iPadમાં VoiceOver ચાલુ કરો અને તેની પ્રૅક્ટિસ કરો
જેસ્ચર-આધારિત સ્ક્રીન રીડર VoiceOverથી તમે સ્ક્રીન જોઈ શકતા ન હોવ તો પણ iPadનો ઉપયોગ કરી શકો છો. VoiceOver તમારી સ્ક્રીન પર જે કંઈ છે તેનું ઑડિબલ વર્ણન આપે છે—ઉદાહરણ તરીકે, બૅટરી લેવલ, કૉલ કરનાર અથવા તમારી આંગળી જે આઇટમ પર હોય તેના વિષે સાંભળો. તમે તમારી જરૂરિયાતો અનુસાર VoiceOver દ્વારા બોલીને સંભળાવાનો વૉઇસ પણ કસ્ટમાઇઝ કરી શકો છો.
જ્યારે તમે સ્ક્રીનને ટચ કરો છો અથવા તેના પર તમારી આંગળીને ડ્રૅગ કરો છો ત્યારે VoiceOver આઇકન અને ટેક્સ્ટ સહિત તમારી આંગળી જે આઇટમ પર હોય તેનું નામ બોલી સંભળાવે છે. બટન અથવા લિંક જેવી આઇટમ સાથે ઇંટરૅક્ટ કરવા માટે અથવા બીજી આઇટમ પર નૅવિગેટ કરવા માટે VoiceOver જેસ્ચરનો ઉપયોગ કરો.
જ્યારે તમે નવી સ્ક્રીન પર જાઓ છો ત્યારે VoiceOver સાઉંડ પ્લે કરે છે પછી સ્ક્રીન પરની પ્રથમ આઇટમનું નામ સિલેક્ટ કરે છે અને બોલીને સંભળાવે છે (સામાન્ય રીતે ઉપર-ડાબા ખૂણામાં હોય તે). જ્યારે તમે iPadને ચાલુ કરો ત્યારે સ્ક્રીન લેંડસ્કેપ અથવા પોર્ટ્રેટ ઑરિએંટેશન બદલાય ત્યારે, સ્ક્રીન ડિમ અથવા લૉક થઈ જાય ત્યારે અને લૉક સ્ક્રીન પર જે કંઈ સક્રિય હોય તે VoiceOver તમને જણાવે છે.
VoiceOver ચાલુ અથવા બંધ કરો
મહત્ત્વપૂર્ણ : VoiceOver iPadને કંટ્રોલ કરવા માટે તમારા દ્વારા ઉપયોગમાં લેવાતા જેસ્ચરને બદલે છે. જ્યારે VoiceOver ચાલુ હોય ત્યારે તમારે iPad ઑપરેટ કરવા માટે VoiceOver જેસ્ચરનો ઉપયોગ કરવો આવશ્યક છે.
VoiceOverને ચાલુ અથવા બંધ કરવા માટે નીચેનામાંથી કોઈ પણ એક કરો :
સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > VoiceOver પર જાઓ પછી VoiceOver ચાલુ અથવા બંધ કરો.જો તમે ત્યાં VoiceOver ઉમેર્યો હોય તો કંટ્રોલ સેંટરનો ઉપયોગ કરો.
જો તમે તેને VoiceOver ચાલુ કરવા માટે સેટ કર્યું હોય તો ઍક્સેસિબિલિટી શૉર્ટકટનો ઉપયોગ કરો.
Siri: Siriને આવું કંઈક કહો “Turn on VoiceOver.” Siriનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
VoiceOver ક્યારે ચાલુ હોય છે તે Siri જાણે છે અને ઘણીવાર સ્ક્રીન પર જે માહિતી દેખાય છે તેના કરતાં વધુ માહિતી તમને વાંચીને સંભળાવે છે. તમે Siri સ્ક્રીન પર દેખાતું લખાણ વાંચવા માટે પણ VoiceOverનો ઉપયોગ કરી શકો છો.
VoiceOver શીખવા માટે ઇંટરૅક્ટિવ ટ્યૂટૉરિઅલનો ઉપયોગ કરવા માટે
તમે ઇંટરૅક્ટિવ VoiceOver ટ્યૂટૉરિઅલથી VoiceOverની મૂળભૂત બાબતો શીખી શકો છો અને આવશ્યક જેસ્ચરની પ્રૅક્ટિસ કરી શકો છો.
VoiceOver ચાલુ હોય ત્યારે સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > VoiceOver પર જાઓ પછી શરૂ કરવા માટે VoiceOver ટ્યૂટૉરિઅલ પર ટૅપ કરો.
VoiceOver જેસ્ચરની પ્રૅક્ટિસ કરો
તમે કોઈ પણ ક્રિયા કર્યા વગર અથવા અન્યથા iPadને અસર કર્યા વિના VoiceOver જેસ્ચરને સુરક્ષિત રીતે અજમાવવા અને તેનો મતલબ સાંભળવા માટે VoiceOver પ્રૅક્ટિસ વિસ્તારનો ઉપયોગ કરી શકો છો.
તમે જેનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકો તે શોધવા માટે વિવિધ ટૅક્નીકનો ઉપયોગ કરો. જો કોઈ જેસ્ચર કામ ન કરે તો ખાસ કરીને ડબલ ટૅપ અથવા સ્વાઇપ જેસ્ચર માટે ઝડપથી મુવમેંટ કરવાનો પ્રયત્ન કરો. સ્વાઇપ કરવા માટે તમારી આંગળી અથવા આંગળીઓથી સ્ક્રીનને ઝડપથી બ્રશ કરવાનો પ્રયાસ કરો. મલ્ટીફિંગર જેસ્ચરનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ પરિણામ માટે તમારી આંગળીઓની વચ્ચે થોડી જગ્યા રાખીને સ્ક્રીનને ટચ કરો.
સેટિંગ્સ
> ઍક્સેસિબિલિટી > VoiceOver પર જાઓ.VoiceOver ચાલુ કરો, VoiceOver પ્રૅક્ટિસ પર ટૅપ કરો પછી શરૂ કરવા માટે ડબલ-ટૅપ કરો.
એક, બે, ત્રણ અને ચાર આંગળીથી નીચેના જેસ્ચરની પ્રૅક્ટિસ કરો :
ટૅપ કરો
ડબલ ટૅપ કરો
ટ્રિપલ ટૅપ કરો
ડાબે, જમણે, ઉપર અથવા નીચે સ્વાઇપ કરો
જ્યારે તમે પ્રૅક્ટિસ પૂરી કરી લો ત્યારે “પૂર્ણ” પર ટૅપ કરો પછી બહાર નીકળવા માટે ડબલ-ટૅપ કરો.