iPadને ચાલુ, અનલૉક અને લૉક કરો
iPad પાવર સેવ કરવા માટે ડિસ્પ્લે બંધ કરે છે, સિક્યુરિટી માટે લૉક થઈ જાય છે અને તમે તેનો ઉપયોગ કરતા નથી ત્યારે તે સ્લિપ મોડમાં જાય છે. તમે iPadનો ફરી ઉપયોગ કરવા માંગતા હોવ ત્યારે તમે તેને ઝડપથી ચાલુ કરી શકો છો અને અનલૉક કરી શકો છો.
iPadને ચાલુ કરવા માટે
iPadને ચાલુ કરવા નીચેનામાંથી કોઈ પણ એક કરો :
ટૉપ બટન દબાવો.

સ્ક્રીન પર ટૅપ કરો (સપોર્ટેડ મૉડલ).

Face IDથી iPadને અનલૉક કરવા માટે
જો તમારી પાસે Face ID સાથેનું iPad હોય પણ તમે સેટઅપ દરમિયાન Face ID ચાલુ કર્યું ન હોય તો Face ID સેટ અપ કરો જુઓ. પછી આ પગલાં અનુસરો :
સ્ક્રીન પર ટૅપ કરો પછી તમારા iPad પર એક નજર કરો.
iPad અનલૉક છે તે દર્શાવવા માટે લૉક આઇકન બંધથી ખૂલવાનું ઍનિમેશન બતાવે છે.
સ્ક્રીનમાં નીચેથી ઉપરની બાજુ સ્વાઇપ કરો.
iPadને ફરી લૉક કરવા માટે ટૉપ બટન દબાવો. જો તમે લગભગ એક મિનિટ સુધી સ્ક્રીનને ટચ ન કરો તો iPad ઑટોમૅટિક રીતે લૉક થઈ જાય છે. જોકે સેટિંગ્સ
> Face ID & પાસકોડમાં જો અટેંશન અવેર ફીચર ચાલુ હોય તો iPad તે અટેંશન ડિટેક્ટ કરે ત્યાં સુધી ડિમ અથવા લૉક નહિ થાય.
Touch ID દ્વારા iPadને અનલૉક કરવા માટે
જો તમારી પાસે Touch ID સાથેનું iPad હોય પણ તમે સેટઅપ દરમિયાન Touch ID ચાલુ કર્યું ન હોય તો Touch ID સેટઅપ કરો જુઓ. પછી નીચેનામાંથી કોઈ પણ એક કરો :
હોમ બટન સાથેના iPadમાં : Touch ID સાથે રજિસ્ટર કરેલી આંગળીનો ઉપયોગ કરીને હોમ બટન દબાવો.

iPad (દસમી અને તેના પછીની જનરેશન), iPad mini (છઠ્ઠી જનરેશન), iPad mini (A17 Pro) અને iPad Air (ચોથી અને તેના પછીની જનરેશન)માં : Touch ID સાથે રજિસ્ટર કરેલી આંગળીનો ઉપયોગ કરીને તમારી આંગળીને ટૉપ બટન (Touch ID) પર મૂકો.

iPadને ફરી લૉક કરવા માટે ટૉપ બટન દબાવો. જો તમે લગભગ એક મિનિટ સુધી સ્ક્રીનને ટચ ન કરો તો iPad ઑટોમૅટિક રીતે લૉક થઈ જાય છે.
iPadને પાસકોડથી અનલૉક કરવા માટે
જો તમે iPad સેટ અપ કરતી વખતે પાસકોડ ન બનાવ્યો હોય તો પાસકોડ સેટ કરો જુઓ. પછી આ પગલાં અનુસરો :
હોમ બટન દબાવો (હોમ બટન સાથેના iPadમાં) અથવા લૉક સ્ક્રીનની નીચેથી ઉપરની તરફ સ્વાઇપ કરો (iPadનાં અન્ય મૉડલમાં).
તમારો પાસકોડ એંટર કરો.
iPadને લૉક કરવા માટે
તમે નીચે આપેલી પદ્ધતિઓનો ઉપયોગ કરીને iPadને લૉક કરી શકો છો અને સ્ક્રીન બંધ કરી શકો છો :
મૅન્યુઅલ રીતે : ટૉપ બટન દબાવો.
ઑટોમૅટિક રીતે : જો તમે અમુક ચોક્કસ સમય સુધી iPad સાથે ઇંટરેક્ટ ન કરો તો તે જાતે જ લૉક થઈ જાય છે. જુઓ : iPad ઑટોમૅટિક રીતે લૉક થવાનો સમય બદલવા માટે.