉપ-અપ મેન્યૂને ડિસમિસ કરવા માટે બે-આંગળીથી સ્ક્રબ કરો (“z” આકારમાં બે આંગળી ઝડપથી ત્રણ વાર આગળ-પાછળ મુવ કરો) અને પછી પિંચ કરો.
કટ, કૉપિ અથવા પેસ્ટ કરવા માટે : રોટરને “સંપાદિત કરો” પર સેટ કરો, ટેક્સ્ટ સિલેક્ટ કરો, “કટ”, “કૉપિ” અથવા “પેસ્ટ” પસંદ કરવા માટે ઉપર અથવા નીચે સ્વાઇપ કરો પછી ડબલ-ટૅપ કરો.
ખોટી જોડણીવાળા શબ્દોને ઠીક કરવા માટે : રોટરને “ખોટી જોડણીવાળા શબ્દો” પર સેટ કરો પાછળના અથવા આગળના ખોટી જોડણીવાળા શબ્દો પર જવા માટે ઉપર અથવા નીચે સ્વાઇપ કરો. સૂચવેલ બદલી પસંદ કરવા માટે ડાબે અથવા જમણે સ્વાઇપ કરો પછી બદલીનો ઉપયોગ કરવા માટે ડબલ-ટૅપ કરો.
અનડૂ કરવા માટે: iPadને હલાવો, અનડૂ કરવા માટે ઍક્શન પસંદ કરવા માટે ડાબે અથવા જમણે સ્વાઇપ કરો અને પછી ડબલ-ટૅપ કરો.
કીબોર્ડ સેટિંગ્સ બદલવા માટે
સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > VoiceOver પર જાઓ.નીચેનામાંથી કોઈ પણ એક પર ટૅપ કરો :
ટાઇપ કરવાની શૈલી : તમે નવી શૈલી પસંદ કરી શકો છો. અથવા, રોટરને ટાઇપિંગ મોડ પર સેટ કરો અને પછી ઉપર અથવા નીચે સ્વાઇપ કરો.
ફૉનેટિક ફીડબૅક : અક્ષર પ્રમાણે ટેક્સ્ટ અક્ષર બોલીને સંભળાવો. VoiceOver પહેલા અક્ષર બોલે છે પછી તેનું ફૉનેટિક સમકક્ષ બોલે છે—ઉદાહરણ તરીકે, “f” અને પછી “foxtrot”.
ફીડબૅક ટાઇપ કરવા માટે : અક્ષર, શબ્દ, બંને બોલવાનું અથવા કંઈ પણ ન બોલવાનું પસંદ કરો.
શબ્દબહુલતા : ટેક્સ્ટ ડિલીટ કરવા માટે ટૅપ કરો. VoiceOver ડિલીટ કરેલા અક્ષરો વધુ ઓછી પિચમાં બોલીને સંભળાવે તે માટે “પિચ બદલો” પર ટૅપ કરો.