iPadમાં ફોલ્ડરમાં તમારી ઍપ્સ ઑર્ગનાઇઝ કરો

તમે તમારી ઍપ્સને તમારા હોમ સ્ક્રીન પેજ પર સરળતાથી શોધી શકો તે માટે ફોલ્ડરમાં ઑર્ગનાઇઝ કરી શકો છો.

ફોલ્ડર બનાવવા માટે

  1. હોમ સ્ક્રીન પર જાઓ.

  2. ફોલ્ડર બનાવવા માટે કોઈ ઍપને બીજી ઍપ પર ડ્રૅગ કરો અને પછી અન્ય ઍપને ફોલ્ડરમાં ડ્રૅગ કરો.

    ફોલ્ડરમાં ઍપના ઘણાં પેજ હોઈ શકે છે.

  3. ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર ટચ અને હોલ્ડ કરો, “નામ બદલો” પર ટૅપ કરો પછી નવું નામ એંટર કરો.

    જો ઍપ્સ જિગલ કરવાનું શરૂ કરે તો હોમ સ્ક્રીનના બૅકગ્રાઉંડ પર ટૅપ કરો અને ફરી પ્રયત્ન કરો.

  4. જ્યારે તમે સમાપ્ત કરી લો ત્યારે ”પૂર્ણ” પર ટૅપ કરો.

નોટ : હોમ સ્ક્રીન પર ઍપ્સને ગોઠવવાથી ઍપ લાઇબ્રેરીમાં ઍપ્સની ગોઠવણ પર કોઈ અસર થતી નથી.

તમારી હોમ સ્ક્રીનમાંથી ફોલ્ડર ડિલીટ કરવા માટે

  1. હોમ સ્ક્રીન પર જાઓ.

  2. જ્યાં સુધી ઍપ જિગલ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી હોમ સ્ક્રીન બૅકગ્રાઉંડને ટચ અને હોલ્ડ કરો.

  3. ફોલ્ડર ખોલવા માટે તેના પર ટૅપ કરો અને પછી તેમાંથી તમામ ઍપ્સ હોમ સ્ક્રીન પર ડ્રૅગ કરો.

    જ્યારે ફોલ્ડર ખાલી હોય ત્યારે તે ઑટોમૅટિક રીતે ડિલીટ થઈ જાય છે.

ઍપને ફોલ્ડરમાંથી હોમ સ્ક્રીન પર મુવ કરવા માટે

તમે ઍપને સરળતાથી શોધવા અને ખોલવા માટે તેને ફોલ્ડરમાંથી હોમ સ્ક્રીન પેજ પર મુવ કરી શકો છો.

  1. હોમ સ્ક્રીન પર જાઓ.

  2. ઍપ ધરાવતું ફોલ્ડર લોકેટ કરો અને પછી તેને ખોલવા માટે ફોલ્ડર પર ટૅપ કરો.

  3. જ્યાં સુધી ઍપ્સ જિગલ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી ઍપને ટચ કરીને હોલ્ડ કરો.

  4. ઍપને ફોલ્ડરમાંથી હોમ સ્ક્રીન પર ડ્રૅગ કરો.